SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૦ षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - १, वेदांत मत - પરિશિષ્ટ - ૧ / વેદાંત-મત) लोकायत मतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः । वेदान्तिनां मतस्यासौ कथ्यमानो निशम्यताम् ।।१।। આ પ્રમાણે લોકાયત મતનો સંક્ષેપ કહ્યો. હવે વેદાંતીઓના મતનો સંક્ષેપ કહેવામાં આવે છે. वेदान्तिनः पुनः प्राहुरद्वैतमतवादिनः । ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ।।२।। અદ્વૈત મતને માનનારા વેદાંતીઓ એમ કહે છે કે બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મસ્વરૂપ જ છે. બ્રહ્મથી જુદો નથી. अनिर्वाच्या हि मायात्र या विवर्तविधायिनी । विक्षेपावारशक्तिभ्यां सहिताध्यासकारणम् ।।३।। વેદાંત-મતમાં અનિર્વચનીય સ્વરૂપા માયા ‘વિવર્તીનું કારણ માનવામાં આવી છે અને તે માયા વિપશક્તિ અને આવરણ શક્તિથી યુક્ત છે. તેથી જ વૈતનો અધ્યાસ (=ભ્રમ) ઉત્પન્ન કરે છે. आवारशक्तिर्मायायाः प्रोक्ता कर्तृत्वकारणम् । शक्तिर्विक्षेपरूपा च प्रपञ्चजननी मता ।।४।। માયાની આવરણ શક્તિ કર્તૃત્વ-ભોસ્તૃત્વ-સુખ-દુઃખાદિનો અધ્યાસ ઉત્પન્ન કરે છે અને વિક્ષેપ શક્તિ આ દશ્યમાન પ્રપંચનું કારણ બને છે. सर्वसत्त्वानुस्यूतं च ब्रह्मवैकं च निर्गुणम् । सदाशुद्धं स्वतःसिद्धं तद्भिन्नं विद्यते न सत् ।।५।। દરેકે દરેક પ્રાણીમાં અનુસૂત (પરોવાયેલ = જોડાયેલ) “બ્રહ્મ' તત્ત્વ જ સત્ છે. તે ત્રિગુણાતીત છે. સદાને માટે શુદ્ધ છે અને સ્વયં સિદ્ધ છે. તેનાથી ભિન્ન કોઈ સહુ પદાર્થ નથી. श्रवणान्मननाञ्चैव निदिध्यासान्निरंतरम् । समाधेरप्यनुष्ठानात् प्राप्यते ब्रह्म निश्चयम् ।।६।। શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધિના અનવરત અનુષ્ઠાનથી આત્માના બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, તેમાં કોઈ શંકા નથી.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy