SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुयय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन ३२३ થાય છે. પુરુષ તત્ત્વને નહિ જાણતો, સાંસારિક સુખોની ઇચ્છાથી ઉપહત થયેલા મનવાળો ઇષ્ટાપૂર્ત કર્મો કરે છે. તે દાક્ષિણબંધથી બંધાય છે. કહ્યું છે કે... જે મૂઢ માણસ ઇષ્ટાપૂર્તકર્મને જ શ્રેષ્ઠ માની, અન્ય કલ્યાણકારીકાર્ય નહિ કરતો, ઇષ્ટાપૂર્તકર્મથી પ્રાપ્ત થયેલા સુકૃતથી દેવલોકમાં જાય છે, પરંતુ પછીથી મનુષ્યલોકમાં કે તેનાથી હીન તિર્યંચલોકમાં જન્મ લે છે.” બંધથી પરલોકમાં જન્મ લેવો, ઇત્યાદિ જન્મ-મરણાદિરૂપ સંસાર પરિભ્રમણ ચાલે છે. સાંખ્યમતમાં જે પ્રકૃતિ કે વિકૃતિસ્વરૂપ નથી તે પુરુષનો બંધ, મોક્ષ કે સંસાર માન્યો નથી. પરંતુ બંધ, મોક્ષ અને સંસાર પ્રકૃતિના જ માન્યા છે. સાંખ્યોએ કહ્યું છે કે “તેથી કોઈ પુરુષ બંધાતો નથી, મુક્ત થતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી. પરંતુ બહુસ્વરૂપવાળી પ્રકૃતિ બંધાય છે, મુક્ત થાય છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે” આટલું ચોક્કસ છે કે પ્રકૃતિના બંધ, મોક્ષ અને સંસારનો પુરુષમાં ઉપચાર કરાય છે. જેમ સૈનિકોનો જય-પરાજય સ્વામિનો જય-પરાજય કહેવાય છે. કારણકે તેના ફળભૂત ધનાદિની પ્રાપ્તિ સ્વામીને થાય છે. તેમ ભોગ-અપવર્ગ પ્રકૃતિના હોવા છતાં પણ વિવેકના અભાવથી પુરુષમાં ભોગ-અપવર્ગનો ઉપચાર થાય છે. અર્થાત્ ભોગ-અપવર્ગ પ્રકૃતિગત હોવા છતાં ભેદજ્ઞાન ન હોવાથી ભોક્તા પુરુષ-ભોક્તા કહેવાય છે. તેના કારણે પુરુષમાં સંસારી અને મુક્તનો વ્યપદેશ થાય છે. अत्र प्रमाणस्य सामान्यलक्षणमुच्यते- अर्थोपलब्धिहेतुः प्रमाणं' इति । अथोत्तरार्धे मानत्रितयं च-प्रमाणत्रितयं च, अत्र-सांख्यमते । किं तदित्याह-प्रत्यक्ष-प्रतीतं, लैङ्गअनुमानं, शाब्दं-चागमः । चकारोऽत्रापि संबन्धनीयः । तत्र प्रत्यक्षलक्षणमाख्यायते'श्रोत्रादिवृत्तिरविकल्पिका प्रत्यक्षं' इति । श्रोत्रं त्वक् चक्षुषी जिह्वा नासिका चैति पञ्चमी' इति । श्रोत्रादीनीन्द्रियाणि, तेषां वृत्तिर्वर्तनं परिणाम इति यावत्, इन्द्रियाण्येव विषयाकारपरिणतानि प्रत्यक्षमिति हि तेषां सिद्धान्तः । अविकल्पिका नामजात्यादिकल्पनारहिता शाक्यमताध्यक्षवद्व्याख्येयेति । ईश्वरकृष्णस्तु “प्रतिनियताध्यवसायः श्रोत्रादिसमुत्थोऽध्यक्षम्” [ ] इति प्राह । अनुमानस्य त्चिदं लक्षणम् - A "इन्द्रियप्रणालिकया चित्तस्य बाह्यवस्तूपरागात् तद्विपया सामान्यविशेषात्मनोऽर्थस्य विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षम" ।। यो. सू. व्यास भा० पृ० २७ ।। “कापिलास्तु श्रोत्रादिवृत्तेः प्रत्यक्षत्वमिच्छति" ।। प्रमाणसमु० पृ. ६४ ।। ।न्याय वा० पृ० ४३ ।। "वार्पगण्यस्यापि लक्षणमयुक्तमित्याह - श्रोत्रादिवृत्तिरिति ।।" न्यायवा० ता० टी पृ १५५ ।। न्यायमं० पृ १०० ।। तत्वोप०६१ ।। B આ વર્ણન સાંખ્ય કાવ્ય - ૫ તથા માઠર વૃત્તિ પૃ. ૧૩ ઉપર જોવા મળે છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy