SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३०, नैयायिक दर्शन २०९ ટીકાનો ભાવાનુવાદ: હવે મૂળવાત ઉપર આવીએ. આચાર્ય અધ્યાપક ગુરુ, શિષ્ય=અધ્યયન કરનાર શિષ્ય. તે આચાર્ય અને શિષ્યની પ્રતિજ્ઞાદિથી યુક્ત પૂર્વપક્ષની અને પૂર્વપક્ષના પ્રતિપખ્યિ ઉત્તરપક્ષની સ્થાપના કરીને અભ્યાસમાટે જે પ્રામાણિક વાર્તા(કથા)થાય છે, તે જવાદ કહેવાય છે. (વાદમાં) આચાર્ય પૂર્વપક્ષની સ્થાપના કરીને બોલે છે અને શિષ્ય ઉત્તરપક્ષનો સ્વીકારકરીને પૂર્વપક્ષનું ખંડન કરે છે. આ પ્રમાણે પક્ષ અને પ્રતિપક્ષના સંગ્રહવડે નિગ્રાહક, સભાપતિ, જય, પરાજય, છલ, જાતિ આદિની અપેક્ષા વિના અભ્યાસ માટે જ્યાં ગુરુ-શિષ્ય ગોષ્ઠીને કરે છે, તે વાદ જાણવો. |રા अथ जल्पवितण्डे विवृणोति । હવે જલ્પ અને વિતંડાના સ્વરૂપને જણાવે છે. विजिगीषुकथा या तु छलजात्यादिदूषणा । स जल्पः सा वितण्डा तु या प्रतिपक्षवर्जिता ।।३०।। શ્લોકાર્થ છલ, જાતિ આદિથી દૂષિત જે જિતવાની ઇચ્છાથી કથા થાય છે, તે જલ્પ કહેવાય છે. (અર્થાતુ છલ, જાતિ વગેરેનો ઉપયોગ કરીને માત્ર જિતવાની ઇચ્છાથી કરવામાં આવતો વાદ જલ્પ કહેવાય છે.) અને (તે જ વિજિગીષુકથા) પ્રતિપક્ષથી રહિત હોય તો, તે વિતંડા કહેવાય છે. (=સ્વપક્ષની સ્થાપના વિના વાદ દ્વારા પર પક્ષનું ખંડન કરવું તે વિતંડા કહેવાય છે.) Ila ll व्याख्या-या तु या पुनर्विजिगीषुकथा विजयाभिलाषिभ्यां वादिप्रतिवादिभ्यां प्रारब्धा प्रमाणगोष्ठी, कथंभूता, छलानि जातयश्च वक्ष्यमाणलक्षणानि, आदिशब्दान्निग्रहस्थानादिपरिग्रहः, एतैः कृत्वा दूषणं परोपन्यस्तपक्षादेर्दोषोत्पादनं यस्यां सा छलजात्यादिदूषणा, स विजिगीषुकथारूपो जल्पः उदाहृत इति पूर्वश्लोकात्संबन्धनीयम् । ननु छलजात्यादिभिः ૪૪. ન્યાયસૂત્રમાં વાદનું લક્ષણ : “માતઈસાધનોપટિન્મ: સિદ્ધાન્તાવિરુદ્ધ: પચાવયવોપપત્ર પક્ષપ્રતિપાપરિપ્રદો વાવ: (૧-૨-૧” અર્થાતુ - જેમાં પ્રમાણ અને તર્કથી સ્વપક્ષની સિદ્ધિ અને પરપક્ષનું ખંડન કરવામાં આવે, સિદ્ધાંતની અવિરુદ્ધ હોય, પ્રતિજ્ઞાદિ પાંચ અવયવોથી યુક્ત હોય અને પક્ષ અને પ્રતિપક્ષનો સ્વીકાર હોય તેનું નામ વાદ છે. એક જ અધિકરણમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ, આવા બે વિરુદ્ધધર્મ હોય તે જ વાદ થઈ શકે છે. બે વિરુદ્ધધર્મ ભિન્ન-ભિન્ન અધિકરણમાં માનવામાં આવે તો વાદ થઈ શકતો નથી. જેમકે “આત્મા છે” અને આત્મા નથી'; અહીં એક જ અધિકરણમાં બે વિરુદ્ધધર્મ હોવાથી વાદ થઈ શકશે. પરંતુ વાદિ કહે કે “આત્મા નિત્ય છે” અને પ્રતિવાદિ કહે કે “બુદ્ધિ અનિત્ય છે” તો બે વિરુદ્ધધર્મોનું અધિકરણ એક નહીં હોવાથી વાદ થઈ શકશે નહીં.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy