SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन कारमुपदर्शयन्देवदत्तः । तथा चायमात्मा चक्षुषाम्लीकामनन्तं दृष्टा रसनेन हल्लासलालास्रवणादिकं विकारं प्रतिपद्यते । तस्मात्तयोः (ताभ्यां) भिन्न इति । अथवेन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा अन्येनोपलभ्यान्येन ग्रहणात् । इह यो घटादिकमन्येनोपलभ्यान्येन गृह्णाति स ताभ्यां भेदवान् दृष्टः, यथा पूर्ववातायनेन घटमुपलभ्यापरवातायनेन गृह्णानस्ताभ्यां देवदत्तः । गृह्णाति च चक्षुषोपलब्धं घटादिकमर्थं हस्तादिना जीवः, ततस्ताभ्यां भिन्न इति । एवमत्रानेकान्यनुमानानि नैकाश्च युक्तयो विशेषावश्यकटीकादिभ्यः स्वयं कर्त्त(वक्तव्यानीति । प्रोक्तं विस्तरेण प्रथमं जीवतत्त्वम ।। ટીકાનો ભાવાનુવાદ: કૃમિ, કીડી, ભ્રમરો, મનુષ્ય, જલચર, સ્થલચર, અને ખેચર પશુવગેરે બેઇન્દ્રિયાદિ જીવોમાં સચેતનતા માનવામાં કોઈને વિવાદ નથી. પરંતુ જેઓ બેઇન્દ્રિયવગેરે જીવોમાં પણ સજીવતાનો નિષેધ કરે છે, તેઓને કંઈક કહેવાય છે. “ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે. કારણે ઇન્દ્રિયોનો વ્યાપાર નાશ પામવા છતાં પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા અર્થનું સ્મરણ થાય છે. પ્રયોગ : જે જેનો ઉપરમ થતે છતે તેનાથી ઉપલબ્ધ અર્થોનો સ્મરણ કરનાર હોય છે, તે તેનાથી અતિરિક્ત હોય છે. જેમકે બારી બંધ થવા છતાં પણ ગવાક્ષ(બારી)દ્વારા જોયેલા પદાર્થોનો સ્મરણ કરનાર દેવદત્ત બારીથી અતિરિક્ત છે. કહેવાનો આશય એ છે કે જેમ જે વસ્તુ દ્વારા પદાર્થોનું જ્ઞાન થયું, તે વસ્તુનો નાશ થવા છતાં અથવા તેનો વ્યાપાર બંધ થવા છતાં જ્ઞાતાને પૂર્વે જોયેલા પદાર્થોનું સ્મરણ થાય છે. તેથી સ્મરણ કરનાર જ્ઞાતા, તે જ્ઞાન કરવામાં નિમિત્ત બનેલી વસ્તુથી અતિરિક્તિ છે, તેમ ઇન્દ્રિયોદ્વારા આત્માએ પદાર્થનું જ્ઞાન કર્યું અને ઇન્દ્રિયોના વ્યાપારના અભાવમાં પણ આત્માને જ્ઞાત પદાર્થોનું સ્મરણ થાય છે. તેથી તે પદાર્થોનું જ્ઞાન કરવામાં નિમિત્ત બનેલી ઇન્દ્રિયોથી આત્મા અતિરિક્ત છે, એમ સિદ્ધ થાય છે.) વળી ઇન્દ્રિયોના અર્થો જેને ગ્રહણ કર્યા છે, તેવો વ્યક્તિ કાલાંતરે અંધ કે બધિર બનવાછતાં પણ પૂર્વે ગ્રહણ કરેલા અર્થોનું સ્મરણ કરે છે. આથી તે વ્યક્તિ ઇન્દ્રિયોથી અર્થાન્તર (બીજો સ્વતંત્રપદાર્થ) છે, તેમ સિદ્ધ થાય છે. અર્થાત્ અંધ-બધિરત્વ અવસ્થામાં પણ આત્મા પૂર્વગૃહીત ઇન્દ્રિયોના અર્થોનું સ્મરણ કરે છે. તેથી આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે. અથવા ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્મા છે. કારણ કે ઇન્દ્રિયોનો (પદાર્થોમાં) વ્યાપાર હોવા છતાં, ક્યારેક અનુપયુક્ત અવસ્થામાં વસ્તુની (પદાર્થની) ઉપલબ્ધિ થતી નથી.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy