SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ षड्दर्शन समुचय भाग - १, श्लोक १२, नैयायिक दर्शन - ટીકાનો ભાવાનુવાદ : અહીંથી આગળ કહેવાતો નૈયાયિકમત કે જેનું બીજું નામ શૈવશાસન છે. તેનો સંક્ષેપ સાંભળો. હવે શરૂઆતમાં યૌગ જેનું બીજુંનામ છે તે નૈયાયિકોના લિંગ, વેષ અને આચારને કહે છે. તે નૈયાયિકો દંડને ધારણકરનાર, પ્રૌઢ લંગોટીને ધારણ કરનારા, શરીરઉપર ભસ્મ લગાડનારા, જનોઇને ધારણ કરનારા, હાથમાં પાણી૨ાખવા તુંબડું રાખનારા, નીરસ આહાર કરનારા, કંદમૂલ અને ફલ ખાનારા, આતિથ્યકર્મમાં નિરત, સ્ત્રીને રાખનારા અને સ્ત્રીને નહીં રાખનારા હોય છે. તે નૈયાયિકોમાં સ્ત્રી નહીં રાખનારા ઉત્તમ કહેવાય છે. તેઓ પંચાગ્નિની સાધનામાં રક્ત હોય છે. (રુદ્રાક્ષની માળા કે જેને પ્રાણલિંગ કહેવાય છે.) હાથમાં અને જટાદિમાં તે પ્રાણલિંગને ધારણકરનારા હોય છે. વળી ઉત્તમસંયમાવસ્થાને પ્રાપ્ત કરેલા નગ્ન ફરે છે. તેઓ સવારે દંતમંજન અને પગાદિની શુદ્ધિકરીને શિવનું ધ્યાનકરતા ભસ્મવડે અંગ ઉપર ત્રણ-ત્રણ વાર સ્પર્શ કરે છે. અર્થાત્ શરીરના અમુકઅંગો ઉપર ભસ્મની ત્રણ-ત્રણ લાઇનો કરે છે. વંદન કરતો યજમાન અંજલીપૂર્વક “ૐ નમ: શિવાય” બોલે છે. અને ગુરુ સામે “શિવાય નમઃ” બોલે છે. તેઓ સભામાં આ પ્રમાણે કહે છે “જે શૈવધર્મના દાસી કે દાસ પણ શૈવશાસનની દીક્ષાને બા૨વર્ષ સેવીને મુકે છે, તે પણ નિર્વાણને પામે છે ।।૧।।” સૃષ્ટિ અને સંહા૨ ક૨ના૨ા સર્વજ્ઞ દેવ તેઓના ઈશ્વર છે. તે ઇશ્વરના અઢારઅવતાર છે. તે આ પ્રમાણે (૧) નકુલી, (૨) શૌષ્યકૌશિક, (૩) ગાર્ગી, (૪) મૈત્ર્ય, (૫) અકૌરુષ, (૬) ઇશાન, (૭) પારગાર્ગી, (૮) કપિલાણ્ડ, (૯) મનુષ્યક, (૧૦) કુશિક, (૧૧) અત્રિ, (૧૨) પિંગલ, (૧૩) પુષ્પક, (૧૪) બૃહદાર્ય, (૧૫) અગસ્તિ, (૧૬) સંતાન, (૧૭) રાશીક૨, (૧૮) વિદ્યાગુરુ. આ તે નૈયાયિકોના પૂજનીય તીર્થંકરો (તીર્થને કરનારા) છે. આ તીર્થેશોની પૂજાપ્રણિધાનની વિધિ તેમના શાસ્ત્રથી જાણી લેવી. તેઓના સર્વતીર્થોમાં ભરટો (દાસો) જ પૂજાકરનાર હોય છે. ૧. મસ્તક હૃદય નાભિઉપર ત્રણ લાઇન કરે છે. મસ્તકઉપર શિવનો વાસ માને છે. હૃદય ઉપર બ્રહ્માનો વાસ માને છે. નાભિઉપર વિષ્ણુનો વાસ માને છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy