SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોજ - ૨૭, ૨૮, ૨૧, નૈવાચિત્ર વર્શન કરવામાં ન આવે તો વ્યપદેશ=શબ્દ, તે શબ્દવડે અને ઇન્દ્રિયાર્થસન્નિકર્ષવડે, એમ બંનેવડે જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પણ અધ્યક્ષ=પ્રત્યક્ષનું ફલ થશે. (અર્થાત્ વ્યપદેશ=શબ્દ વડે ઉત્પન્ન થતું જ્ઞાન પણ પ્રત્યક્ષનું ફળ થશે અને ઇન્દ્રિયાર્થ-સન્નિકર્ષવડે ઉત્પન્ન થતું જ્ઞાન પણ પ્રત્યક્ષનું ફલ થશે. પરંતુ શબ્દવડે ઉત્પન્ન થતું જ્ઞાન શાબ્દપ્રમાણનું ફલ છે. પણ પ્રત્યક્ષનું ફલ નથી.) તેથી તેની નિવૃત્તિમાટે (અર્થાત્ શબ્દથી ઉત્પન્ન થતા જ્ઞાનમાં પ્રત્યક્ષફલત્વની આપત્તિના નિવારણ માટે) પ્રત્યક્ષના લક્ષણમાં અવ્યપદેશ્યપદનું ઉપાદાન કરેલ છે. १५६ રૂવમત્ર તત્ત્વમ્ - કહેવાનું તાત્પર્ય એ છે કે ચક્ષુ, ગાય અને ‘ગો’ શબ્દના વ્યાપારમાં હોવા છતાં “સયં ો:” એ પ્રમાણે વિશિષ્ટકાલમાં જે (ગાય સંબંધી)જ્ઞાન ઉત્પન્ન થતું જણાય છે, તે જ્ઞાન શબ્દ અને ઇન્દ્રિય (ચક્ષુ) બંનેથી ઉત્પન્ન થતું હોવા છતાં પણ (તે જ્ઞાનમાં) શબ્દનો ઘણો વિષય હોવાના કારણે (શબ્દનું) પ્રાધાન્ય છે. તેથી તે જ્ઞાન શાબ્દજ્ઞાન તરીકે ઇચ્છાય છે, પણ પ્રત્યક્ષ ઇચ્છાતું નથી. પ્રત્યક્ષજ્ઞાનના લક્ષણમાં અવ્યભિચારિપદ મુકવાનું પ્રયોજન જણાવે છે - ઇન્દ્રિય જન્ય મરુમરીચિકામાં (ઝાંઝવાનાં નીરમાં) થતા પાણીના જ્ઞાનની અને શુક્તિના ટુકડામાં લધૌતના બોધાદિની નિવૃત્તિ માટે અવ્યભિચારિપદનું ઉપાદાન કરેલું છે. (સંશય અને વિપર્યયથી રહિત હોય તે અવ્યભિચારિજ્ઞાન કહેવાય છે.) ‘યવર્તાĂસ્તવ્’ અર્થાત્ અસ્મિમાં તદ્નું જે જ્ઞાન થાય તે વ્યભિચારિજ્ઞાન કહેવાય છે. જેમકે શુક્તિમાં ૨જતનું જ્ઞાન. આમ આ વ્યભિચારિજ્ઞાનના વ્યવચ્છેદ માટે સ્મિન્ માં તદ્ ના જ્ઞાનરૂપ અવ્યભિચારિ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે. હવે ‘વ્યવસાયાત્મક’ પદ ગ્રહણનું પ્રયોજન જણાવે છે - જેનાવડે વિશેષ કરાય તે વ્યવસાય=વિશેષ કહેવાય છે. વિશેષથીજનિત તે વ્યવસાયાત્મિક કહેવાય છે. અથવા એટલે વ્યવહારમાં આવતું સર્વજ્ઞાન વિશેષણવાળું હોય છે. અને ઉત્પત્તિ સમયે તો જ્ઞાન વિશેષણ વગરનું જ હોય છે. ૮. અવ્યપદેશ્યનો બીજોઅર્થ પણ થાય છે. તે આ પ્રમાણે છે-જેમાં શબ્દ પણ સંબંધીતરીકે હોય તે વ્યપદેશ્ય. અવ્યપદેશ્ય એટલે જેમાં શબ્દ સંબંધી તરીકે કે વિશેષણ તરીકે ન હોય તે. જેમકે ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો જ્યારે અર્થ સાથે સંબંધ થાય છે, ત્યારે દ્રષ્ટાના આત્મામાં જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમાં શબ્દ જરાપણ સંબંધીતરીકે હોતો નથી. નાનું છ માસનુંબાળક જ્યારે હાથીઆદિ પ્રાણીઓને જુએ છે, ત્યારે તેના આત્મામાં જ્ઞાન તો જરૂ૨ ઉત્પન્ન થાય છે, પણ તે વખતે ‘હાથી' એવો શબ્દ જ્ઞાનનો સંબંધી તેમજ વિશેષણ તરીકે બિલકુલ હોતો નથી. માટે પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં શબ્દ સંબંધી તરીકે, વાચકતરીકે કે વિશેષણ તરીકે જ્ઞાનની સાથે હોતો નથી. આ બાબતને જણાવવા ‘અવ્યપદેશ્ય' એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. કલૌત ના સ્થાને ‘રત્નત' પાઠ હોય તો વધુ યોગ્ય જણાય છે
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy