SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन वेलानियमकृतश्च विचित्रः कारणं नियामकमन्तरेणानुपपन्नः ततः समस्ति तत्कारणं काल इत्यवसीयते । तथा विनष्टो विनश्यति विनयति च घट इत्यादिक्रियाव्यपदेशा अतीतवर्तमानानागतकालत्रयविभागनिमित्ता; परस्परासङ्कीर्णाः संव्यवहारानुगुणाः कालमन्तरेण न भवेयुः, ततोऽस्ति कालः । तथेदं परमिदमपरमिति यनिमित्ते प्रत्ययाभिधाने, स समस्ति काल इति ४ ।। ટીકાનો ભાવાનુવાદ: અવકાશની જરૂરીયાતવાળા ધર્માસ્તિકાયવગેરે દ્રવ્યોને અવકાશ આપવારૂપકાર્યથી આકાશનું અનુમાન કરાય છે. અવકાશ આપવો તે જ આકાશનો અવગાહસ્વરૂપ ઉપકાર છે. તે અવકાશનું સ્વાભાવિક અસાધારણ લક્ષણ છે. મગર વગેરેની ગતિ વગેરેમાં જે પ્રકારે પાણી વગેરે અપેક્ષાકારણ છે, તે રીતે આકાશ સમસ્તવસ્તુઓને અવકાશ આપવામાં ઉદાસીનકારણ છે. આ રીતે પૂર્વે જે પાણી વગેરેના દૃષ્ટાંત આપ્યા હતા, તે સર્વે આકાશની સિદ્ધિમાં પણ લગાડવા. શંકા: અવગાહ (અવકાશ) આપવાની દૃષ્ટિએ આકાશનો ધર્મ છે. અને પ્રાપ્ત કરવાની દૃષ્ટિથી પુદ્ગલનો ધર્મ છે. “આકાશમાં પુદ્ગલ રહે છે. અહીં “રહેવું” આકાશ અને પુદ્ગલ બંનેનો ધર્મ છે. કારણકે ઉભયથી ઉત્પન્ન થયેલો ધર્મ છે. અર્થાતુ બંનેનો સમાનરૂપથી કારણ બને છે. જેમ બે આંગળીઓનો સંયોગમાં “સંયોગ' ધર્મ બંને આંગળીઓનો થાય છે, એક આંગળીનો નહિ. કારણકે બે દ્રવ્યોથી ઉત્પન્ન થયેલ સંયોગ કોઈ એકદ્રવ્યમાં જ હોતો નથી. પરંતુ તે બંને દ્રવ્યોનો જ સંયોગ કહેવાય છે. તે રીતે “અવગાહ” પણ આકાશ અને પલાદિ બંનેનો જ ધર્મ છે, તો તેને માત્ર આકાશનો જ ધર્મ કેવી રીતે કહી શકાય ? અર્થાત્ તેને માત્ર આકાશનું જ લક્ષણ કેમ કહી શકાય ? સમાધાન : તમારી વાત સત્ય છે. સંયોગથી ઉત્પન્ન થતે છતે અવગાહમાં આકાશની જેમ પુદ્ગલ પણ નિમિત્ત હોય છે. છતાં પણ આકાશ અવકાશ આપવાવાળું છે. આથી દાતા આકાશ (લક્ષ્ય) પ્રધાન છે. તેથી આકાશમાં અવગાહ મળે છે. તેમાં પ્રવેશ કરીને પુદ્ગલાદિ આકાશમાં રહે છે. આથી આકાશ અવગાહ્ય=અવકાશ આપવા યોગ્ય છે. તેથી તેનું “અવગાહ” વિવક્ષિત લક્ષણ કર્યું છે. જ્યારે પુગેલાદિ આકાશમાં રહેવાવાળા છે. અર્થાત્ અવગાહક=અવકાશ મેળવવાવાળા છે. તેથી તે ગૌણ છે. આથી અવગાહ આપવામાં આકાશ જ અસાધારણકારણ તરીકે ગ્રહણ કરાયેલું છે. તેથી પુદ્ગલાદિને અવગાહરૂપ ઉપકાર કરનાર આકાશ દ્રવ્ય છે. આથી બીજાદ્રવ્યમાં અસંભવિત એવા પોતાના ઉપકારથી અતીન્દ્રિય પણ આકાશદ્રવ્યનું અનુમાન કરાય છે. જેમકે આત્મા કે ધર્માદિ અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ પણ આ રીતે અસાધારણધર્મો કે કાર્યોથી કરાય છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy