SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन પદાર્થો સર્વ આકારોમાં ઉપલબ્ધ થવાની આપત્તિ આવશે. આવી અવસ્થામાં જગતના ‘આ પાણી છે’ ‘આ અગ્નિ છે' ઇત્યાદિ નિત્યવ્યવહારોનો લોપ થઈ જશે. જો વસ્તુની પ્રતિનિયત સ્વરૂપતા પ્રત્યક્ષથી જણાતી ન હોય તો, પ્રત્યક્ષથી પદાર્થનું કયું સ્વરૂપ જણાશે ? ११४ તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ પ્રતિનિયતસ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આમ પદાર્થના યથાવસ્થિતસ્વરૂપના અવભાસક પ્રત્યક્ષથી (પ્રત્યક્ષ અને પરોક્ષ સિવાય) બીજા પ્રમેયોનો અભાવ જ પ્રતિપાદિત થાય છે. (આ રીતે) અનુમાનથી પણ પ્રમેયાન્તરનો અભાવ પ્રતીત થાય જ છે. કારણ કે અન્યોન્યવ્યવચ્છેદ કરવાવાળા બે પ્રકારમાંથી એકપ્રકારનો વ્યવચ્છેદ થતાં, તેનાથી ઇતર બીજાપ્રકારની વ્યવસ્થા થઈ જાય છે. (અર્થાત્ કહેવાનો આશય એ છે કે પરસ્પર વ્યવચ્છેદ કરનારા પ્રત્યક્ષ અને પરોક્ષમાંથી એકપ્રકાર પ્રત્યક્ષનો વ્યવચ્છેદ કરતાં, તેનાથી ઇતર પરોક્ષની વ્યવસ્થા થઈ જાય છે અને એકપ્રકા૨ પરોક્ષનો વ્યવચ્છેદ કરતાં, તેનાથી ઇતર પ્રત્યક્ષની પણ વ્યવસ્થા થઈ જાય છે. તેથી પ્રત્યક્ષ અને પરોક્ષથી ભિન્ન પ્રમેયાન્તર નથી, તે સિદ્ધ થાય છે.) પ્રયોગ આ પ્રમાણે છે - યત્ર યન્ત્રારવ્યવત્ઝેવેન વિતરપ્રાર્વ્યવસ્થા, ન તંત્ર પ્રજારાન્તરસંમવઃ । તઘથા પીતાવી નીપ્રાર્વ્યવત્ઝેવેન - અનીપ્રજાર વ્યવસ્થા । જ્યાં જે પ્રકા૨ના વ્યવચ્છેદથી, તેનાથી ઇતર પ્રકા૨ની વ્યવસ્થા થાય છે. ત્યાં પ્રકારાન્તરનો સંભવ નથી. જેમકે- પીતાદિમાં નીલ પ્રકારના વ્યવચ્છેદ્વારા અનીલ (પીત) પ્રકારની વ્યવસ્થા થાય છે અને તેનાથી નીરુ અને સન્નીન્હ થી ઇતરપ્રકારની સંભાવના પણ નષ્ટ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષરૂપ પ્રકાર પણ અન્યોન્યવ્યવચ્છેદ કરીને પોતાના સ્વરૂપની વ્યવસ્થા કરે છે. આથી સંસારના સર્વપ્રમેયોમાં ક્યાં તો પ્રત્યક્ષતાનો વ્યવચ્છેદ કરીને પરોક્ષતા હશે કે ક્યાં તો પરોક્ષતાના વ્યવચ્છેદ દ્વારા પ્રત્યક્ષતા હશે, તે બંન્નેથી ભિન્ન પ્રકારની સંભાવના નથી. જગતના પ્રમેયોમાં આ વ્યવસ્થા કરનારો હેતુ વિરુદ્ધોપલબ્ધિ છે. કારણ કે તત્પ્રકારપ્રત્યક્ષ અને અતપ્રકા૨પ૨ોક્ષ, પરસ્પરનો પરિહાર કરીને પોતાની સ્થિતિ નક્કી કરે છે. તેથી ત્રીજા પ્રમેયનો અભાવ હોવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણથી ભિન્નપ્રમાણોનો અભાવ છે. તેથી કહ્યું છે કે- “પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમેયથી અન્યપ્રમેયનો સંભવ નથી. તેથી પ્રમેય બે હોવાથી પ્રમાણ પણ બે જ છે” અહીં શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવાદિપ્રમાણોનું નિરાકરણ અથવા પ્રત્યક્ષ કે અનુમાનમાં અંતર્ભાવ જે પ્રમાણે થાય છે, તે પ્રમાણસમુચ્ચય આદિ બૌદ્ધ ગ્રંથોથી કે સન્મતિતર્ક વગેરે અન્યગ્રંથોથી જાણી લેવું. ગ્રંથગૌરવના ભયથી અહીં ક્યું નથી. તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ અને પ્રમાણ બે જ પ્રમાણ છે. Il अथ प्रत्यक्षलक्षणमाह હવે પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ કહે છે. (તથા અનુમાનપ્રમાણનું પણ લક્ષણ કહેવાય છે.)
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy