SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २३५ પ્રમાણે હેત અને દૃષ્ટાંતમાં પણ સમજવું. ઉત્પન્ન થયા પછી તેમાં કારણની ઉત્પત્તિ થઈ શકે છે. માટે પક્ષ, હેતુ અને દૃષ્ટાંતને ઉત્પત્તિ પહેલાં અસિદ્ધ બતાવી હેતુને અસિદ્ધ બતાવવો એ ખોટું ખંડન છે. જો ઉત્પત્તિ પહેલાં શબ્દ ન હોવાને લીધે તેમાં અનિત્યત્વ સિદ્ધ ન થઈ શકતું હોય તો તેમાં નિત્યત્વ પણ ક્યાંથી રહી શકે ? કારણ કે ઉભય પક્ષમાં શબ્દનો અભાવ સરખો હોવાથી ઉત્પત્તિ પહેલાં નિયત્વ ધર્મ પણ નથી જ. તો તમારું ઇષ્ટ નિયત્વ પણ શબ્દમાં સિદ્ધ ન જ થઈ શકે. આ પ્રમાણે અનુત્પત્તિસમા જાતિનું નિવારણ થઈ શકે છે. * સંશયસમાં જાતિનો ઉત્તર : साधर्म्यात्संशये न संशयो वैधादुभयथा वा संशयेऽत्यन्तसंशयप्रसङ्गो नित्यत्वात्राभ्युपगमाश्च सामान्यस्याप्रतिषेधः ॥५૧-૧પણ અર્થાત્ સમાનધર્મના દર્શનથી સંશય થતો હોવા છતાં વૈધર્મદર્શનથી સંશય થતો નથી અને (ઉભયથા) સાધારણ ધર્મ અને વિશેષધર્મ બંનેના દર્શનથી જો સંશય માનવામાં આવે તો સંશયને નિત્ય માનવો પડે અને સમાનધર્મને નિત્યસંશયજનક તરીકે માનવામાં આવતો ન હોવાથી સંશયસમાં જાતિથી હેતુનું ખંડન થઈ શકતું નથી. ભાવાર્થ એ છે કે સમાનધર્મના દર્શનથી સંશય થાય છે. પણ જ્યારે વિશેષ ધર્મનું દર્શન થાય છે, ત્યારે સંશય મટી જાય છે. જેમકે સ્થાણુ અને પુરૂષમાં ઊંચાઈ એ સમાન છે અને એનું જ જ્યારે દર્શન થાય છે. ત્યારે સંશય થાય છે પણ જ્યારે હાથ પગ વિગેરે વિશેષધર્મનું દર્શન થાય છે. ત્યારે આ સ્થાણુ છે કે પુરૂષ છે ? એવો સંશય રહેતો નથી. તે જ પ્રમાણે શબ્દમાં કાર્યસ્વરૂપ વિશેષધર્મ જોવાથી શબ્દ નિત્ય હશે કે અનિત્ય ? એવો સંશય નહીં રહે. જો વિશેષધર્મનું દર્શન પણ સંશયનું કારણ હોય તો સંશયની ક્યારે પણ નિવૃત્તિ થઈ શકે જ નહિ. માટે વિશેષધર્મનું દર્શન થયા પછી સામાન્યધર્મનું દર્શન સંશયનું કારણ રહેતું નથી. આ હેતુથી સંશયસમાં જાતિ એ અસત્ય ઉત્તર છે. * પ્રકરણસમા જાતિનો ઉત્તર : પ્રતિપક્ષ પ્રવિરસિદ્ધ પ્રતિષેધાતુપુત્તિઃ પ્રતિક્ષોઃ પ-૧-૧૭ી અર્થાતુ-વિપરીત સાધ્યના હેતુથી પક્ષ અને પ્રતિપક્ષરૂપ પ્રકરણ ચાલુ થાય તો પણ તે દ્વારા પૂર્વોક્તહેતુમાં વ્યાપ્તિઆદિનું બળ હોવાથી, તેનાથી સિદ્ધિ થઈ શકશે. માટે વ્યાપ્તિવિશિષ્ટ હેતુનો પ્રતિષેધ થઈ શકે નહિ. કહેવાનો આશય એ છે કે - શ , નિત્ય: #ાત્વાન્ - શબ્દ અનિત્ય છે, કારણકે તે કાર્ય છે. અહીં કાર્યત્વરૂપ હેતુનો વિરોધી શ્રાવણત્વરૂપ હેતુ છે. શ્રાવણત્વ હેતુથી શબ્દમાં નિત્યત્વરૂપ વિપરીત સાધ્ય પ્રતિવાદિ સિદ્ધ કરવા ઇચ્છે છે. અહીં કાર્યસ્વરૂપ હતમાં વ્યાપ્તિ હોવાથી તે સબળ બને છે અને શ્રાવણત્વ હતમાં વ્યાપ્તિ હોય તો પણ તેને જાણવા માટે અન્વયી ઉદાહરણ મળી શકતું નથી. માટે તે નિર્બળ છે. માટે પ્રતિપક્ષરૂપ કાર્યત્વ હેતુથી જ સાધ્યની સિદ્ધિ થતી હોવાથી પ્રકરણસમા જાતિ બની શકતી નથી. * હેતુસમાં જાતિનો ઉત્તર : હેતુતઃ સાધ્યસિદ્ધાભ્યાસિદ્ધિઃ II૫-૧-૧૯ો-હેતુથી જ સાધ્યની સિદ્ધિ થતી હોવાથી સૈકાવ્યની અસિદ્ધિ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે, ત્રણ કાળમાં હેતુની સિદ્ધિ થઈ શકતી નથી, એ કહેવું ખોટું છે. કારણકે સાધ્યની સિદ્ધિ હેતુથી જ સર્વ કોઈ સ્વીકારે છે. જો ભૂખની શાંતિ ભોજનથી ન થતી હોય તો ભોજન કરવામાં કોઈપણ માણસની પ્રવૃત્તિ જ ન થાય. માટે ભૂખનું મટવું એ સાધ્ય છે. અને તેનો હેતુ ભોજન, એ સર્વ કોઈ માની શકે તેવી સ્પષ્ટ વાત છે. બીજું કારણ બતાવે છે ?
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy