SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વર્શન સમુશ્ચય માળ - ૧, સ્હેજ – શ્ (હવે ‘સદ્દર્શન’ પદની બીજીરીતે વ્યુત્પત્તિ કરીને પૂજાતિશય પ્રગટ કરે છે.) સદ્ એટલે પૂજાયેલ. અર્થાત્ સઘળાયે નરેન્દ્રો, અસુરેન્દ્રો અને ઇન્દ્રોવડે પૂજાયેલું છે દર્શન (=જૈનદર્શન) જેનું તે સદર્શન. ૪ આ વ્યત્ત્પિત્તિથી તેમના (ભગવાનના) દર્શનની ત્રિભુવનપૂજ્યતાને કહેતાં ત્રિભુવનસ્વામી શ્રીવર્ધમાન સ્વામીની ત્રિભુવનપૂજ્યતાને સુતરાં પ્રગટ કરે છે. (અર્થાત્ જેનું દર્શન લોકો માટે પૂજનીય હોય, તે તો પૂજનીય હોય જ, તે સમજી શકાય છે.) આ રીતે (ભગવાનનો) પૂજાતિશય પ્રગટ કર્યો. (‘ખિનં’ પદ દ્વારા ભગવાનનો અપાયાપગમાતિશય સૂચવ્યો છે.) રાગદ્વેષાદિ શત્રુઓનો જીતે છે તે જિન. (તે જિનને નમસ્કાર કરીને. એ પ્રમાણે ‘નત્વા’ સાથે અન્વય કરવો.) આ વિશેષણદ્વારા ‘અપાયાપગમ’ અતિશય સૂચવ્યો છે. સ્યાત્ કે ચિત્ પદસહિત બોલવું તે સ્યાદ્વાદ. અર્થાત્ સર્વદર્શનને સંમતવસ્તુના સદ્ભૂત અંશોનું ૫૨સ્પ૨સાપેક્ષપણે કથનકરવું તે સ્યાદ્વાદ. આ રીતે સત્-અસત્, નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, અભિલાપ્ય-અનભિલાપ્ય ઇત્યાદિ ઉભયાત્મકધર્મોને સાપેક્ષપણે ‘સ્વાત્’ પદથી લાંછિત કરીને બોલવું તે સ્યાદ્વાદ=અનેકાંત કહેવાય છે. (કહેવાનો આશય એ છે કે દરેક પદાર્થો અનંતધર્માત્મક હોય છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વપદાર્થો નિત્ય છે અને પર્યાયાર્થિક્મયની અપેક્ષાએ અનિત્ય છે . તેથી ‘સ્વાત્’ પદથી લાંછિત કરીને ‘સર્વે માવા વિત્ નિત્ય: સ્વાત્ ચિત્ અનિત્ય: ચાત્' આવું કથનકરવું તે અનેકાંતતાને સૂચવે છે.) શંકા : પરસ્પરવિરુદ્ધ પ્રરૂપણાકરતા સર્વદર્શનોના (પોત-પોતાને) ઇચ્છિતવસ્તુના અંશો સદ્ભૂત(યથાર્થ) કેવીરીતે સંભવે ? કે જેથી તે પદાર્થોનું સાપેક્ષપણે સ્યાદ્વાદ્=સત્પ્રવાદ=સત્કથન કરી શકાય ? સમાધાન : જોકે સર્વદર્શનો પોતપોતાના મતની ભિન્નતાથી પરસ્પરવિરોધી છે, તો પણ તેઓ વડે કહેવાયેલા તે તે વસ્તુના જે (અંશો) સાપેક્ષહોય તે (અંશો) યથાર્થતાને પામે છે. જેમકે બૌદ્ધો સર્વવસ્તુઓને અનિત્ય માને છે, સાંખ્યદર્શનવાળા આત્માને ફૂટસ્થનિત્ય માને છે, નૈયાયિકો અને વૈશેષિકો નિત્ય-અનિત્ય, સત્-અસત્ તથા સમાન્ય-વિશેષને પરસ્પર સર્વથા ભિન્ન માને છે. મીમાંસકો વસ્તુને ભિન્ન-અભિન્ન, નિત્ય-અનિત્ય, સત્-અસત્, સામાન્ય-વિશેષ સ્વરૂપ માનીને પણ (કથન કરતાં) ‘સ્વાત્' પદનો પ્રયોગ કરતા નથી અને શબ્દને સર્વથાનિત્ય માને છે. કેટલાક કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરુષાર્થ આદિને જગતના કારણ માને છે. શબ્દઅદ્વૈતવાદિ જગતને શબ્દમય, બ્રહ્મ-અદ્વૈતવાદિ જગતને બ્રહ્મમય અને જ્ઞાન-અદ્વૈતવાદિ જગતને
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy