SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन ટીકાનો ભાવાનુવાદઃ શ્લોકમાં “તથા' શબ્દપૂર્વે કહેલા તત્ત્વની સાથે સમુચ્ચય કરવા માટે અને “ઘ' શબ્દ અવધારણાર્થક છે. તેથી આ અર્થ થશે – સૌગદર્શનમાં બે જ પ્રમાણ જાણવા, પરંતુ એક, ત્રણ, ચાર, પાંચ કે છ નહીં. આ કથનથી ચાર્વાક, સાંખ્ય આદિ દર્શનોદ્વારા પ્રરૂપાયેલા બેથી અધિક બીજા પ્રમાણો બૌદ્ધોને માન્ય નથી તે સૂચિત થાય છે. પ્રશ્ન તે બે પ્રમાણ કયા છે ? ઉત્તરઃ પ્રત્યક્ષ ધર્માધર્મ વિદ્યમાન નથી રહી શકતા. દેવદત્ત અહિંસાદિ ક્રિયાનું સંપાદન કરે છે, ત્યારે તે ધર્માભાગી-અધર્મભાગી બને છે. જો ક્રિયા જ અસિદ્ધ બની ગઈ છે, તો ધર્મ-અધર્મનું અસિદ્ધ થવું સુતરાં નિશ્ચિત છે. ધર્માધર્મના અભાવમાં તેના ફલ સુગતિ-દુર્ગતિનો પણ અભાવ થશે. તો સ્વર્ગ કે મોક્ષના માટે વિહિત માર્ગ પણ વ્યર્થ છે. આથી કહ્યું છે કેधर्माधर्मो न विद्यते क्रियादीनामसम्भवे । धर्मे चासत्यधर्मे च फलं तजं न विद्यते ।। આથી નાગાર્જુનના તર્કનુસાર આર્યસત્યોનું પણ અસ્તિત્વ માયિક છે. આ પ્રકારે આત્માની કલ્પના કોઈપણ રીતે માન્ય નથી. ટૂંકમાં માત્મા પ્રજ્ઞપિતમનાત્મત્ય શિતમ્ યુદ્ધત્મા ન દાનાત્મા ત્યપિ શિતમ્ | મા. કા - ૧૮/ક .. કર્મફલ પરીક્ષાઃ કર્મનો સિદ્ધાંત વૈદિકધર્મની સમાન બૌદ્ધધર્મને પણ સંમત છે. જે કર્મ કરાય છે, તેનું અવશ્ય ફલ પ્રાપ્ત થાય છે. પરંતુ પરીક્ષા કરવાથી આ તથ્ય પ્રમાણિત થતું નથી. કર્મનું ફલ તુરત ન પ્રાપ્ત થતાં કાલાન્તરમાં સંપન્ન થાય છે. જો ફલના વિપાક સુધી કર્મ ટકી શકે, તો કર્મ નિત્ય થઈ જશે અને જો વિપાક સુધી તેની સત્તા માનીને, વિનાશશાલી માનવામાં આવે તો અવિદ્યમાન કર્મ કયા પ્રકારે ફલ ઉત્પન્ન કરી શકે ? કહ્યું છે કે જ wજે સતિ ન મોક્ષા ન હોપપદને : સર્વઢિયાળાં ૨ નૈરવયં પ્રમત્તે || મા. કા - ૮૫ || જો કર્મની પ્રવૃત્તિ સ્વભાવતઃ માનવામાં આવે, તો નિ:સંદેહ શાશ્વત થઈ જશે. પરંતુ વસ્તુત: કર્મ તેવું નથી. કર્મ તે છે કે જેને સ્વતંત્રકર્તા પોતાની ક્રિયાદ્વારા સંપાદન કરે છે. શાશ્વત માનવામાં આવશે તો તેનો ક્રિયાની સાથે સંબદ્ધ કેવી રીતે મનાય ? કારણ કે જે વસ્તુ શાશ્વત હોય છે, તે કૃતક (ક્રિયાના દ્વારા નિષ્પન્ન) નથી હોતી. જો કર્મ અકૃતક હોય, તો કર્યાવિના પણ ફળની પ્રાપ્તિ થવા લાગશે (નાગ્યTH) અને નિર્વાણની ઇચ્છાવાળો વ્યક્તિ પણ બ્રહ્મચર્યનો નિર્વાહ કર્યા વિના જ પોતાને કૃતકૃત્ય માનવા લાગશે. આથી ન તો જગતમાં કર્મ વિદ્યમાન છે. ન કર્મનું ફલ. બંને કલ્પનાઓ કેવલ વ્યવહારની સિદ્ધિ માટે છે. જ્ઞાન-પરીક્ષા : જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાન પણ અનેક પ્રકારના વિરોધથી પરિપૂર્ણ પ્રતીત થાય છે. છ ઇન્દ્રિયોના રૂપાદિ છ વિષયો છે. તે વિષયોનું પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. પરંતુ તે આભાસમાત્ર છે. તથ્ય નથી. દા.ત. ચક્ષુ જ્યારે પોતાને જ નથી દેખતી, ત્યારે અન્ય વસ્તુરૂપને કેમ કરીને દેખી શકે ? અગ્નિનું દષ્ટાંત લઈશકાય તેમ નથી. “જે પ્રકારે અગ્નિ પોતાને નથી બાળતી, કેવલ બાહ્યપદાર્થ (ઇન્ધનાદિ)ને બાળે છે, તેની માફક ચક્ષુ પણ પોતે પોતાનું દર્શન કરવા અસમર્થ હોવા છતાં પણ રૂપના પ્રકાશમાં સમર્થ થશે.” “પરંતુ આ કથન એક મૌલિકભ્રાન્તિ ઉપર અવલંબિત છે. ગતિની સમાન “બાળવું' ક્રિયા સ્વયં અસિદ્ધ છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy