SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દર્શન સમુØય માળ - શ્, ોશ – શ્ प्रमाणाभावात् । न चाप्रमाणकं वयं प्रतिपत्तुं क्षमाः । मा प्रापदतिप्रसङ्गः । अन्यच मायाविनः स्वयमसर्वज्ञा अपि जगति स्वस्य सर्वज्ञभावं प्रचिकटयिषवस्तथाविधेन्द्रजालवशाद्दर्शयन्ति देवानितस्ततः सञ्चरतः स्वस्य पूजादिकं कुर्वतः, ततो देवागमदर्शनादपि कथं तस्य सर्वज्ञत्वनिश्चयः । तथा चाह जैन एव स्तुतिकारः समन्तभद्रः २७ “देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् || 9 ||” [આપ્તમી૦ ૧/૧] ટીકાનો ભાવાનુવાદ : તથા કુત્સિતજ્ઞાન અર્થાત્ અજ્ઞાન જેઓને છે તે અજ્ઞાનિકો. અહીં ‘શ્રુત્સિત જ્ઞાનં અજ્ઞાનમ્ ષામ્ અસ્તિ' આ વ્યુત્પત્તિમાં મત્વર્થીય ‘રૂ’ પ્રત્યય લાગીને અજ્ઞાનિક બનેલ છે. (ટુંકમાં જેઓને અજ્ઞાન છે તે અજ્ઞાનિકો.) અથવા અજ્ઞાનવડે જેઓ વર્તે છે તે અજ્ઞાનિકો. જ્ઞાન હોય તો (તે અધુરું હોય તો વિરુદ્ધપ્રરૂપણાદિ) અસત્ ચિંતન થવાનો સંભવ છે. તેનાથી કર્મબંધ-વિપરીતફલ વગેરે થાય છે. (આથી અજ્ઞાન સારું. આવું) સ્વીકારનારા શાકલ્પ, સાત્યમુગ્નિ, મૌદ, પિપ્પલાદ,બાદરાયળ,જૈમિની, વસુ વગેરે (૫)અજ્ઞાનિકો છે. તેઓ કહે છે કે જ્ઞાન શ્રેયસ્કર નથી. કારણકે જ્ઞાન હોતે છતે વિરૂદ્ધપ્રરૂપણા થવાનો સંભવ છે. તેનાથી વિવાદ થાય છે. વિવાદના યોગથી ચિત્તની કલુષિતતાઆદિ થાય છે. તેનાથી દીર્ઘતરસંસારમાં ૨ખડવાની પ્રવૃત્તિ થાય છે. (પરંતુ) જ્યારે અજ્ઞાનનો આશ્રય કરાય છે, ત્યારે અહંકારનો સંભવ નથી, બીજાના ઉપર ચિત્ત કલુષિત થતું નથી. તેથી કર્મબંધ પણ થતો નથી. વળી જે વિચારીને કરાય તે કર્મબંધ દારૂણ વિપાકવાળો હોય છે. કર્મબંધ દારૂણવિપાકવાળો હોવાથી જ અવશ્ય વેદવો (સહેવો) પડે છે. કારણ કે તે તીવ્રઅધ્યવસાયથી ઉત્પન્ન થયેલો છે. વળી જે મનોવ્યાપારવિના કાયા-વચનની પ્રવૃત્તિમાત્રથી (કર્મબંધ) કરાય છે, તેમાં મનનો નિવેશ ન હોવાથી તે કર્મબંધ અવશ્ય વેદ્ય પણ હોતો નથી અને તેનો વિપાક દારૂણ પણ હોતો નથી. તે કર્મબંધ અતિશુષ્ક ચૂનાથી ધોળેલ ભીંતઉપર લાગેલ ધૂળના મલની જેમ સ્વત: જ શુભ અધ્યવસાયરૂપીપવનથી ક્ષોભ પામેલો નાશ પામે છે. પ્રવૃત્તિમાં મનના નિવેશનો અભાવ અજ્ઞાનના સ્વીકારમાં થાય છે. અર્થાત્ અજ્ઞાનનો સ્વીકાર (५) शाकल्यवाल्कलकुथुमिसात्यमुग्रिनारायणकण्ठमाध्यन्दिनमौदपैप्पलादबादरायणाम्बष्टीकृदौरिकायनवसुजैमिन्यादीनामज्ञानઘુદષ્ટીનાં સાર્વાદઃ ।। ।। રાજવાર્તિક પૃ. ૪૧ ॥
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy