SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग- १, परिशिष्ट - १, वेदांत मत ३३३ ઉત્કૃષ્ટોપાધિરૂપ ચૈતન્યને ઈશ્વર કહેવાય છે. તે બધાં જ કાર્યોનું કારણ છે, માટે તેને કારણે શરીર કહેવાય છે. સાત્ત્વિક હોવાથી આનંદમયકોષ કહેવાય છે. સમષ્ટિમાં બધાં જ કાર્યોનો ઉપરમ થાય છે. તેથી “સુષુપ્તિ' કહેવાય છે. વ્યષ્ટિ અજ્ઞાનની નિકૃષ્ટ ઉપાધિ છે. તેમાં રજસુ અને તમસુથી અભિભૂત-મલિન સત્ત્વની પ્રધાનતા હોય છે. આ ઉપાધિયુક્ત ચૈતન્ય પ્રાજ્ઞ કહેવાય છે. પ્ર=પ્રકૃષ્ટ અજ્ઞ=અજ્ઞાની. અલ્પજ્ઞ અને અનીશ્વર. આ ઉપાધિ પણ કારણ શરીર - આનંદમય કોષ અને સુષુપ્તિ સ્વરૂપ છે. અજ્ઞાનની બે શક્તિ છે. આવરણ અને વિક્ષેપ. આવરણ શક્તિ એટલે વસ્તુના મૂળ સ્વરૂપને ઢાંકી દેવાની શક્તિ અને વિક્ષેપ શક્તિ એટલે એક વસ્તુ પર અન્ય વસ્તુનો આરોપ કરવાની શક્તિ . આવરણ શક્તિને કારણે કર્તુત્વ-ભોસ્તૃત્વ-સુખ-દુઃખાદિ ભાવોનો અનુભવ થાય છે. | વિક્ષેપશક્તિ પ્રપંચને ઉત્પન્ન કરે છે. તે તમઃપ્રધાન હોય છે. તમઃ સહિત અજ્ઞાનોપહિત ચૈતન્ય આકાશની ઉત્પત્તિનું કારણ બને છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. તેમાં સત્ત્વ, રજસુ, તમસૂ પ્રગટે છે. આ પાંચ ભૂતોને ‘તન્માત્ર' કહે છે. તેમાંથી જ સૂક્ષ્મ શરીર અને સ્કૂલ શરીરની ઉત્પત્તિ થાય છે. ભૂતોત્પત્તિની ‘પંચીકરણ' પ્રક્રિયા વેદાંતમાં વિસ્તારથી જોવા મળે છે. સૂક્ષ્મ શરીરના સત્તર અવયવો છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને મન, પાંચ કર્મેન્દ્રિય અને પાંચ વાયુ. જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ અંતઃકરણ છે અને અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્યને વ્યાવહારિક જીવ કહેવાય છે. જે ઈહલોક-પરલોકમાં ગમન કરે છે. જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિ વિજ્ઞાનમય કોષ' બને છે. જ્ઞાનેન્દ્રિય સહિત મન મનોમયકોષ' બને છે. પાંચ વાયુ (પ્રાણ, ઉદાન, અપાન, સમાન, વ્યાન) કર્મેન્દ્રિય સાથે મળીને પ્રાણમય કોષ બને છે. વિજ્ઞાનમયકોષમનોમયકોષ+પ્રાણમયકોષ આ ત્રણે કોષ મળીને સૂક્ષ્મ શરીર બને છે. તેમાંથી સ્થૂલ શરીરની ઉત્પત્તિ થાય છે. વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય જ્યારે સ્કૂલ શરીરાદિમાં પ્રવેશે ત્યારે “વિશ્વ બને છે. આ સમગ્ર વિશ્વ વસ્તુતઃ આત્મસ્વરૂપ નથી. પણ અધ્યારોપને કારણે આત્મરૂપ ભાસે છે. આ અધ્યારોપની નિવૃત્તિ માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધ્યનુષ્ઠાન અપેક્ષિત છે. સાધન ચતુષ્ટય સંપન્ન પ્રમાતા બ્રહ્મવિદ્ ગુરુ પાસે નિરંતર શ્રવણાદિનું અનુષ્ઠાન કરે તો
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy