SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ २७० षड्दर्शन समुचय भाग-१, श्लोक - ३५, सांख्यदर्शन દૈન્ય=દીનતા, મોહ=મૂઢતા, મરણ, સાદ=બીજાને દુઃખ પહોંચાડવું, બીભત્સ=ભયાનકતાડરવાપણું, અજ્ઞાન=મુર્ખતા કે વિપરીત જ્ઞાન, અગૌરવ–સ્વાભિમાનશૂન્યતા આદિ કાર્યો તમસૂના લિંગો છે. આ (ઉપર સૂચવેલા) કાર્યો વડે સજ્વાદિ ગુણો જણાય છે. જેમકે લોકમાં કોઈકવ્યક્તિ સુખને પ્રાપ્ત કરે છે, તે આર્જવ=સરળતા, માદવ=નિરભિમાનતા, સત્ય, શૌચ મન-વચન-કાયાની પવિત્રતા, હી=લોકલજ્જા, ક્ષમા, અનુકંપા, પ્રસન્નતાદિનું સ્થાન થાય છે. આ જ સત્ત્વપ્રધાન પુરુષની ઓળખાણ છે. જે કોઈવ્યક્તિ દુ:ખને પ્રાપ્ત કરે છે, ત્યારે તે દ્વેષ, દ્રોહ, મત્સર=ઇર્ષ્યા, નિંદા, વંચન=બીજાને ઠગવું, બંધન, તાપાદિનું સ્થાન થાય છે, તે જ રજસુપ્રધાન પુરુષનો પરિચય છે. જે કોઈક વ્યક્તિ જ્યારે પણ મોહને પામે છે, ત્યારે તે અજ્ઞાન, મદ, આળસ, ભય, દૈન્ય, અકર્મણ્યતા નાસ્તિકતા, વિષાદ, ઉન્માદ, ભયંકર સ્વપ્ન આવવા વગેરેનું સ્થાન થાય છે, તે જ તમસુપ્રધાન વ્યક્તિની ઓળખાણ છે. તથા પરસ્પરઉપકારિ એવા ત્રણે પણ સત્ત્વાદિ ગુણો વડે સઘળુંયે જગત વ્યાપ્ત છે. (તો) પણ ઉર્ધ્વલોકમાં પ્રાય: દેવોમાં સત્ત્વની બહુલતા હોય છે. અધોલોકમાં તિર્યંચો અને નારકોમાં તમો ગુણની બહુલતા છે અને માણસોમાં રજોગુણની બહુલતા હોય છે. જેથી મનુષ્યો પ્રાયઃ દુઃખી હોય છે. જેથી સાંખ્યકારિકા-૫૪માં કહ્યું છે કે “બ્રહ્મથી માંડીને સ્તમ્બ=સ્થાવરપર્યન્ત, આ સમસ્ત સૃષ્ટિ ઉદ્ગલોકમાં (ઉત્કૃષ્ટચૈતન્યવાળા દેવોમાં) સત્ત્વગુણપ્રધાન, મૂલ–અધોલોકમાં (અપકૃષ્ટચૈતન્યવાળા પશુ-નારક આદિમાં) તમો પ્રધાન, મધ્યલોકમાં (મધ્યમચૈતન્યવાળા માણસોમાં) રજોપ્રધાન છે. (૧)” બ્રહ્મથી સ્તમ્બપર્યન્ત સમસ્તસૃષ્ટિમાં બ્રાહ્મ, પ્રાજાપત્ય, ઐન્દ્ર, પૈત્ર, ગાધર્વ, યક્ષ, રાક્ષસ તથા પિશાચ આ આઠ પ્રકારની દૈવિસૃષ્ટિ છે. (સર્ગનું વર્ણન કરતાં સાંખ્યકારિકામાં કહ્યું છે કે લિંગ શરીરની આસપાસ ભૂતો જે સ્થૂલશરીરની સૃષ્ટિ સર્જે છે, તે ભૂતાદિ સર્ગ ત્રણ પ્રકારનો છે. (૧) દેવસર્ગ, (૨) તિગ્મોનિસર્ગ, (૩) મનુષ્યસર્ગ. તેમાં દેવસર્ગ ઉપર કહ્યા પ્રમાણે આઠ પ્રકારનો છે. તિર્યંચયોનિસર્ગ પાંચ પ્રકારનો છે. (i) પશુ (ગ્રામ્ય અથવા ખરીવાળા પ્રાણીઓ. જેમકે ગાય વગેરે.) (ii) મૃગ (વનમાં રહેનારા અથવા ખરી વિનાનાં હરણ વગેરે), (ii) પક્ષીઓ, (iv) સરીસૃપ (પેટે ચાલનાર સર્પ વગેરે) અને (V) સ્થાવર (વૃક્ષ વગેરે.) મનુષ્યસર્ગ એક જ પ્રકારનો છે. સાંગાચાર્ય શ્રી ગૌડની માન્યતા છે કે દેવસર્ગ, મનુષ્યસર્ગ, સ્થાવર તેમજ જંગમ એમ બે
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy