SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ षड्दर्शन समुञ्चय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन द्रव्यशरीरत्वाभ्युपगमात् । जीवसहितत्वासहितत्वं च विशेषः । अशस्त्रोपहतं पृथिव्यादिकं कदाचित्सचेतनं संघातत्वात्, पाणिपादसंघातवत् । तदेव कदाचिकिचिदचेतनमपि शस्त्रोपहतत्वात्, पाण्यादिवदेव, न चात्यन्तं तदचित्तमेवेति ।।१।। ટીકાનો ભાવાનુવાદ: શંકા : વિદ્યુમ, પાષાણાદિ પૃથ્વી કઠીન યુગલસ્વરૂપ હોવાથી કેવી રીતે તેમાં સચેનત્વ હોઈ શકે ? સમાધાન : કઠીન હોવા માત્રથી અચેતન માનવું ઉચિત નથી, કારણકે જીવિતશરીરમાં રહેલા હાડકાઓ સચેતન અને કઠીન હોય છે. આ રીતે જીવિતપૃથ્વીનું શરીર કઠીન હોવા છતાં પણ સચેતન હોવામાં કોઈ બાધ નથી. અથવા “પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવના શરીરો છે. કારણકે તે છેદ્ય, ભેદ્ય, ઉલ્લેપ્ય, ભોગ્ય, ઘેય, રસનીય, સ્પૃશ્ય દ્રવ્ય છે. જેમકે (ગાયના) શીંગડા, ગોદડી વગેરેનો સમુહ.” પૃથ્વી વગેરેમાં સ્પષ્ટતયા દેખાતા છેદ્યતાદિ ધર્મોને છૂપાવવા શક્ય નથી. આનાથી પૃથ્વી વગેરે સચેતન સિદ્ધ થાય છે. તથા “પૃથ્વી આદિને જીવના શરીર માનવા અનિષ્ટ નથી, કારણ કે જગતના સર્વપુદ્ગલ દ્રવ્યો દ્રવ્યશરીર તરીકે સ્વીકારાયેલા છે.” માત્ર વિશેષ એટલું જ છે કે કોઈ પુદ્ગલ જીવસહિત થઈને સજીવસ્વરૂપ હોય છે. તો કોઈ પુદ્ગલ જીવરહિત હોવાથી અજીવસ્વરૂપ હોય છે, આ વાતને સિદ્ધ કરતા બે અનુમાનો આ પ્રમાણે છે, “શસ્ત્રથી ઉપહત ન થયેલી (ખાણની) પૃથ્વી વગેરે સચેતન છે, કારણ કે તે વૃદ્ધિ પામતી શિલાઓનો સમુદાય છે. જેમ હાથ-પગ આદિનો સમુદાય.” આ અનુમાનથી શસ્ત્રથી ઉપહત ન થયેલું જીવસહિતનું પુદ્ગલ સજીવ સિદ્ધ થાય છે. તથા “તે જ ખાણની પૃથ્વી ક્યારેક અચેતન પણ હોય છે. કારણ કે શસ્ત્રથી ઉપહત થયેલી છે. જેમકે કપાઈ ગયેલો હાથ વગેરે.” આ અનુમાનથી શસ્ત્રથી ઉપહત થયેલું જીવવિનાનું પુદ્ગલ દ્રવ્ય નિર્જીવ સિદ્ધ થાય છે. વળી પૃથ્વીને સર્વથાઅચિત્ત કહી શકાય તેમ નથી તથા જે પૃથ્વી વધતી નથી તે અચિત્ત છે, એમ પણ ન કહેવું. આમ કોઈ પૃથ્વી સચેતન હોય છે, તો કોઈ પૃથ્વી અચેતન હોય છે. આ રીતે પૃથ્વીમાં જીવત્વની સિદ્ધિ થઈ.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy