SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ૪૮૩ શાસ્ત્રવચનાનુસાર પુદ્ગલની ગતિ નિયમિત હોય છે. આથી પરમાણુ વાયુની જેમ અનિયમિત ગતિવાળો ન હોવાથી વ્યભિચાર આવતો નથી. આ પ્રમાણે શસ્ત્રથી ઉપહત નહિથયેલો વાયુ સચેતન જાણવો. હવે વનસ્પતિમાં સચેતનત્વની સિદ્ધિ કરે છે. બકુલ, અશોક, ચંપા વગેરે અનેકવિધ વનસ્પતિના શરીરો જીવના વ્યાપાર વિના મનુષ્યના શરીર જેવા ધર્મને ભજનારા બનતા નથી. જેમ મનુષ્યનું શરીર બાલ, કુમાર, યુવાન, વૃદ્ધ વગેરે પરિણામોથી વિશિષ્ટ હોય છે. અર્થાત્ મનુષ્યનું શરીર બાલ, યુવાન, વૃદ્ધ અવસ્થામાં પરિણામ પામતું હોવાથી સચેતન હોય છે. અને તેમાં સ્પષ્ટ ચેતના પ્રાપ્ત થાય છે, તેમ વનસ્પતિનું શરીર પણ અવસ્થાવિશેષને પામતું હોવાથી ચેતનાવાળું જ છે. જેમકે કેતકી વૃક્ષમાં અંકુરો ફૂટવો, બાલ, યુવાન અને વૃદ્ધ અવસ્થાઓ હોય છે. આથી કેતકીવૃક્ષ મનુષ્યના શરીરની તુલ્ય હોવાથી (પુરુષનું શરીર જેમ સચેતન છે, તેમ) વનસ્પતિ પણ સચેતન છે. વળી જેમ મનુષ્યનું શરીર સતત બાલ, કુમાર, યુવાન વગેરે અવસ્થાવિશેષથી વધે છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ અંકુર, કિસલય, શાખા, પ્રશાખા વગેરે અવસ્થાવિશેષથી પ્રતિનિયત વૃદ્ધિને પામે છે તથા જેમ મનુષ્યનું શરીર જ્ઞાનથી અનુગત છે. અર્થાત્ મનુષ્યના શરીરમાં હેયોપાદેયનું પરિજ્ઞાન હોય છે, તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાન હોય છે. કારણ કે શમી, પ્રપુત્રાટ, સિદ્ધ, સરકા, સુન્દકા, બબ્બલ, અગમ્ય, આમલકી, વગેરે વનસ્પતિઓમાં નિદ્રા અને જાગવું, આ બંનેનો સદ્ભાવ છે. અર્થાત્ તે વનસ્પતિઓ સમય થતાં સૂતી અને સમય થતાં જાગતી દેખાય છે. આથી તેમનામાં પણ જ્ઞાન છે. નીચે જમીનમાં દાટેલા ધનની રાશીને કેટલીક વેલડીઓ તેના ઉપર આરોહણ કરીને પોતાનું બનાવે છે. તથા વરસાદ, વાદળાઓના અવાજ અને શિશિરઋતુના વાયુના સ્પર્શથી વડ, પિપળા અને લીંબડાના વૃક્ષોમાં અકુંશ ફુટે છે : સુંદર મત્ત પગમાં ઝાંઝર પહેર્યા છે તેવી સુકોમલ પગવાળી કામિનીના પગના તાડનથી અશોકવૃક્ષને પલ્લવ અને ફુલ ઉગે છે. અર્થાત્ તાદશકામિની અશોકવૃક્ષને લાત મારે ત્યારે અશોકવૃક્ષને નવી કૂંપણો તથા ફુલો ઉગે છે. યુવતિના આલિંગનથી પનસવૃક્ષને, સુંદરી દ્વારા સુગંધી દારૂના કોગળાના સિંચનથી બકુલવૃક્ષને, સુગંધી-નિર્મલ પાણીના સિંચનથી ચંપકવૃક્ષને, સુંદરીની કટાક્ષ નજરથી તિલકવૃક્ષને, પંચમસ્વરના ઉદ્ગારથી શિરીષ અને વિરહકવૃક્ષને પુષ્પો ઉગે છે. પદ્માદિકમળો સવારમાં વિકસે છે - ખીલે છે. ઘોષાતકીવગેરે પુષ્પો સંધ્યાકાળે વિકસે છે – ખીલે છે. કુમુદાદિ ચંદ્રના ઉદયમાં વિકસે છે – ખીલે છે. મેઘ વરસતે છતે સમીવૃક્ષના પાંદડા
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy