SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २५, नैयायिक दर्शन - ૨૧ संशयप्रयोजनयोः स्वरूपं प्राहહવે સંશય અને પ્રયોજનનું સ્વરૂપ કહે છે किमेतदिति संदिग्धः प्रत्ययः संशयो मतः । प्रवर्तते यदर्थित्वात्तत्तु साध्यं प्रयोजनम् ।।२५।। શ્લોકાર્થ આ શું છે? એવા સંદિગ્ધવિમર્શને સંશય કહેવાય છે. જે સાધ્યને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી વ્યક્તિ જેમાં પ્રવર્તે છે, તે પ્રાપ્ત કરવાયોગ્ય અર્થને પ્રયોજન કહેવાય છે. રિપો. व्याख्या-अयं किंशब्दोऽस्ति क्षेपे 'किं सखा योऽभिद्रुह्यति' अस्ति प्रश्ने 'किं ते प्रियं' अस्ति निवारणे 'किं ते रुदितेन' अस्त्यपलापे 'किं तेऽहं धारयामि' अस्त्यनुनये 'किं तेऽहं प्रियं करोमि' अस्त्यवज्ञाने 'कस्त्वामुल्लापयते' अस्ति वितर्के 'किमिदं दूरे दृश्यते,' इह तु वितर्के, दूरावलोकनेन पदार्थसामान्यमवबुध्यमानस्तद्विशेषं संदिहानो वितर्कयति, एतत् प्रत्यक्षमूर्ध्वस्थितं वस्तु किं तर्के स्थाणुर्वा पुरुषो वेति । यः संदिग्धोऽनेककोटिपरामर्शो प्रत्ययो विमर्शः, स संशयो मतः संमत इति । अथ प्रयोजनम्, यदर्थित्वाद्यस्य फलस्यार्थित्वमभिलाषु-कत्वे यदर्थित्वं, तस्मात्प्रवर्तते तत्तदीयसाधनेषु यत्नं कुरुते, तत्तु तत्पुनः साध्यं कर्तव्यतयेष्टं प्रयोजनं फलं यस्य वाञ्छया कृत्येषु प्रवर्तते तत्प्रयोजनमित्यर्थः । प्रयोजनमूलत्वाञ्च प्रमाणोपन्यासप्रवृत्तेः प्रमेयान्तर्भूतमपि प्रयोजनं पृथगुपदिश्यते ।। २५ ।। નૈયાયિકો બ્રહ્મને પરિણામી માનતા નથી. તેના સમર્થનમાં તેઓ જણાવે છે કે જો બ્રહ્મનો સર્વાત્મકરૂપે પરિણામ થઈ જાય તો બ્રહ્મનો નાશ થઈ જાય. દૂધનો દહીં રૂપે પરિણામ થયા પછી દૂધ નષ્ટ જ થઈ જાય છે. જો બ્રહ્મના એક ભાગમાં પરિણામ થતો હોય તો બ્રહ્મને ભાગવાળો (અવયવી) માનવો પડશે. અને જે વસ્તુ ભાગવાળી હોય તે અનિત્ય જ હોય છે. જ્યારે બ્રહ્મ નિત્ય છે. વળી બ્રહ્મ અવિકારી છે. વિવર્તરૂપ પરિણામ પણ બ્રહ્મમાં થઈ શકતો નથી. આથી સમજી શકાય છે કે જીવ બ્રહ્મમાંથી બનેલ નથી, પણ અનાદિ અનંત છે. માટે મુક્ત અવસ્થામાં જીવ બ્રહ્મમાં લીન થતો નથી, પણ બ્રહ્મની સાથે સંયુક્ત રહે છે. બૌદ્ધો ક્ષણિકજ્ઞાનોની સંતાન=પરંપરાનો હંમેશ માટે ઉચ્છેદ થવો, તેને નિર્વાણ(મોક્ષ) કહે છે. ક્ષણિકજ્ઞાનની સંતતિ બૌદ્ધમતમાં આત્મા છે. એટલે આત્માનો ઉચ્છેદ થવો એ જ એમના મતમાં નિર્વાણ (મુક્તિ) છે. આ વાત યુક્ત નથી. કારણકે તે તો “અમૃત્યુપદ છે. અર્થાત્ તેનું ક્યારેય મૃત્યુ થતું નથી. રાગાદિ રહિત જે આત્મ સ્વરૂપ છે તે જ મુક્તિ અવસ્થા છે. મુક્તિ અવસ્થામાં આત્માને પ્રાણ સંબંધી ભૂખ (સુધા) અને પિપાસા, મન સંબંધી લોભ અને મોહ તથા શરીર સંબંધી શીત અને આતપ આ છ ઉર્મિઓ હોતી નથી. અને તેથી શિવ કહેવાય છે. ૨૯. ન્યાયસૂત્રમાં સંશયનું લક્ષણ આ પ્રમાણે કરેલ છે. સમાનાનેoધપત્તેિર્લિપ્રતિપત્તપનુપથ્થવ્યવસ્થા તથ્ય વિપાપેક્ષો વિન: સંશય: ૧-૧-૨૩અર્થાતુ સાધારણ ધર્મ અને અસાધારણ ધર્મના જ્ઞાનથી પરસ્પરવિરુદ્ધ વાક્યોથી ઉપલબ્ધિ અને અનુપલબ્ધિની અવ્યવસ્થાથી વિશેષ ધર્મનું સ્મરણ થવાથી અથવા વિશેષ ધર્મની અપેક્ષારાખતા એક જ અર્થમાં વિરુદ્ધધર્મનું અવલંબનકરનાર જે જ્ઞાન તે સંશય કહેવાય છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy