SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन पर्वतनितम्बस्य निकटे वृक्षादीनामघस्ताञ्च य उष्मा संवेद्यते, सोऽपि मनुष्यवपुरुष्मवज्जीवहेतुरेवावगन्तव्यः । एवं ग्रीष्मकाले बाह्यतापेन तैजसशरीररूपाग्नेर्मन्दीभवनात् जलादिषु यः शीतलस्पर्शः, सोऽपि मानुषशरीरशीतलस्पर्शवज्जीवहेतुकोऽभ्युपगमनीयः, तत एवंविधलक्षणभाक्त्वाज्जीवा भवन्त्यप्कायाः ।।२।। ટીકાનો ભાવાનુવાદ: શંકા પૃથ્વી ભલે સજીવ હોય, પરંતુ “અપ્લાય (જલ) જીવ નથી. કારણકે તેમાં જીવનાં લક્ષણનો અયોગ છે. જેમ પેશાબ વગેરે.” સમાધાન : તમારો હેત વ્યભિચારી છે. કારણ કે જેમ હાથીનું શરીર હાથિણીના ગર્ભમાં કલલ=પાણી જેવી પ્રવાહિ અવસ્થામાં હોવા છતાં પણ સચેતન હોય છે. તે પ્રમાણે અષ્કાયપણ સચેતન છે. અથવા જેમ ઇંડામાં પક્ષીનું શરીર રસ (પ્રવાહિ) સ્વરૂપે હોય છે, તે સમયે પક્ષીના હાથ, પગ, ચાંચ વગેરે કોઈપણ અવયવ પ્રગટ થયેલા નથી. છતાં પણ ચેતનાવાળું હોય છે. આ રીતે પાણી પણ ઇંડામાં રહેનારા પ્રવાહિની જેમ સચેતન જ છે. અનુમાનપ્રયોગ: “પાણી સચેતન છે. કારણ કે શસ્ત્રથી ઉપહત થયાવિનાનું દ્રવ (પ્રવાહિ છે.) જેમકે હાથીના શરીરના ઉપાદાનભૂત કલલ.” ઉપરોક્ત તમારા અનુમાનમાં “પ્રસવણાદિ જે હેત આપ્યો હતો, તેની “સ્ત્રીનુપદતત્વે સતિ' વિશેષણથી વ્યાવૃત્તિ થાય છે. કારણ કે મૂત્ર આદિ વહેવાવાળા પદાર્થો મૂત્રાશય વગેરેથી ઉપહત થાય છે. આથી તે પ્રવાહી હોવા છતાં પણ સજીવ નથી. તથા “પાણી સચેતન છે. કારણ કે શસ્ત્રથી અનુપહિતપ્રવાહી છે. જેમકે ઇંડાની મધ્યમાં રહેલ કલલ. અથવા પૂર્વની જેમ પાણીને જીવના શરીરતરીકે સિદ્ધ કરતાં તે સ્વયંમેવ સચેતન સિદ્ધ થાય છે.” “કોઈ-કોઈ બરફ વગેરે સચેતન છે. કારણ કે અખાય છે. જેમ અન્ય પાણી.” તથા “કોઈ-કોઈ (જમીનમાંથી નીકળતું) પાણી સચેતન છે. કારણ કે જમીનને ખોદવાથી સ્વભાવિક નીકળેલું છે. જેમકે. જમીન ખોદવાથી નીકળતો દેડકો.” વાદળાઓમાંથી વરસતું પાણી સચેતન છે. કારણ કે વાદળો મળી જવાથી સ્વતઃ તૈયાર થઈને વરસે છે. જેમકે વાદળાઓમાંથી વરસતી માછલીઓ.” શીતઋતુમાં ખૂબ ઠંડી પડે ત્યારે થોડાપાણીવાળા ખાબોચીયામાં થોડી ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેનાથી વધુ પાણીવાળા તળાવ વગેરેમાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તેનાથી પણ વધુ
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy