SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ५१५ ઉત્પન્ન થતાં) ચક્ષુ અને સ્પર્શન ઇન્દ્રિયોવડે ગ્રાહ્ય બની શકતો નથી. એ પ્રમાણે એકજાતીય પણ પાર્થિવ વગેરેના પરમાણુઓ પરિણામવિશેષને પામતાં સર્વ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બનતા નથી. તે એકજાતીય પરમાણુઓમાં સર્વઇન્દ્રિયોથી અગ્રાહ્યતા આવી, તેમાં પરિણામવિશેષની ઉત્પત્તિ કારણ છે, નહિ કે જાતિભેદ. કારણ કે જાતિ તો સમાન જ છે. (આ વાતને સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં થોડી જુદી રીતે બતાવી છે. - “પૃથિવ્યનોવાયુમનસિ પુદ્ગદ્રવ્યડન્તર્મવન્તિ, પરસન્ચ स्पर्शवत्त्वात् ।... न च केचि-त्पार्थिवादिजाति विशेषयुक्ताः परमाणवः सन्ति, जातिसंकरेणारम्भदर्शनात् સર્વાર્થસિ. - ૪૬૩ TI) વળી શબ્દાદિની પૌદ્ગલિકતા આ પ્રમાણે જાણવી. શબ્દ વગેરે પુદ્ગલદ્રવ્યના પરિણામ છે. અર્થાત્ પૌગલિક છે. શબ્દ મૂર્ત હોવાના કારણે પૌલિક છે. શબ્દને ઉત્પન્ન કરતી વખતે હૃદય, ગળું, કંઠ, મસ્તક, જીભનો અંતિમ મૂલભાગ, દાંત આદિમાં પ્રયત્નવિશેષની આવશ્યક્તા છે. જેમ પીપળ ખાવાથી ગળું વિકૃત થાય છે, તેમ શબ્દની ઉત્પત્તિ વખતે પણ કંઠાદિમાં વિકૃતિ પેદા થાય છે. આમ મૂર્ત દ્રવ્યોમાં = દ્રવ્યાન્તરમાં વિક્રિયા પેદા કરવાનું સામર્થ્ય હોવાના કારણે પીપળની જેમ શબ્દ પણ મૂર્તિ છે. તથા ભેરી, નગારું, ઝાલર, તબલા વગેરે વગાડતાં, તેમાં કંપનો પેદા થાય છે. જો શબ્દ અમૂર્ત હોય તો મૂર્ત ભેરી આદિમાં ક્યારે પણ કંપનો પેદા થઈ શકે નહિ. આમ ભેરી વગેરેના કંપનોથી શબ્દમાં મૂર્તતા સિદ્ધિ થાય છે તથા શંખાદિના તીવમાત્રામાં વૃદ્ધિ પામેલા શબ્દોમાં માણસના કાનનો પડદો તોડી નાખવાનું અને માણસને બહેરા કરી નાખવાનું સામર્થ્ય છે. અમૂર્ત આકાશમાં આવું કોઈ લક્ષણ જોવા મળતું નથી. આથી શબ્દ આકાશનો ગુણ નથી. વળી જેમ પર્વત સાથે અથડાઈને પથ્થર પાછો પડે છે, તેમ શબ્દ દીવાલ સાથે અથડાઈને પાછો ફરે છે. આથી તે પથ્થરની જેમ મૂર્ત છે. (આ વાતની સાક્ષી અષ્ટસહસી તથા પ્રમેયકમલમાર્તડગ્રંથ પૂરે છે. “શMઠુક્યાં कटकटायमानस्य प्रायशः प्रतिघातहेतोर्भवनाद्युपघातिनः शब्दस्य प्रसिद्धिः । अस्पर्शत्वकल्पनाમર્તામતિ... ” રસદ. | “ વ્યં શ૯: સ્પર્શત્પત્વમદત્ત્વરિપામસંધ્યાસંયોગાનુયત્વનું, यद्यदेवविधं तत्तद्रव्यम् यथा बदरामलकविल्द्वादि, तथा चायं शब्दः, तस्माद्रव्यम् [प्रमेयक०] તથા શબ્દ આકાશનો ગુણ નથી, કારણ કે દ્વારને અનુસરે છે. અર્થાતુ જ્યાં રસ્તો મળે તેમાંથી પસાર થઈ જાય છે. જેમકે સૂર્યનો તડકો. (આ જ વાતને ન્યાયકુમુદચંદ્ર ગ્રંથમાં જણાવી છે. "गुणवान् शब्दः स्पर्श-अल्पत्व-महत्वपरिमाण-संख्या-संयोगाश्रयत्वात्, यद् एवंविधं तद् गुणवत् यथा વર-મારિ, તથા શ , તમારૂંથા રૂતિ !” ચાયg TI) શબ્દ પૌગલિક છે, પણ આકાશનો ગુણ નથી, તેમ સિદ્ધ કરવા ઉપરોક્ત અનુમાનને પક્ષ તરીકે સ્વીકારીને નવા પાંચ હેતુઓ આપે છે
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy