SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुशय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन २८९ કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે થાય છે તેનો વિચાર કરીએ તો જણાઈ આવશે કે કારણમાં નિહિત સુગુપ્તશક્તિ જ કારણને કાર્યમાં પરિવર્તિત કરે છે. એથી એમ પણ સમજી શકાશે કે પ્રત્યેકકાર્ય તેના યોગ્ય એવા કારણમાંથી જ ઉત્પન્ન થાય છે. તેલ તેલીબીયાંમાંથી જ નીપજે-રેતીમાંથી નહીં. આ રીતે ત્રિગુણાત્મક મહદ્ વગેરે સત્વ-રજજુ અને તમોરૂપ પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ કરી શકાય છે અને એ રીતે પ્રકૃતિ એ જ કારણ છે તેમ સિદ્ધ થઈ શકે. એવી શંકા કરવામાં આવે કે આ અવ્યક્તપ્રકૃતિનું પણ કોઈ કારણ કેમ ન હોઈ શકે?તે પણ કોઈ અન્ય શક્તિનું પરિણામ હોય તો ? તેનો જવાબ વાચસ્પતિ આપે છે કે પ્રકૃતિ પણ કોઈ શક્તિનું પરિણામ હોય એવું કોઈ પ્રમાણ નથી. અવ્યક્તપ્રકૃતિની શક્તિથી જ કાર્ય પ્રવૃત્ત થાય છે. અવ્યક્ત માટે પણ અન્યશક્તિની કલ્પના કરવાની જરૂર નથી. તેમજ અવ્યક્તનું વ્યક્તિમાં પરિણમન થવાથી અવ્યક્તના પોતાના સ્વરૂપને બાધ આવશે. એમ પણ માનવું જરૂરી નથી. દીપકના પ્રકાશે અન્યપદાર્થો પ્રકાશિત થાય છે. પરંતુ તેથી દીપકને પણ અન્યદીપકના પ્રકાશની જરૂર છે એમ કોઈ માનતું નથી. (૪) જાર્યકારવિમાન્િઃ વાચસ્પતિ વિભાગનો અર્થ આવિર્ભાવ એમ કરે છે. જેમ કાચબાના શરીરમાંથી તેના અંગો બહારની બાજુ નીકળે છે અને પાછા તેમાં સમાઈ જાય છે. અથવા જેમ માટી કે સુવર્ણના પિંડમાંથી ઘટ કે મુકુટ વગેરે આવિર્ભત થાય છે. તેવી જ રીતે તન્માત્રામાંથી પૃથ્વી વગેરે, અહંકારમાંથી તન્માત્રા, મહમાંથી અહંકાર અને અવ્યક્તમાંથી મહદ્ આવિર્ભત થાય છે. પરંતુ જયમંગલા, માઠર અને ગૌડ વિભાગનો અર્થભેદ એમ કરે છે. કારણ અને કાર્ય વચ્ચે ભેદ હોય છે. માટી એ કારણ છે, ઘડો એ કાર્ય છે. ઘડામાં પાણી ભરી શકાય, માટીમાં નહીં. આમ તે બંનેનો ભેદ સ્પષ્ટ છે. (૫) ગરિમા થશ: વાચસ્પતિ, ગૌડ, માઠર સર્વે વિમાન એટલે “મળી જવું' - લય પામવું એવો જ અર્થ કરે છે વાચ. કહે છે કે જેમ કાર્ય કારણમાં આવિર્ભત થાય છે. તેમ પાછું પ્રલયસમયે તેમાં મળી પણ જાય છે. વૈશ્વરૂપ એટલે કાર્યનું નાનાપણું - વૈવિધ્ય. મહદ્ વગેરે જ્યારે તેના મૂળ કારણ એવી પ્રકૃતિમાં લય પામી જાય છે, ત્યારે પછી વૈવિધ્ય રહેતું નથી. કંઈ જ વ્યક્ત નથી રહેતું, અવ્યક્ત એવી પ્રકૃતિ જ રહે છે. આ રીતે અવ્યક્તપ્રકૃતિને વ્યક્તિનું કારણ સિદ્ધ કર્યા પછી એ અવ્યક્તમાંથી વ્યક્ત કઈ રીતે આવિર્ભાવ પામે છે અને દૃશ્યમાનજગતમાં જે અનેકવિધ પદાર્થો દેખાય છે, તેમાં પ્રકતિ કયો ભાગ ભજવે છે તે કારિકા - ૧૯માં સમજાવ્યું છે. પ્રવર્તત ત્રિપતિઃ સમુદઢ - વાચસ્પતિ ત્રિશુળત: અને સમુદ્રયાત્ એ બે શબ્દો દ્વારા ગુણોની બે પ્રકારની પ્રવૃત્તિ સમજે છે. પ્રલયકાળ ત્રણે ગુણો સામાવસ્થામાં હોય છે. ગુણો તો પરિણામ-સ્વભાવવાળા હોવાથી અધિકારશીલ રહી શકતા નથી. તેથી આ અવસ્થામાં સત્ત્વ, રજસુ અને તમસુ પોતપોતાના રૂપમાં જ પરિણમે છે. આ પ્રથમ પ્રકારની પ્રવૃત્તિ થઈ. પરંતુ જ્યારે સૃષ્ટિસર્જનનો પ્રારંભ થાય છે, ત્યારે આ સામ્યવસ્થા તૂટે છે. ત્યાં વિષમાવસ્થા આવે છે તેનું નામ ४ समुदय. ત્રણેયગુણો એકબીજા સાથે જુદા જુદા પ્રમાણમાં સમુદય પામે છે અને સર્જનનો પ્રારંભ થાય છે. એક જ પ્રકૃતિમાંથી આ સર્વસર્જન થાય છે. પણ તેમાં જે વૈવિધ્ય દેખાય છે. તેનું કારણ આ ત્રણ ગુણોનું વત્તાઓછાપણું છે. કોઈ એક જ ગુણ સ્વતંત્ર રીતે કંઈ કરી શકે નહીં. બીજા બેની સાથે રહીને જ તે પ્રવૃત્તિ થાય છે
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy