SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन અહીં પ્રમાણની સંખ્યાના વિષયમાં ચાર્વાક, સાંખ્ય વગેરે અક અને અનેક પ્રકારે સમ્યગ્ જ્ઞાન કહે છે. (અને તેથી સમ્યાન એક પ્રકારે તથા અનેક પ્રકારે હોવાથી પ્રમાણના પણ એક કે અનેક પ્રકાર થશે.) આથી નિયત બે પ્રકારના સમ્યજ્ઞાન બૌદ્ધવડે કહેવાતાં એક કે અનેક પ્રકારના સમ્યજ્ઞાનનો નિષેધ થાય છે. एवं चायमेवकारो विशेषणेन विशेष्येण क्रियया च सह भाष्यमाणः क्रमेणायोगान्ययोगात्यन्तायोगव्यवच्छेदकारित्वात्त्रिधा भवति यद्विनिश्चयः ९८ કારિકામાં કહ્યું છે કે-નિવૃત્તમમિધાતવ્ય નિવૃત્ત ચિત્તોચરે । અનુત્પન્ના નિરુદ્ધા ફ્રિ નિર્વામિવ ધર્મતા II ૧૮/૭/મા.કા. II પોતાના જ આત્માથી તે તત્ત્વની અનુભૂતિ કરી શકાય છે. આથી તે પરમાર્થસત્ય ‘પ્રત્યાત્મવેદનીય’ છે. વ્યવહારની ઉપયોગિતા : માધ્યમિકોના આ (ઉપરોક્ત બતાવેલ) પક્ષ હીનયાનિઓની દૃષ્ટિમાં નિતાન્ત ગર્હણીય છે. આક્ષેપનું બીજ એ છે કે જ્યારે ૫૨માર્થ શબ્દત: અવર્ણનીય છે અને વ્યવહા૨સત્ય જાદુના ચાલતાફરતા રૂપોની માફક ભ્રમમાત્ર છે. તો સ્કન્ધ, આયતનાદિતત્ત્વોનો ઉપદેશ આપવાની સાર્થકતા કયા પ્રકારે પ્રમાણિત કરી શકાશે ? આ આક્ષેપનો નાગાર્જુન ઉત્તર આપે છે કે " व्यवहारमनाश्रित्य परमार्थो न देश्यते । परमार्थमनागम्य निर्वाणं नाधिगम्यते ।। तदेतदार्याणामेव स्वसंविदितस्वभावतया પ્રત્યાત્મસંવેદ્યં પરમાર્થસત્યમ્” (બોધિચર્યા પૃ-૩૬૭) આશય એ છે કે વ્યવહારનો આશ્રય લીધાવિના પરમાર્થનો ઉપદેશ આપી શકાતો નથી. અને પરમાર્થની પ્રાપ્તિ વિના નિર્વાણ મળી શકતું નથી. આ સારગર્ભિત કથનનો અર્થ એ છે કે સાધારણ માનવોની બુદ્ધિ વ્યવહારમાં એટલીબધી સંલગ્ન છે કે તેઓને પરમાર્થનો લૌકિકવસ્તુઓની દૃષ્ટિથી જ ઉપદેશ આપી શકાય છે. જે સંકેતોથી તેઓને આજન્મ પરિચય છે, તે જ સંકેતોની ભાષામાં પરમાર્થને તેઓ સમજી શકે છે. આથી વ્યવહારનો સર્વથા ઉપયોગ છે. આ જ વસ્તુનું પ્રતિપાદન બૌદ્ધાચાર્ય ચન્દ્રકીર્તિએ માધ્યમિકાવતાર (૬/૮૦)માં કરેલ છે. ઉપાયમૂતં વ્યવહારસત્યમુવેયભૂત પરમાર્થસત્યમ્ । વળી ન ચ મુમૂર્ત સંસ્કૃતવ્યતિરેòળ ગસંસ્કૃત શવયં પ્રજ્ઞાયિતુમ્ અર્થાત્ સંસ્કૃત(વ્યવહારના) વિના અસંસ્કૃત (૫૨માર્થ)નું પ્રજ્ઞાપન શક્ય નથી. * શૂન્યવાદ : માધ્યમિક લોકો ૫૨માર્થસત્યને શૂન્યના નામથી ઓળખે છે. તેથી તે આચાર્યોનો મત શૂન્યવાદના નામથી પ્રસિદ્ધ છે. આ શૂન્યવાદના તાત્ત્વિકસ્વરૂપનું નિરૂપણ કરવામાં વિદ્વાનોને અતિશયવૈમત્ય છે. હીનયાનિ આચાર્ય (માધ્યમિક મહાયાનિ કહેવાય છે) તથા બીજા કેટલાક વિદ્વાનોએ શૂન્ય શબ્દનો અર્થ સર્વત્ર સકલ ‘સત્તા’નો નિષેધ કે ‘અભાવ’ જ કરેલ છે. તેનું કારણ એ છે કે લોકવ્યવહારમાં આ શબ્દનો પ્રસિદ્ધ અર્થ તે છે. પરંતુ માધ્યમિક આચાર્યોના ગ્રંથોના અભિપ્રાય અનુસારશૂન્ય શબ્દનો અર્થ ‘નાસ્તિ’ તથા ‘અમાવ’ નથી. કોઈપણ પદાર્થના સ્વરૂપનિર્ણયમાં ચાર જ કોટિઓનો પ્રયોગ પ્રતીત થાય છે ‘અસ્તિ’ (વિદ્યમાન છે), ‘નાસ્તિ’ (વિદ્યમાન નથી), તનુમયં (અત્તિ અને નાસ્તિ એક સાથે) નોમય (નાસ્તિ અને અત્તિ બંને કલ્પનાનો નિષેધ.) આ કોટિઓનો સંબંધ સાંસારિક પદાર્થથી છે. પરંતુ પરમાર્થ મનો-વાણીથી અગોચર હોવાના કારણે નિતરાં અનિર્વાચ્ય છે. સવિશેષવસ્તુનું વિવેચન થાય છે. નિર્વિશેષવસ્તુનું ક્યારેય પણ વિવેચન થતું નથી. આ કારણથી અનિર્વિચનીયતાની સૂચના આપવા માટે ‘પરમતત્ત્વ'ના માટે ‘શૂન્ય'નો પ્રયોગ કરેલ છે. ૫રમાર્થ ચતુષ્કોટિવિનિર્મુક્ત છે. માધ્યમિક કારિકામાં કહ્યું છે કે
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy