SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ षड्दर्शन समुचय भाग -१, श्लोक - २६, नैयायिक दर्शन હવે પ્રયોજનતત્ત્વને કહે છે. જે ફળના અર્થિપણાથી ફળનો અર્થી તે તે ફળના તે તે સાધનમાં પ્રર્વતે છે, તે પ્રયોજન કહેવાય છે. વળી તે તે સાધ્ય કે જે કર્તવ્યતયા ઇષ્ટ છે, તે ફળની અભિલાષાથી તે તે કાર્યોમાં પ્રવર્તે છે તે પ્રયોજન કહેવાય છે. પ્રમાણના ઉપન્યાસની પ્રવૃત્તિ પ્રયોજનમૂલક છે. અર્થાતુ પ્રમાણનું વર્ણન કરવાની પ્રવૃત્તિ (પ્રમાણદ્વારા અર્થનું જ્ઞાન મેળવવાના) પ્રયોજનથી થાય છે. એટલે કે અર્થનું જ્ઞાન મેળવવાનું પ્રયોજન હોવાથી પ્રમાણનો પ્રપંચ જરૂરી છે. આમ પ્રમાણ ઉપન્યાસની પ્રવૃત્તિ પ્રયોજનમૂલક હોવાથી પ્રયોજનનો પ્રમેયમાં અંતર્ભાવ થતો હોવા છતાં પણ પૃથગુ ઉપદેશ કરેલ છે. આશય એ છે કે પ્રમાણદ્વારા પ્રમેયનું જ્ઞાન મેળવાય છે અને પ્રયોજનનો પ્રમેયમાં અંતર્ભાવ થઈ શકે છે. છતાં પણ પ્રમાણનું કથન પ્રયોજનને લઈને છે, એ બતાવવા પ્રયોજનનો ઉપદેશ પ્રમેયથી પૃથગુ કર્યો છે ll રપા ___ अथ दृष्टान्तसिद्धान्तौ व्याचिख्यासुराह । હવે દૃષ્ટાંત અને સિદ્ધાંત(તત્ત્વની) વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. दृष्टान्तस्तु भवेदेष विवादविषयो न यः । सिद्धान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ।।२६।। શ્લોકાર્થ જે વિવાદનો વિષય ન હોય તે દષ્ટાંત થાય. (અર્થાત્ વાદિ અને પ્રતિવાદિ બંનેને સંમતવિષય દૃષ્ટાંત બને.) વળી, સર્વતંત્રાદિભેદથી સિદ્ધાંત ચાર પ્રકારે છે. (સિદ્ધાંત એટલે શાસ્ત્રપ્રતિપાદિત નિયમો.) રડા व्याख्या-दृष्टोऽन्तो निश्चयोऽत्रेति दृष्टान्तः, दृष्टान्तः पुनरेषोऽयं भवेत् । एष क इत्याहय उपन्यस्तः सन् विवादविषयो वादिप्रतिवादिनोमिथो विरुद्धो वादो विवादः, तस्य विषयो गोचरो न भवति, वादिप्रतिवादिनोरुभयोः संमत एवानुमानादौ दृष्टान्त उपन्यस्तव्य इत्यर्थः । पञ्चस्ववयवेषु वक्ष्यमाणोऽपि दृष्टान्तः साध्यसाधनधर्मयोः प्रतिबन्धग्रहणस्थान અર્થાતુ નહીં જણાયેલા અર્થમાં, તેમજ નિશ્ચયપૂર્વક જાણેલા અર્થમાં ન્યાયની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તો શામાં ન્યાયની પ્રવૃત્તિ થાય છે ? સંશયવાળા અર્થમાં. આમ ન્યાયનું કથન સંશયમાંથી થાય છે. આથી તેનો સોળ તત્ત્વોમાં સમાવેશ છે. (૩૦) ન્યાયસૂત્રમાં પ્રયોજનનું લક્ષણ : મર્થનધિશ્વ પ્રવર્તત તત્રયોનનમ્ II૧-૧-૨૪. અર્થાત્ જે અર્થને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે, તે પ્રયોજન કહેવાય છે. અર્થાત્ નહીં જણાયેલા અર્થમાં તેમજ નિશ્ચયપૂર્વક જાણેલા અર્થમાં ન્યાયની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તો શામાં ન્યાયની પ્રવૃત્તિ થાય છે ? સંશયવાળા અર્થમાં. આમ ન્યાયનું કથન સંશયમાંથી થાય છે. આથી તેનો સોળતત્ત્વમાં સમાવેશ છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy