SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक - ३१, नैयायिक दर्शन २३३ વિષયવિકલ્પોમાં ભિન્નતા હોવાથી જાતિઓ અનંત છે. પણ અસંકીર્ણ (છુટાછવાયા એકબીજામાં અંતર્ભત ન થનારા) ઉદાહણોની વિવક્ષાથી આ ૨૪ જાતિના ભેદો બતાવાયા છે. સર્વજાતિઓનું "પ્રતિસમાધાન (કે જે આ ગ્રંથમાં નથી, પણ ન્યાયસૂત્રાનુસાર નીચે ટીપ્પણીમાં આપેલ છે તે પ્રતિસમાધાન) પક્ષધર્મવાદિ અનુમાનના સહેતુઓ વડે અનુમાનની પરીક્ષા કરવાદ્વારા કરેલ છે અને એ પ્રમાણે અવિપ્લતસ્વરૂપવાળા હેતુમાં પ્રાય: નૈયાયિકો (પ્રવૃત્તિ કરતા) નથી. કૃતકત્વ અને પ્રયત્નાનન્તરીયકત્વનો દઢ સંબંધ હોવાથી (અવિનાભાવરૂપસંબંધ હોવાથી) શબ્દની અનુપલબ્ધિ પણ આવરણાદિકૃત નથી, પણ અનિત્યત્વકૃત જ છે. પપ. ઉપરોક્ત જાતિઓનું પ્રતિસમાધાન ન્યાયસૂત્રાનુસાર અહીં આપેલ છે : (૧-૨) સાધર્યસમા અને વૈધર્મેસમાં જાતિ અસત્ય ઉત્તર છે અને તે બતાવે છે. ત્વત્ સિદ્ધિવત્ ત્સિઃ પ-૧-૩ અર્થાતું ગોત્વથી જેમ ગાયની સિદ્ધિ થાય છે, તેમ તેની સિદ્ધ થાય છે. કહેવાનો આશય એ છે કે ગોત્વમાં ગાયની વ્યાપ્તિ છે. માટે ગોત્વનો જ્યાં સમવાયસંબંધ હોય તેને ગાય કહેવાય છે. શૃંગ, પુચ્છ આદિનો સંબંધ ગાયમાં છે, પણ ગાયની વ્યાપ્તિ શૃંગ કે પુચ૭માં નથી. કારણકે ગાય સિવાય બીજાપશઓમાં પણ શંગ અને પુચ્છ આદિનો સંબંધ હોય છે. માટે જ ધર્મમાં સાધ્યની વ્યાપ્તિ હોય તે જ ધર્મથી સાધ્યની સિદ્ધિ થઈ શકે છે. શિલોડનિત્ય: છતત્વાન્ - આ ઉદાહરણમાં પણ અનિત્યત્વરૂપસાધ્યની વ્યાપ્તિ કૃતકત્વમાં છે, કારણકે નિત્યપદાર્થમાં કૃતકત્વ (કાર્યત્વ) હોતું જ નથી. અનિત્યત્વધર્મની વ્યાપ્તિ અમૂર્તત્વમાં હોતી નથી, કારણકે અમૂર્તત્વ નિત્યમાં પણ હોય છે. જેમકે આત્મા, આકાશ, કાળઆદિ નિત્યપદાર્થોમાં અમૂર્તત્વ છે. અનિત્યમાં પણ હોય છે જેમકે બુદ્ધિ, ઇચ્છાઆદિ અનિત્યપદાર્થોમાં અમૂર્તત્વ છે. માટે અમૂર્તત્વ ધર્મનું અનિત્યની સાથે વ્યાપ્તિવગરનું સાધર્યુ છે. આ કારણથી અમૂર્તત્વરૂપ ધર્મ નિત્યસ્વરૂપ સાધનો હેતુ થઈ શકતો નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વ્યાપ્તિ વગરનું સાધર્મ્સ કે વૈધર્મ સાધ્યનું સાધક બની શકતું નથી. માટે એવાં સાધર્મ અને વૈધર્મમાં વ્યાપ્તિ ન હોવી એજ જાતિ હોવાનું કારણ છે. * ઉત્કર્ષસમા, અપકર્ષસમા, વણ્યસમા, અવર્યસમા, વિકલ્પસમા, અને સાધ્યસમા, આ છ જાતિઓ અસત્ય ઉત્તરરૂપે હોવાનાં કારણ બતાવે છે. किंचित्साधाद् उपसंहारसिद्धेधादप्रतिषेधः ।।५-१-५।। અર્થાત્ કોઈપણ થોડાક સાધર્મથી ઉપસંહાર સિદ્ધ થતો હોવાથી પછી વૈધર્મ રહેવા છતાં ખંડન થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે, જે સાધર્મ પ્રસિદ્ધ હોય અર્થાતું જેમાં વ્યાપ્તિ હોય તે સાધર્મ્સથી ઉપસંહાર થઈ શકે છે. જે સાધર્મ વ્યાતિરહિત હોય તેનાથી સાધ્યની સિદ્ધિ થતી નથી. અને એવા સાધર્મથી ઉપસંહાર પણ થઈ શકતો નથી. માટે વ્યાપ્તિ-નિરપેક્ષ સાધર્મથી જે ખંડન કરવામાં આવ્યું છે તે અસત્ય ઉત્તર છે. શબોડનિત્ય ઋતત ઘટવત – આ ઠેકાણે ઘટમાં અને શબ્દમાં જે અનિત્યત્વ અને કતકત્વ છે. તેમાં વ્યાપ્તિ છે. અને તેથી સાધ્યની સિદ્ધિ થઈ શકે છે. ઘટમાં અનિત્યત્વ અને રૂપની વ્યાપ્તિ નથી, માટે રૂપની નિવૃત્તિથી અનિત્યત્વની નિવૃત્તિ થઈ શકતી નથી. આ કારણથી ઉત્કર્ષસમા આદિ જાતિઓ અસત્ય ઠરે છે. બીજું કારણ બતાવે છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy