SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन = १९३ પ્રવૃત્તિ : વચન-મન અને કાયાનો વ્યાપાર કે જે શુભાશુભફળને આપે છે તે પ્રવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ દોષો છે. ઇર્ષ્યા, અસૂયા, ક્રોધઆદિનો ત્રણમાં જ અંતર્ભાવ થાય છે અને આદોષોના કારણે જ સંસાર છે. પૂર્વકાલીન દેહ-ઇન્દ્રિયાદિના થતાં નથી, પણ અનુક્રમે જ થાય છે. આનું કારણ શું છે ? તેને સૂત્રકાર જણાવે છે કે જ્ઞાન ઉત્પન્ન ક૨વામાં કેવલ બાહ્ય ઇન્દ્રિયો અને રૂપાદિ અર્થો (વિષયો) સાથેનો સંબંધ જ પર્યાપ્ત નથી, પણ તેની સાથે મનનો પણ સંબંધ જોઈએ. મનસંયોગી જે ઇન્દ્રિય જે અર્થ સાથે સંબંધ પામશે તે ઇન્દ્રિય દ્વારા તે અર્થનું જ જ્ઞાન થશે. બીજા અર્થોનું નહીં. જો ચક્ષુ ઇન્દ્રિય મન: સંયુક્ત થઈ રૂપ સાથે સંબંધ પામશે તો રૂપનું જ્ઞાન થશે પણ બીજા અર્થોનું નહીં, કારણકે તે વખતે ઘ્રાણઆદિ ઇન્દ્રિયો સાથે મનનો સંબંધ નથી. અને તે ઉપરથી મન સુક્ષ્મ (અણુ) છે તે પણ સિદ્ધ થાય છે. જો તે વ્યાપક હોય તો તેનો સંબંધ બધી ઇન્દ્રિયો સાથે હોય, પણ તે નથી. આથી મન સુક્ષ્મ(અણુ) છે. વૈશેષિકસૂત્રમાં પણ મનને અણુ કહ્યું છે. તદ્દમાવાવ્વાનુ મન: II૭૦૧૦૨૫॥ વળી આ ન્યાયસૂત્રમાં મનના અસ્તિત્વનું પણ સાધન છે અને તેની અંદર રહેલો અસાધારણધર્મ લક્ષણ તરીકે બતાવ્યો છે. ‘યુરૂપજ્ઞાનાનનત્વમ્' એ મનનો અસાધારણધર્મ છે. મન દ્રવ્ય છે અને કણાદે નવદ્રવ્યોમાં તેની ગણત્રી કરી છે. મન અવયવ વિનાનું દ્રવ્ય હોવાથી નિત્ય છે. અર્થાત્ ઉત્પત્તિ વિનાશથી રહિત છે. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ અને વેગ આ આઠ મનના સામાન્યગુણો છે. નૈયાયિકો માને છે કે પ્રત્યેક આત્મામાં એક-એક મન (તે આત્માના) કર્માનુસા૨ ૫રમાત્માએ યોજેલું છે. મનને જ અંત:કરણ કહેવાય છે. મન જ વિષય જન્ય સુખ-દુઃખનું કારણ છે. આત્માની ઇચ્છા તથા જીવન-જનક પ્રયત્નથી મન એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે. તથા ધર્મ, અધર્મ રૂપ અદૃષ્ટકારણને લીધે મરણ પછી બીજા શરીરમાં જાય છે અને આત્માના ભોગનું સાધન બને છે. ૨૩. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે પ્રવૃત્તિર્વાવૃદ્ધિશરીરરતિ ||૧૧-૧૭II-રાગ-દ્વેષથી પ્રેરાઈને, જે વાણી ઉચ્ચારવામાં આવે છે તે વાચિકપ્રવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષથી પ્રેરાઈને મનમાં જે ચિંતન ક૨વામાં આવે છે તે માનસિકપ્રવૃત્તિ કહેવાય છે. અને રાગ-દ્વેષથી પ્રેરાઇને શરીર દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે તે શારીરિકપ્રવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષ વિનાની પ્રવૃત્તિ બંધ-જનક હોતી નથી. જીવનમુક્ત પુરૂષની પ્રવૃત્તિ રાગ-દ્વેષરહિતની હોય છે. અહીં સૂત્રમાં રાગ-દ્વેષપૂર્વકની પ્રવૃત્તિ લક્ષિત છે. અને તે સંસારચાલક છે. માટે તે હેય છે. જન્મથી મરણપર્યન્ત જેટલી ક્રિયાઓ રાગ-દ્વેષપૂર્વક થઈ હોય તે બધી જ સ્થિર સંસ્કારો આત્મામાં પાડે છે અને આ સંસ્કારો છેવટે મરણને ઉત્પન્ન કરી જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ફળને ઉત્પન્ન કરે છે. ૨૪. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે...પ્રવર્તનામો યોવાઃ ||૧-૧-૧૮-પ્રવૃત્તિજનકત્વ એ દોષનું લક્ષણ છે. અહીં સૂત્રમાં દોષ લક્ષ્યપદાર્થ છે અને પ્રવૃત્તિજનકત્વ લક્ષણ છે. કહેવાનો આશય એ છે કે રાગ-દ્વેષ અને મોહના કારણે જ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. આ ત્રણેને દોષ નામ આપવામાં આવ્યું છે. કારણ કે યુતિ બના યેન સ યોવઃ-જેનાથી આત્મા દૂષિત થાય છે તે દોષ અર્થાત્ આત્મા પોતાનું વાસ્તવિકસ્વરૂપ જેના કા૨ણે જાણી શકતો નથી, માટે એને દોષ કહેવામાં આવે છે. આ ત્રણે મોક્ષના પ્રતિબંધક છે. જ્યાં સુધી આ ત્રણે હોય, ત્યાં સુધી વૈરાગ્ય સ્ફૂરતો નથી અને તેનાવિના તત્ત્વજ્ઞાન સંભવિત નથી અને તત્ત્વજ્ઞાન સિવાય મુક્તિ પણ મળી શકતી નથી. અનુકૂલ અર્થની અભિલાષાને રાગ કહેવાય છે. કામ, પૃહા, તૃષ્ણા તથા લોભ આ બધા રાગના જ પ્રકાર છે. પ્રતિકૂલ અર્થને સહન ન કરવો તે દ્વેષ કહેવાય છે. ક્રોધ, ઇર્ષ્યા, અસૂયા, દ્રોહ અને આમર્ષ આ બધા દ્વેષના પ્રકારો છે. વસ્તુનું વાસ્તવિજ્ઞાન ન હોવું તે મોહ છે. મિથ્યાજ્ઞાન, વિચિકિત્સા, માન અને પ્રમાદ આ ચારેય મોહના પ્રકાર છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy