SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन कारायां बुद्धौ संक्रान्तानां सुखदुःखादीनां पुरुषः स्वात्मनि निर्मले प्रतिबिम्बोदयमात्रेण भोक्ता व्यपदिश्यते, बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयत इति वचनात् । यथा जपाकुसुमादिसन्निधानवशात्स्फटिके रक्ततादि व्यपदिश्यते, तथा प्रकृत्युपधानवत्त्वात्सुखदुःखाद्यात्मकानामर्थानां पुरुषस्य भोजकत्वं युक्तमेव व्यपदिश्यते । वादमहार्णवोऽप्याह“बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति, तदेव भोक्तृत्वमस्य, न त्वात्मनो विकारापत्तिरिति” ३१७ ટીકાનો ભાવાનુવાદ : અવ્યક્તપ્રકૃતિ વ્યક્તથી વિપરીત છે. અવ્યક્તમાં વિપરીતતા આ પ્રમાણે છે - (૧) પ્રધાન (અવ્યક્ત) કોઈનાથી ઉત્પન્ન થતું નથી, તેથી તેનું કોઈ કારણ નથી. આથી તે અહેતુમતુ છે. (૨) પ્રધાન અનાદિ હોવાથી નિત્ય છે. (૩) પ્રધાન સર્વત્ર વિસ્તરેલું હોવાથી વ્યાપી છે. (૪) પ્રધાન નિષ્ક્રિય છે, કારણકે સર્વવ્યાપી હોવાથી તેમાં ક્રિયા સંભવી શકે નહિ. જોકે તેમાં પરિણામરૂપી ક્રિયા થાય છે, પરંતુ ગતિ નથી. (૫) પ્રધાન (અવ્યક્ત) એક જ છે; કારણકે અનેકવ્યક્તનું તે એકમાત્ર કારણ છે. (૬) અવ્યક્ત અનાશ્રિત છે, કારણકે એ કોઈનું કાર્ય નથી. (૭) અવ્યક્ત અલિંગ છે. કારણકે પ્રલયકાળે કોઈનામાં લય પામતું નથી. (૮) અવ્યક્ત અનવયવ છે, કારણકે તેમાં શબ્દ વગેરે અવયવો સ્કૂલરૂપે રહેતા નથી અથવા તો તે કૃતક નથી – ઉત્પન્ન થયેલ નથી. (૯) અવ્યક્ત સ્વતંત્ર છે. કારણકે કોઈને આધીન નથી. પ્રધાન દેવલોક, પૃથ્વીલોક અને અંતરિક્ષ સર્વત્રવ્યાપીને રહે છે. આથી પ્રધાન વ્યાપી છે. આમ તે પ્રમાણે પ્રધાન (અવ્યક્ત) વ્યાપક હોવાના કારણે (તેની) સંચરણરૂપ ક્રિયાનો અભાવ છે. તેથી અવ્યક્તને નિષ્ક્રિય જાણવું. આ પ્રમાણે માત્ર આ વિષયમાં દિશાસૂચન કરેલું જાણવું. આ (ઉપરોક્ત) નવદ્વારોની વિશેષવ્યાખ્યા સાંખ્યશાસ્ત્ર સાંખ્યસપ્તતિમાંથી જાણી લેવી. હવે પચ્ચીસમા પુરુષતત્ત્વને કહે છે - ‘અન્યત્ત્વŕ’-ચોવીસ તત્ત્વરૂપ પ્રકૃતિથી ભિન્ન, અકર્તા, વિગુણ, ભોક્તા અને નિત્યજ્ઞાનવાળું પુરુષતત્ત્વ છે. ત્યાં આત્મા=પુરુષ વિષયસુખોને અને વિષયસુખોના કા૨ણ એવા પુછ્યાદિકર્મોને કરતો નથી, માટે અકર્તા છે. કારણકે આત્મામાં તણખલા માત્રને તોડવાનું સામર્થ્ય નથી. પરંતુ પ્રકૃતિ જ કર્તા છે. કારણકે પ્રકૃતિ પ્રવૃત્તિના સ્વભાવવાળી છે. આત્મા સત્ત્વાદિ ત્રણગુણથી રહિત હોવાથી વિગુણ છે. સત્ત્વાદિ ત્રણગુણો પ્રકૃતિના ધર્મો છે અને આત્મામાં સત્ત્વાદિ ત્રણ ગુણોનો અભાવ છે. તેથી આત્મા વિગુણ છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy