SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन તથા તે પ્રણિધાનવશાત્ પુન: નવા સર્ગના આરંભે એ ચિત્તની પ્રાપ્તિ થાય છે. એમ અનાદિકાળથી પ્રણિધાન અને ચિત્તનું ગ્રહણ થતું હોવાથી બીજાંકુરવત્ ચાલ્યા જ કરે છે. પ્રશ્ન : ઈશ્વરને પ્રકૃષ્ટસત્ત્વવાળું ચિત્ત છે, એમાં શુ પ્રમાણ છે ? જવાબ : વૈક્ષત સોડામયત્, તવાત્માનું સ્વયમજુરુત | २७८ स्वाभाविकी ज्ञानबलक्रिया च यः सर्वज्ञः सर्वविदः ।। આ વેદની શ્રુતિથી ઈશ્વરને પ્રકૃષ્ટચિત્ત છે તે સિદ્ધ થયું. (સૂત્રમાં એકવચનથી તે વ્યક્તિ૫૨ક છે અને તે વ્યક્તિ એક જ છે એટલે કે ઈશ્વર એક જ છે.) પ્રશ્ન : ઈશ્વરનું જ્ઞાન કેવા પ્રકારનું છે જવાબ : તંત્ર નિરતિશયં સર્વજ્ઞવીનમ્ ॥૧-૨૫|| અર્થાત્ સર્વજ્ઞપણાનું બીજ જે અતિશવાળું જ્ઞાન તે ઈશ્વરમાં નિરતિશય છે. એટલે કે ઈશ્વરમાં નિરતિશય એટલે એનાથી ઉત્કૃષ્ટ નહિ તેવું જ્ઞાન છે. ઉત્તર ઃ અહી સૂત્રમાં જે કહ્યું છે કે સર્વજ્ઞતાનો જ્ઞાપક હેતુ જે સાતિશય જાતીયજ્ઞાન તે ઈશ્વરમાં નિરતિશય છે. અર્થાત્ અમર્યાદ અવસ્થાને પામ્યું છે. ત્યાં સાતિશય જાતીયજ્ઞાન સર્વજ્ઞાતાનું આ પ્રમાણે જ્ઞાપન કરે છે. જ્ઞાન સાતિશય હોવાથી કોઈસ્યળે પણ નિરતિશય થવું જોઈએ, કેમકે લોકમાં આપણે જોઈએ છીએ કે જે જે ગુણ સાતિશય હોય છે - જેવું કે પરિમાણ - તે ક્વચિત્ પણ નિરતિશય થાય છે. પરિમાણનું જે અણુત્ત્વ, મહત્ત્વ રૂપ સાતિશય જોઈએ છીએ, તેની પુરૂષમાં કાષ્ઠાપ્રાપ્તિ છે, કારણકે પુરુષ વિભુ હોવાથી ચિત્ કાષ્ઠાને પામવું જોઈએ. જ્ઞાન સાતિશય છે તે આપણે જાણીએ છીએ. બાળક કરતાં મોટ! પુરૂષમાં વધારે હોય છે. તેનાથી યોગીમાં વધારે હોય છે અને તેનાથી ઉત્તમસાધનાવાળા યોગીને વધારે હોય છે. આ રીતે જ્ઞાન સાતિશય સિદ્ધ થાય છે. તેથી પરિમામની માફક ક્વચિત્ નિરતિશયવાળું હોવું જોઈએ. જ્યાં જ્ઞાન નિરતિશય થાય છે, ત્યાં સર્વજ્ઞત્વ છે એ સ્પષ્ટ છે. પ્રશ્ન : એ સર્વજ્ઞપદાર્થ તે બુદ્ધ, અરિહંત વગેરે હશે કે મહેશ્વર, પરમકારુણીક જગતના અધિષ્ઠાત. વગેરે સંજ્ઞાવાળા ઈશ્વર હશે ? આ વિશેષજ્ઞાન અનુમાનની શક્તિની બહાર હોવાથી શાસ્ત્રપ્રમાણથી થાય છે. લિંગપુરાણમાં કહ્યું છે કે लोके सातिशयित्वेन ज्ञानैश्चर्ये विलोकिते । શિવે નાતિયિત્વેન સ્થિત ગાતુર્યનીષિળઃ ।। અર્થાત્ ‘લોકમાં જ્ઞાન અને ઐશ્વર્ય જે અતિશયવાળાં દેખાય છે, તે પરમાત્માવિશે નિરતિશયને પામેલા છે.” ઇત્યાદિ વચનથી જગતના અધિષ્ઠાતા મહેશ્વ૨માં જ્ઞાનની નિરતિશયતા કહી છે. શંકા : ઈશ્વરને જગતના અધિષ્ઠાતા અર્થાત્ જગતના ઉત્પન્ન કરનારા માન્યા તે યોગ્ય નથી. કારણકે શાસ્ત્રમાં ઈશ્વરને આપ્તકામ કહ્યા છે તથા ભગવાન હોવાથી આરુઢવૈરાગ્યવાળા કહ્યા છે. તેથી ઈશ્વરને કોઈપણ સ્વાર્થ ઘટતો નથી, અને સ્વાર્થવિના જગતની સૃષ્ટિરૂપ ક્રિયા ઘટતી નથી. સાંખ્યસૂત્રમાં “સ્વોપારાવધિષ્ઠાનં છોવત્” એ સૂત્રથી એ જ અર્થનું બોધન કર્યું છે કે લોકમાં જે સ્વાર્થનેમાટે પ્રવૃત્તિ જોવામાં આવે છે. તેમ જગતસર્જનરૂપ ક્રિયાના કર્તા ઈશ્વરને માનીએ તો તે પ્રવૃત્તિ સ્વાર્થને માટે હોવી જોઈએ. ત્યાં ઈશ્વર નિત્ય મુક્ત હોવાથી ભોગ અથવા અપવર્ગ એ બંનેમાંથી કોઈપણ સ્વાર્થ એમને હોવો ઘટતો નથી. કદાચ પરાર્થપ્રવૃત્તિ માનીએ તો પરમકારુણિક ઈશ્વરની એ પ્રવૃત્તિ ઇતરપુરૂષોના સુખને માટે હોવી જોઈએ. અને તેમ હોય તો નાનાવિધ દુઃખોથી ભરેલા આ જીવલોકની સૃષ્ટિ ઈશ્વરકૃત ઘટે નહીં. તેમજ કાંતો ઈશ્વર કર્મની અપેક્ષારાખીને સૃષ્ટિકરે અથવા તો કર્મની અપેક્ષા રાખ્યાવિના. ત્યાં જો કર્મની અપેક્ષા વિના સૃષ્ટિ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy