SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ संक्षेपेण समासेन निगद्यतेऽभिधीयते । मयेत्यनुक्तमप्यत्रार्थाद् गम्यते । एतेन साक्षादभिधेयमभ्यधात् । संबन्धप्रयोजने तु सामर्थ्यादवसेये । सर्वदर्शनवक्तव्यदेवतत्त्वादिज्ञानमुपेयं, इदं शास्त्रं तस्योपायः, एवमुपायोपेयलक्षणः संबन्धः सूचितो द्रष्टव्यः । प्रयोजनं तु द्वेधा कर्तुः श्रोतुश्च । द्वयमपि द्वेधा, अनन्तरं परंपरं च । कर्तुरनन्तरं प्रयोजनं सत्त्वानुग्रहः । श्रोतुरनन्तरं सर्वदर्शनाभिमतदेवतत्त्वप्रमाणा दिज्ञानम् । द्वयोरपि परंपरं पुनर्हेयोपादेयदर्शनानि ज्ञात्वा हेयान्यपहायोपादेयं चोपादाय परंपरयानन्तचतुष्टयात्मिका सिद्धिरिति । ટીકાનો ભાવાનુવાદ: આ પ્રમાણે ચાર અતિશયોથી શ્રેષ્ઠ (=શોભતા), બીજું નામ જેનું વર્ધમાનસ્વામી છે એવા વર્તમાન તીર્થાધિપતિ શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને.. (અર્થાતુ) મનથી ભગવાનના અતિશયોના ચિંતનવડે, વાણીથી તેના ઉચ્ચારણવડે અને કાયાથી ભૂમિ ઉપર મસ્તક લગાડવાપૂર્વક પ્રણિધાનકરીને... (સર્વદર્શનના વાચ્યાર્થને સંક્ષેપથી કહેવાય છે – આ રીતે અન્વય કરવો.) આના દ્વારા પ્રથમમંગલ કહેવાયું. મધ્યમમંગલ ગ્રંથની મધ્યમાં ચોથાઅધિકારમાં ગાથા૪૫માં “જિનેન્દ્રો હેવત તત્ર રાકેપવર્ધાતઇત્યાદિ પદદ્વારા જિનમતની સ્તવના કરવાવડે કહેવાશે. અંતિમમંગલ ગ્રંથની અંતમાં ગાથા ૮૭માં “મધેયતત્પર્યાર્થ: પ્રત્રોચ્ચ: સુવૃદ્ધિમિ.” એ પ્રમાણે સુવૃદ્ધિ' શબ્દને કહેવા દ્વારા કહેવાશે. તે ત્રણ પ્રકારનું મંગલનું ફલ (વિશેષાવશ્યકભાષ્યમાં) આ પ્રમાણે કહ્યું છે “તે મંગલને શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં (ગ્રંથકારશ્રી કરતા હોય છે. તેમાં) પ્રથમમંગલ શાસ્ત્રની નિર્વિઘ્ન સમાપ્તિકરવા (પાર પામવા) બતાવેલું છે. તે શાસ્ત્રોના (પદાર્થોને) સ્થિર કરવા મધ્યમમંગલ અને તે શાસ્ત્રોક્ત ભાવોની શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં અવિચ્છિન્નપણે પરંપરા ચાલે તે નિમિત્તે અંતિમમંગલ. વીર નત્વા' માં રહેલ ‘વકૃત્વા' પ્રત્યય ઉત્તરક્રિયાને સાપેક્ષ હોવાથી ઉત્તરક્રિયાપદ ‘નિદ્યતે” સાથે સંબંધ કરવો જોઈએ. શ્રી વીરપરમાત્માને નમસ્કાર કરીને શું કહેવાય છે ? (આવી અપેક્ષામાં ઉત્તરક્રિયા બતાવવી જોઈએ - તે હવે બતાવે છે–) મૂલભેદની અપેક્ષાએ રહેલા સમસ્ત જે બૌદ્ધાદિ દર્શનો છે – તે દર્શનો દ્વારા કહેવાયેલો અથવા તે દર્શનોનો દેવ, તત્ત્વ અને પ્રમાણાદિસ્વરૂપ વાચ્યાર્થ=અભિધેયાર્થ મારાવડે સંક્ષેપથી કહેવાય છે. અહીં
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy