SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन २८३ કે ઇન્દ્રિયથી થતો પ્રત્યેકવિષયનો નિશ્ચય તે પ્રત્યક્ષપ્રમાણ છે. અનુમાન ત્રણ પ્રકારનું છે. અને તે લિંગ(=હેતુ) અને લિંગી (સાધ્ય)ના સંબંધ પર આધારિત છે તથા શ્રદ્ધેયકૃતિ તે શબ્દપ્રમાણ છે. (કારિકા-૫) આના વિશે વિશેષ આગળ જણાવેલ છે. તેથી અહીં જણાવાતું નથી. सामान्यतस्तु दृष्टात अतीन्द्रियाणां प्रतीतिरनुमानात् । तस्मादपि चासिद्धं परोक्षमाप्तागमात् सिद्धम् ।।६।। કે અતીન્દ્રિયપદાર્થોનું જ્ઞાન સામાન્યતોદષ્ટ અનુમાનથી થાય છે. તેનાથી પણ જે સિદ્ધ ન થઈ શકે તેવા પરોક્ષ પદાર્થનું જ્ઞાન આપ્યશાસ્ત્રથી થાય છે (કારિકા-૧) ઇન્દ્રિયથી ગમ્ય ન હોય તેવા પ્રધાન અને પુરૂષ વગેરેની પ્રતીતિ સામાન્યતોદષ્ટ' અનુમાનથી થાય છે. अदिदूरात् सामीप्यात् इन्द्रियघातान्मनोऽनवस्थानात् । सौम्याद् व्यवधानात् अभिभवात् समानाभिहाराय ।।७।। અતિદૂર હોવાથી, (અતિ)નજીક હોવાથી, ઈન્દ્રિયમાં હાનિથવાથી, મન સ્થિર ન રહેવાથી, (અતિ)સુક્ષ્મ હોવાથી, કોઈ આવરણ (વચ્ચે) આવવાથી (કોઈ બળવાન કારણને લીધે), અભિભૂત થવાથી કે સમાન વસ્તુમાં ભળી જવાથી પદાર્થની પ્રતીતિ થતી નથી. (કારિકા-૭) કહેવાનો આશય એ છે કે માત્ર ઇન્દ્રિયથી જ જેમનું ગ્રહણ થઈ શકે તે જ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે એવું નથી. ઘણીવાર એક યા બીજા કારણે ઇન્દ્રિયો પદાર્થોને ગ્રહણ કરી શકતી નથી. આ કારિકામાં આવા આઠકારણો ( પ્રમાણે બતાવેલ છે. આચાર્યોની માન્યતા: આ આઠ કારણો ઉપરાંત વાચસ્પતિમિશ્ર નવમું કારણ પણ ઉમેરે છે. પદાર્થમાં અપ્રકટરૂપે રહેલ તેની ભાવિ અવસ્થાની ઉપલબ્ધિ થતી નથી. દા.ત. દૂધમાં દહીં સૂક્ષ્મરૂપે રહેલું છે જ. પણ તે જોઈ શકાતું નથી. માઠરવૃત્તિ બીજાચાર કારણોનો ઉમેરો કરે છે. ત્યારે ચન્દ્રિકા આ કારણો હજુ પણ વધારી શકાય એમ સૂચવે છે. પતંજલીના ભાષ્યમાં છ કારણો દર્શવ્યા છે. તેનું ઉપરના આઠકારણો સાથે ઘણું સામ્ય છે. સોવની માને છે કે વિજ્ઞાન અને મોડાવસ્થાના એ બે અલગ દર્શાવવાની જરૂર નથી. કારણ કે મન પણ એક ઇન્દ્રિય જ છે. જયમંગલા આ આઠ કારણોને નીચે પ્રમાણે ચાર વિભાગોમાં વહેંચે છે. (૧) દેશદોષ - અતિદૂર, અતિનજીક (૨) ઇન્દ્રિયદોષ - ઇન્દ્રિયઘાત, મનનું અનવસ્થાન (૩) વિષયદોષ - સૌમ્ય (૪) અર્થાન્તરદોષ - વ્યવધાન, અભિભવ, સમાનાભિહાર. सौक्ष्म्यात्तदनुपलब्धिर्नाऽभावात् कार्यतस्तदुपलब्धेः । महादादि तय कार्य प्रकृतिसरुपं विरुपं च ।।८।। તે (મૂળ પ્રકૃતિ)ની ઉપલબ્ધિ તેની સુક્ષ્મતાને લીધે થતી નથી - નહીં કે તેના અભાવને લીધે, કારણકે તેના કાર્યથી તેની ઉપલબ્ધિ થાય છે. મહદ્ વગેરે (તત્વો) તેનું કાર્ય છે. અને પ્રકૃતિના જેવું પણ છે અને તેનાથી જુદું પણ છે (કારિકા-૮). સાતમી કારિકામાં પ્રકૃતિ અને પુરૂષ ઇન્દ્રિયગોચર નથી તે બતાવ્યું. આ કારિકામાં અતીન્દ્રિય હોવા છતાં અસ્તિત્વ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy