SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन સૂત્રમાં પુદ્ગલના પરિણામ(પર્યાયો)ના કથનમાં ‘મતુલ્’ પ્રત્યયના પ્રયોગથી તેનો નિત્ય સંબંધ સૂચિત થાય છે. (૧) ધ્વનિને શબ્દ કહેવાય છે. કાનથી સંભળાતા અવાજ ને ધ્વનિ-શબ્દ કહેવાય છે. (૨) પ્રયોગથી થતા લાખ અને કાષ્ઠના આશ્લેષ (બંધ)ની જેમ તથા સ્વાભાવિક થતા ૫૨માણુના સંયોગ(બંધ)ની જેમ ઔદારિકાદિશરીરોમાં પ્રયોગથી કે સ્વભાવથી ઉત્પન્ન થનારા પરસ્પરઆશ્લેષને બંધ કહેવાય છે. અર્થાત્ પરસ્પરજોડવું તે બંધ કહેવાય છે. (૩) સૌક્ષ્=સૂક્ષ્મતા=પાતળાપણું, (૪) સ્થૌલ્ય=સ્થૂલતા=સ્થૂલપણું. (૫) સંસ્થાન=આકૃતિ, (૬) ભેદ=ખંડો થવા=ટૂકડા-ટૂકડા થવા, (૭) અંધકાર, (૮) છાયા, (૯) આતપ, (૧૦) ઉદ્યોત પ્રત્યક્ષથી જ પ્રતીત છે. આ ઉપરોક્ત વર્ણવેલા સ્પર્શાદિધર્મો તથા શબ્દાદિ પર્યાયો (ધર્મો) પુદ્ગલોમાં જ હોય છે. ૧૦૦ પુદ્ગલો બે પ્રકારના છે. (૧) પરમાણુસ્વરૂપ અને (૨) સ્કન્ધસ્વરૂપ. તેમાં પરમાણુનું લક્ષણ આ છે - “૫૨માણુ કારણ જ હોય છે. અર્થાત્ તે કાર્યરૂપ નથી. તે સ્કન્ધોને ઉત્પન્ન ક૨વાનું કારણ જ છે. તે કોઈનાથી ઉત્પન્ન થતો નથી, આથી કાર્યરૂપ નથી. તે અન્ય છે. અર્થાત્ તેનાથી નાનું કોઈ દ્રવ્ય નથી. તે સૂક્ષ્મ અને નિત્ય છે. એક રસ, એક ગંધ, એક વર્ણવાળો તથા બે સ્પર્શવાળો પરમાણુ છે. પરમાણુ સ્કન્ધરૂપ લિંગોથી=કાર્યોથી અનુમેય છે. પ્રત્યક્ષ નથી. ॥૧॥’ પરમાણુ સકલભેદોની પર્યન્તવર્તિ છે. અર્થાત્ કોઈ પદાર્થના ટૂકડા કરવામાં આવે, તેમાં અંતે એક એવો ટૂકડો થાય કે પુનઃ તેનો બીજો ટૂકડો ન થઈ શકે, તે અંતિમભાગ પરમાણુ જ છે. તે પરમાણુ કારણ પણ છે. ધૈયણુકાદિ કાર્યરૂપ છે. તેનું કારણ પરમાણુ છે. તે ૫૨માણુ સૂક્ષ્મ છે. અર્થાત્ આગમગમ્ય છે. કારણ કે... આપણી ઇન્દ્રિયોના વ્યાપારનો તે વિષય બની શકતો નથી. અર્થાત્ આપણી ઇન્દ્રિયોથી ગોચરાતીત છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી ૫૨માણુ નિત્ય=ધ્રુવ છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાથી નીલાદિ આકારોદ્વારા અનિત્ય જ છે. ૫૨માણુથી ૫૨મઅણુ (નાનું) દ્રવ્ય નથી. તેથી તે પરમાણુ કહેવાય છે. પાંચરસો પૈકી એક રસથી, બે ગંધો પૈકી એક ગંધથી, પાંચવર્ણો પૈકી એકવર્ણથી ૫૨માણુ યુક્ત છે. ચા૨સ્પર્શોમાં પરસ્પરઅવિરુદ્ધ જે સ્પર્શો છે, તેમાંથી બે સ્પર્શોથી યુક્ત પરમાણુ છે. અર્થાત્ પરસ્પરઅવિરુદ્ધ એવા સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-શીત અને રૂક્ષ-ઉષ્ણ આ ચારજોડકા છે. (આ ચાર જોડકામાંથી કોઈ એક જોડકાવાળો અર્થાત્) પરસ્પર અવિરુદ્ધ બેસ્પર્શવાળો ૫૨માણુ હોય છે. ચણુકથી માંડીને અચિત્ત મહાસ્કન્ધ સુધી પરમાણુના કાર્યો છે. અર્થાત્ પરમાણુને જણાવનારા તે લિંગો છે. આવા પ્રકારના લક્ષણવાળા, નિરવયવ, પ૨સ્પ૨અસંયુક્ત પરમાણુઓ છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy