SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग- १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १७५ सामान्यतोदृष्टानुमानप्रभवाः । अत्र प्रयोगः ईदशस्पर्शमिदं वस्त्रमेवंविधरूपत्वात्, तदन्यतादृशवस्त्रवत् । एवं चूतं फलितं दृष्ट्वा पुष्पिता जगति चूता इति प्रतिपतिर्वा । प्रयोगस्तु पुष्पिता जगति चूताश्चुतत्वात्, दृष्टचूतवदित्यादि । ટીકાનો ભાવાનુવાદઃ શેષ:કાઈ તસ્થતિ તજીવતું | શેષ એટલે કાર્ય જેની પૂર્વે છે, તેને શેષવતુ અનુમાન કહેવાય છે. અર્થાત્ જ્યાં કાર્યવડે કારણનું અનુમાન કરાય તે શેષવતુ અનુમાન. જેમકે નદીમાં પૂર જોવાથી વૃષ્ટિનું અનુમાન કરવું. અહીં કાર્યશબ્દથી કાર્યધર્મ=લિંગ જાણવું. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે उपरिवृष्टिमद्देशसंबन्धिनी नदी शीघ्रतरस्रोतस्त्वे फलफेनसमूहकाष्ठादिवहनत्वे सति पूर्णत्वात् तदन्यनदीवत् । અહીં નદીના પૂરરૂપ કાર્ય દ્વારા ઉપરીતનદેશસંબંધી વૃષ્ટિ (કારણ)નું અનુમાન કરેલ છે. આથી શેષવતું અનુમાન છે. સામાન્યતોદષ્ટ એટલે કાર્ય-કારણભાવથી ભિન્ન અવિનાભાવિલિંગ દ્વારા જ્યાં લિંગિનું જ્ઞાન થાય છે. જેમકે બગલાની પંક્તિદ્વારા પાણીનું જ્ઞાન. જ્યાં જ્યાં આકાશમાં) બગલાની શ્રેણી છે, ત્યાં ત્યાં (નીચે) પાણી હોય છે. આવા કાર્યકારણભાવથી ભિન્ન અવિનાભાવિલિંગ (બગલાની પંક્તિ)દ્વારા લિંગિએવા પાણીનું અનુમાન કરાય છે, તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છેવેળાનહવૃત્તિઃ પ્રશો નવન્વિત્રછાવત્ની, સંપ્રતિપન્નકેશવત્ ! આ અનુમાનદ્વારા લિંગ બલાકાની પંક્તિ વડે લિંગિ પાણીનું અનુમાન કરાય છે. કારણકે સામાન્યથી જ્યાં જ્યાં બગલાની શ્રેણી (આકાશમાં ઉડતી હોય છે), ત્યાં પાણી (પાણીવાળો પ્રદેશ) હોય છે. આવી વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે. અથવા (બીજુ ઉદાહરણ આપે છે.) અન્યવૃક્ષ ઉપરજોએલા સુર્યને થોડા સમય બાદ) અન્ય પર્વત ઉપર જોવાવડે સુર્યની ગતિનું અનુમાન થાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે रवेरन्यत्र दर्शनं गत्यविनाभूतं, अन्यत्र दर्शनत्वात्, देवदत्तादेरन्यत्रदर्शनवत् । અહીં જેમ અન્યત્ર જોયેલા દેવદત્તાદિનું, તેનાથી બીજા ઠેકાણે દર્શન થાય છે તે ગતિપૂર્વક છે. અર્થાત્ દેવદત્તની ગતિ હોવાથી ગતિપૂર્વક બે અગલસ્થાને દેવદત્તનું દર્શન થાય છે. તેમ સૂર્યનું વૃક્ષઉપર દર્શન કર્યા બાદ થોડા સમય પછી પર્વત ઉપર દર્શન થાય છે તે ગતિપૂર્વક છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy