SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन કહેવાય છે. (અર્થાતું જ્યારે બીજાએ એક કથન કર્યું, ત્યારે એક શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોવાથી, બીજાદ્વારા વક્તાના કથનના અભિપ્રાયથી ભિન્નઅર્થની કલ્પનાકરી તેના વાક્યનું-વચનનું ખંડન કરવું તે છલ કહેવાય છે. જેમકે “તૂપો નવો છું” અહીં વક્તાનો અભિપ્રાય “નવા પાણીવાળો કુવો છે” એવું કહેવાનો છે. પણ “નવ’ શબ્દનો “નવું” અને નવસંખ્યા' એમ બે અર્થ થાય છે. આવા સમયે કોઈવ્યક્તિ વક્તાના અભિપ્રાયથી ભિન્નઅર્થની કલ્પના કરીને “સુત: વ ાવ છૂપો નવસંધ્યો : ? આવી રીતે તેના વચનનો વિઘાત કરે છે. આને છલ કહેવાય છે.) આ છલના ત્રણ પ્રકાર છે. (૧) વાછિલ, (૨) સામાન્ય છલ, (૩) ઉપચારછલ, (૧) વાછલઃ બીજાએ કહેલાઅર્થમાં અર્થાન્તરની કલ્પના કરવી તે વાછલ. અર્થાત્ બીજાએ ઉપન્યાસ કરેલા અર્થમાં અર્થાન્તર (બીજા અર્થની) કલ્પના દ્વારા, તેના વચનને ખોટું ઠેરવવું તે વાફછલ કહેવાય છે. જેમકે “નવ્ય qત્રેડી” એ પ્રમાણેના અભિપ્રાયથી “નવન્ડો માનવ:' એ પ્રમાણે કહેવાતે છતે, છલવાદિ કહે કે “શુતોષચ નવસંધ્યા: સ્વા” તો આ વાછલ છે. કહેવાનો આશય એ છે કે “નવી કંબલ છે જેની તે માળવક અર્થાતુ નવી કંબલવાળો માળવક” – આવા અભિપ્રાયથી વક્તા બોલતે છતે (“નવ’ શબ્દના અનેક અર્થ થતા હોવાથી) છલવાદિ વક્તાના અભિપ્રાયથી બીજા અર્થની કલ્પના કરીને “૯ કંબલો આની પાસે ક્યાંથી ?” આવો છલ કરીને વક્તાના વાક્યને ખોટું ઠેરવવા પ્રયત્ન કરે, તેને વાછલ કહેવાય છે. (૨) સામાન્યછલઃ સંભાવનાદ્વારા અતિસામાન્યના ઉપન્યાસમાં પણ હેતુત્વના આરોપવડે તેનો નિષેધ કરવો તે સામાન્યછલ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે સંભવિત થતા અર્થનો અતિસામાન્ય (જે સામાન્યરૂપ ધર્મ કોઈક ઠેકાણે ઉલ્લંઘન કરે તે અતિસામાન્ય કહેવાય છે. તે અતિ સામાન્ય) સાથે સંબંધ લગાડી અસંભવિત અર્થની કલ્પના કરવી તેનું નામ સામાન્યછલ. જેમકે કોઈક સભામાં કોઈ વ્યક્તિએ કોઈક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણમાત્રને ઉદ્દેશીને કહ્યું કે “દો વસી બ્રાહ્મણે વિદ્યાવરણસંપન્ન.” – અર્થાત્ આ બ્રાહ્મણ કેટલો સદાચારી અને વિદ્વાન છે. આ બ્રાહ્મણની સ્તુતિના પ્રસંગમાં, (આ વાક્યને સાંભળીને વાક્યને અનુમોદન આપતાં) કોઈકે કહ્યું કે “સંમતિ બ્રાહ્મણે વિદ્યાર સંપ- બ્રાહ્મણમાં વિદ્યા અને પવિત્ર આચરણ હોવાં એ સંભવિત છે. આ સાંભળીને બ્રાહ્મણત્વમાં હેતુત્વનો આરોપ કરીને (ઉપરોક્તવિધાનનું) નિરાકરણ કરતો છલવાદિ કહે છે કે
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy