SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २३७ વહારનાર ત ત્તરપ્રતિષેધ: //પ-૧-૨૮. અર્થાતુ - બીજા કારણથી પણ સાધ્યરૂપ ધર્મની સિદ્ધિ થતી હોવાથી પૂર્વે કહેલા કારણનું ખંડન થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે ધૂમરૂપ હેતુથી અગ્નિની સિદ્ધિ થાય છે. આલોકથી પણ અગ્નિની સિદ્ધિ થાય છે. અહીં બંને હેતુ અગ્નિના સાધક છે. સાધ્યનું સાધન એક જ હોવું જોઈએ એવું કશું અવધારણ અમે કરતા નથી. જે જે હેતુમાં સાધ્યની વ્યાપ્તિ હશે તે તે બધા હેતુઓ સાધક થઈ શકશે. પણ આલોક હેતુ આપવાથી ધૂમરૂપ હેતુ અગ્નિની સિદ્ધિ માટે ખોટો ઠરતો નથી. માટે “ઉપલબ્ધિ સમા' જાતિ અસત્યઉત્તર ઠરે છે. * અનુપલબ્ધિસમાં જાતિનો ઉત્તર : અનુપમાત્મવત્વનુપથ્થરહેતુ: //પ-૧-૩oll અર્થાત્ અનુપલંભસ્વરૂપ અનુલબ્ધિ હોવાથી પ્રતિષેધ કરનાર હેતુ અસત્ય ઠરે છે. કહેવાનો આશય એ છે કે અનુપલબ્ધિ અભાવરૂપે જ હોય છે. ભાવરૂપ પદાર્થમાં અસ્તિત્વ હોય છે. અને અભાવમાં નાસ્તિત્વ હોય છે. એક જ પદાર્થમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ આવા વિરુદ્ધધર્મ સંભવી શકે જ નહીં. માટે આવરણની અનુપલબ્ધિનો વિષય અભાવરૂપે જ છે. એ કેવળ શબ્દના આડંબરથી ભાવરૂપ ન જ બની શકે. જેનો ઉપલંભ થતો હોય તે છે” એમ કહેવાય, જેમકે “મનુષ્ય.” મનુષ્યનો ઉપલંભ થાય છે માટે “મનુષ્ય છે.' જેનો ઉપલંભ ન થતો હોય તે “નથી' એમ કહેવાય. જેમકે મનુષ્યનું શીંગડું. મનુષ્યના શીંગડાનો ઉપલંભ થતો નથી, માટે મનુષ્યને શીંગડું નથી એમ કહેવાય છે. માટે અનુલબ્ધિસમાં જાતિ અસત્ય ઉત્તરરૂપ છે. બીજી રીતે પણ અનુપલબ્ધિસમા જાતિ અસત્ય ઉત્તર રૂપે ઠરે છે. જ્ઞાનવિજ્યાનાં ઇ માવાભાવસંવેવનાવિધ્યાત્મન્ પ-૧-૩૧. અર્થાત્ - આત્મામાં જ્ઞાનના વિશેષોનો ભાવ અને અભાવ મનથી જાણતા હોવાથી. કહેવાનો આશય એ છે કે જો આત્મામાં કોઈપણ વિષયનું સંશયાત્મક જ્ઞાન હોય તો તે મનથી સમજી શકે છે. અને કહે છે કે મને અમુક બાબતમાં સંશય છે. તે રીતે જો કોઈ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન હોય તો પણ આત્મા કહે છે કે મને અમુક બાબતમાં નિશ્ચય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, સ્મૃતિઆદિ જ્ઞાનોને પણ આત્મા પોતાના મનથી સમજી શકે છે. શબ્દઉપરનું આવરણ હું જાણી શકતો નથી. એટલે શબ્દ ઉપર આવરણ નથી એવો નિશ્ચય પણ આત્માને છે. માટે આવરણની અનુપલબ્ધિ પણ આત્મા મનથી નિશ્ચય કરી શકે છે. એમાં ખોટા તર્કનું જરાપણ સ્થાન નથી. * “અનિત્યસમા' જાતિનો ઉત્તર : સાયણિક પ્રતિિિદ્ધઃ તિધ્યસધૐ પ-૧-૩૩ અર્થાતુ - જો સાધર્મ્સથી કોઈપણ હેતુ ન બનતો હોય તો પ્રતિષેધકહેતુની પણ સિદ્ધિ થશે નહીં. પ્રતિષેધ્યહેતુની સાથે કોઈને કોઈપણ અંશમાં સાધર્મ હોવાથી. કહેવાનો આશય એ છે કે, ગમે તેવા સાધર્મથી સર્વમાં સાધ્યત્વનું આપાદાન કરવાનો હેતુ પણ અસત્ય જ ઠરશે. કારણકે તેના હેતમાં પણ પ્રતિષેધ્યમાં રહેલા સત્ત્વ, પ્રમેયત્વરૂપ ધર્મ છે જ. તો એ સાધર્મને લીધે પ્રતિવાદિનો હેતુ પણ ખોટો જ થાય છે. માટે ગમેતેવા સાધમ્મથી હેતની સિદ્ધિ અથવા ખંડન થતું નથી. પણ જે હેતુમાં વ્યાપ્તિ-વિશિષ્ટ સાધર્યુ હોય તેનાથી જ હેતુ સાધક અથવા બાધક થઈ શકે છે. બીજું કારણ બતાવે છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy