SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દર્શન સમુટ્ટર માT - ૨ * 19 શ્લોક-૨૪ના ઉત્તરાર્ધમાં દ્વિતીય પ્રમેયતત્ત્વના ૧૨ ભેદોનું વિવરણ છે. (૧) આત્મા, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) રૂપાદિ વિષયો, (૫) બુદ્ધિ, (૯) મન, (૭) પ્રવૃત્તિ, (૮) દોષ, (૯) પ્રત્યભાવ, (૧૦) ફળ, (૧૧) દુઃખ, (૧૨) અપવર્ગ. - આ ૧૨ પ્રમેય છે. શ્લોક-૨પમાં સંશય અને પ્રયોજનતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે. લોક-૨માં દૃષ્ટાંત અને સિદ્ધાંતતત્ત્વનું નિરૂપણ છે. સિદ્ધાંત ચાર પ્રકારનો છે. (i) સર્વતંત્ર સિદ્ધાંત, (ii) પ્રતિતંત્ર સિદ્ધાંત, (iii) અધિકરણ સિદ્ધાંત, (iv) અભ્યપગમ સિદ્ધાંત. શ્લોક-૨૭માં અવયવ અને તર્કતત્ત્વનું નિરૂપણ છે. અવયવ પાંચ છે. (i) પ્રતિજ્ઞા, (ii) હેતુ, (iii) દૃષ્ટાંત, (iv) ઉપનય, (v) નિગમન - આ પાંચે અવયવોની વ્યાખ્યા આપી છે. શ્લોક૨૮ના પૂર્વાર્ધમાં તર્કનું ઉદાહરણ આપ્યું છે તથા ઉત્તરાર્ધમાં નિર્ણયતત્ત્વનું નિરૂપણ કર્યું છે. શ્લોક-૨૯માં વાદતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે. શ્લોક-૩૦માં જલ્પ અને વિતંડાનું નિરૂપણ છે. શ્લોક-૩૧માં હેત્વાભાસ, છલ અને જાતિ - આ ત્રણ તત્ત્વોનું નિરુપણ છે. (i) અસિદ્ધ, (ii) વિરુદ્ધ, (ii) અનૈકાન્તિક, (iv) કાલાત્યયાદિષ્ટ, (બાધિત) (v) પ્રકરણસમ (સત્પતિપક્ષ). - આ પાંચ હેત્વાભાસ છે. છલના ત્રણ પ્રકાર છે : (i) વાક્છલ (i) સામાન્યછલ (iii) ઉપચારછલ. જાતિના ૨૪ ભેદો છે. (૧) સાધર્મ, (૨) વૈધર્મ, (૩) ઉત્કર્ષ, (૪) અપકર્ષ, (૫) વર્ણ, (૬) અવર્ય, (૭) વિકલ્પ, (૮) સાધ્ય, (૯) પ્રાપ્તિ, (૧૦) અપ્રાપ્તિ, (૧૧) પ્રસંગ, (૧૨) પ્રતિદષ્ટાંત, (૧૩) અનુત્પત્તિ, (૧૪) સંશય, (૧૫) પ્રકરણ, (૧૯) હેતુ, (૧૭) અર્થપત્તિ, (૧૮) અવિશેષ, (૧૯) ઉપપત્તિ, (૨૦) ઉપલબ્ધિ, (૨૧) અનુપલબ્ધિ, (૨૨) નિત્ય, (૨૩) અનિત્ય, (૨૪) કાર્યસમા. ગાથા-૩૨માં ૨૨ નિગ્રહસ્થાનોનું સ્વરૂપ વર્ણવ્યું છે. (૧) પ્રતિજ્ઞા હાનિ, (૨) પ્રતિજ્ઞાન્તર, (૩) પ્રતિજ્ઞાવિરોધ, (૪) પ્રતિજ્ઞાસંન્યાસ, (૫) હેવન્તર, () અર્થાન્તર, (૭) નિરર્થક, (૮) અવિજ્ઞાતાર્થ, (૯) અપાર્થક, (૧૦) અપ્રાપ્તકાલ, (૧૧) ન્યૂન, (૧૨) અધિક, (૧૩) પુનરુક્ત, (૧૪) અનનુભાષણ, (૧૫) અજ્ઞાન, (૧૬) અપ્રતિભા, (૧૭) વિક્ષેપ, (૧૮) મતાનુજ્ઞા, (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ, (૨૦) નિરનુયોજ્યાનુયોગ, (૨૧) અપસિદ્ધાંત, (૨૨) હેત્વાભાસ. શ્લોક-૩રની ટીકામાં મૂળ ગ્રંથકારશ્રીએ નહિ કહેલી કેટલીક વાતોનું ટીકાકારશ્રીએ નિરુપણ કર્યું છે. શ્લોક-૩૩ના પૂર્વાર્ધમાં તૈયાયિકમતના ઉપસંહાર તથા ઉત્તરાર્ધમાં સાંખ્યમતના પ્રારંભનો
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy