SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ४८५ છે. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ હજાર વર્ષનું છે તથા જેમ ઇષ્ટ કે અનિષ્ટ આહારના યોગે મનુષ્યનું શરીર વૃદ્ધિ કે હાનિને પામે છે, તેમ વનસ્પતિનું શરીર પણ ઇષ્ટ કે અનિષ્ટ આહારના કારણે વૃદ્ધિ કે હાનિને પામે છે. જેમ મનુષ્યના શરીરમાં રોગના સંપર્કથી પાંડુત્વ, ઉદરવૃદ્ધિ, શૂલપણું, કુશપણું, આંગળીનાક વળી જવા કે ગળી જવાવગેરે વિકૃતિઓ દેખાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ તેવા પ્રકારનો રોગ થતાં પુષ્પ, ફુલ, પાંદડા, છાલવગેરે વિપરીત પરિણામવાળા થાય છે કે ખરી પડતાં હોય છે. તે જ રીતે જેમ મનુષ્યના શરીરમાં ઔષધના પ્રયોગથી વૃદ્ધિ-હાનિ, ઘા રૂજાઈ જવા, ભાંગેલા અવયવો સારા થઈજવાવગેરે થાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ ઓષધના પ્રયોગથી વૃદ્ધિનહાનિ વગેરે થાય છે. જેમ મનુષ્યના શરીરમાં રસાયણ, સ્નેહાદિના ઉપયોગથી વિશિષ્ટકાંતિ, રસ, બલનો ઉપચય થાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ વિશિષ્ટપ્રકારના ઇષ્ટ એવા વરસાદના પાણી વગેરેના સિંચનથી વિશિષ્ટરસ, વીર્ય અને સ્નિગ્ધતાનો ઉપચય થાય છે. જેમ સ્ત્રીના શરીરને ગર્ભાવસ્થામાં તેવા પ્રકારના દોહદ થતા હોય છે, તેને પૂરા કરતાં પુત્ર જન્મ થાય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ થતા દોહદને પૂરવાથી, તેને પુષ્પ, ફળાદિની ઉત્પત્તિ થાય છે. આમ મનુષ્યના શરીરમાં તથા સ્ત્રીના શરીરમાં થતા ફેરફારો સજીવતાના કારણે છે, તેમ વનસ્પતિના શરીરમાં થતા ફેરફારો પણ સજીવતાના કારણે જ છે તે સિદ્ધ થાય છે. तथा च प्रयोगः-वनस्पतयः सचेतना बालकुमारवृद्धावस्था १ प्रतिनियतवृद्धि २ स्वापप्रबोधस्पर्शादिहेतुकोल्लाससंकोचाश्रयोपसर्पणादिविशिष्टानेकक्रिया ३ छिन्नावयवम्लानि ४ प्रतिनियतप्रदेशाहारग्रहणं ५ वृक्षायुर्वेदाभिहितायुष्केष्टानिष्टाहारदिनिमित्तकवृद्धिहानि ६-७ आयुर्वेदोदिततत्तद्रोग ८ विशिष्टौषधप्रयोगसंपादितवृद्धिहानिक्षतभुग्नसंरोहण ९ प्रतिनियतविशिष्ट (शरीर) रसवीर्यस्निग्धत्वरूक्षत्व १० विशिष्टदौहृदा ११ दिमत्त्वान्यथानुपपत्तेः, विशिष्टस्रीशरीरवत् । अथवैते हेतवः प्रत्येकं पक्षण सह प्रयोक्तव्या अयं वा संगृहीतोक्तार्थः प्रयोगः-सचेतना वनस्पतयो, जन्मजरामरणरोगादीनां समुदितानां सद्भावात्, स्त्रीवत् । अत्र समुदितानां जन्मादीनां ग्रहणात् “जातं तद्दधि" इत्यादिव्यपदेशदर्शनादध्यादिभिरचेतनॆर्न व्यभिचारः शङ्कयः । तदेवं पृथिव्यादीनां सचेतनत्वं सिद्धम् । आप्तवचनाद्वा सर्वेषां सात्मकत्वसिद्धिः ।।
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy