SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन છે ? આ રીતે સાધમ્મસમા અને વૈધર્મસમા જાતિ સંશય વડે ઉપસંહાર પામેલ છે. તેથી તે સંશયસમાં જાતિ કહેવાય છે. (૧૫) (પ્રકરણસમા જાતિ : દ્વિતીયપક્ષના ઉત્થાપનની બુદ્ધિથી પ્રયોજાયેલ તે જ સાધર્મસમા અને વૈધર્મસમા જાતિ પ્રકરણસમા જાતિ કહેવાય છે. (કહેવાનો આશય એ કે સાધ્ય અને અસાધ્ય બંનેની સાથે સાધમ્ય હોવાથી પક્ષ અને પ્રતિપક્ષ ચાલું રહેતા હોવાથી પ્રકરણસમા જાતિ બને છે. અર્થાતુ બંનેના હેતુનો, હેતુદ્વારા સાધ્યનો નિશ્ચય થઈ શકતો ન હોવાના કારણે પ્રકરણ ચાલુ રહે છે.) જેમકે વાદિદ્વારા નિત્ય: શદ્ધ: તવત્ ઘટવતુ, I એ પ્રયોગ કરાતે છતે પ્રતિવાદિ નિત્ય: શદ્ધ: શ્રાવપત્વિતિ, શદ્ધત્વવત્ | આ પ્રયોગદ્વારા શબ્દમાં નિયત્વ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પણ શબ્દ કૃતકત્વેન અનિત્ય છે કે શબ્દ શ્રાવણત્વેન નિત્ય છે ? તે નક્કી થતું ન હોવાથી પ્રકરણ ચાલું રહે છે. તે પ્રકરણસમાં જાતિ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે વાદિએ શબ્દમાં અનિયત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વરૂપ હેતુ આપ્યા પછી પ્રતિવાદિ (જાતિવાદિ)જો કહે કે, શબ્દમાં તો અનિત્યપદાર્થ (ઘટનું) જેમ સાધર્મ છે, તેમ નિત્યપદાર્થ (શબ્દવ)નું પણ સાધર્મ છે. જેમકે શદ્રો નિત્ય: શ્રાવપત્વિત્િ | શબ્દમાં શ્રાવણત્વ શ્રોત્રગ્રાહ્યત્વ છે. તેમજ શત્વમાં પણ શ્રાવણત્વ શ્રોત્રગ્રાહ્યત્વ છે. શબ્દ– એ નિત્યપદાર્થ છે. માટે શબ્દ જેમ અનિત્યઘટ સાથે સાધર્મ્સ રાખે છે. તેમ નિત્યશબ્દવ સાથે પણ સાધર્મ્સ રાખે છે, માટે શ્રાવણવહેતુથી શબ્દને નિત્ય માનવો કે કૃતકત્વહેતુથી શબ્દને અનિત્ય માનવો, તે નિશ્ચય થઈ શકતો નથી. માટે પ્રકરણ ચાલું રહે છે. તેથી પ્રકરણસમા જાતિથી. કૃતકત્વહેતુ અસિદ્ધ થાય છે. અહીં જાતિના ઉદ્દભાવનના પ્રકારના ભેદમાત્રથી જાતિમાં અનેકત્વ છે. અર્થાતુ જાતિના અનેકપ્રકાર દોષના ઉભાવનના પ્રકારની ભિન્નતા કારણે છે. (પણ તાત્ત્વિકજાતિ એક જ છે.) त्रैकाल्यानुपपत्त्या हेतोः प्रत्यवस्थानं हेतुसमा जातिः । हेतुः साधनं तत्साध्यात्पूर्वं पश्चात्सह वा भवेत् । यदि पूर्वमसति साध्ये तत्कस्य साधनम् । अथ पश्चात्साधनं तर्हि पूर्व साध्यं तस्मिंश्च पूर्वसिद्धे किं साधनेन । अथ युगपत्साध्यसाधने तर्हि तयोः सव्येतरगोविषाणयोरिव साध्यसाधनभाव एव न भवेदिति १६ । अर्थापत्त्या प्रत्यवस्थानमर्थापत्तिसमा जातिः । यद्यनित्यसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दोऽर्थादापद्यते, तदा (क) द्वितीयपक्षोत्थापनवुद्धया प्रयुज्यमाना सैव साधर्म्यसमा वैधर्म्यसमा जातिः प्रकरणसमा भवति ।। न्यायक० पृ १९ ।।
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy