SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાનુવાદના અવસરે વિ. સં. ૨૦૫૫ની સાલમાં પાછીયાની પોળ-જૈન આરાધના ભવનમાં પૂ. ગુરુદેવશ્રી દિવ્યકીર્તિ વિ. મ. સા. ને વૈયાવચ્ચ માટે એક વર્ષ રોકાવાનું થયું. તે અરસામાં શ્રી વાચસ્પતિ મિશ્ર પંડિતજી પાસે પડ્રદર્શન સમુચ્ચયનો અભ્યાસ કરવાનો થયો. સાથે સાથે તૈયાયિક સૂત્ર, વૈશેષિક સૂત્ર, જૈમિની સૂત્ર, સાંખ્યકારિકા, પાતંજલયોગસૂત્ર આદિ ગ્રંથોનું પણ અવગાહન કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી અભ્યાસાર્થે એક નોટ તૈયાર કરી. તેમાં ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના મૂલ ગ્રંથ ઉપરની પૂજ્ય આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાની બૃહદ્ વૃત્તિનું ભાષાંતર તથા મૂલ ગ્રંથ અને ટીકામાં નહિ કહેલા તે તે દર્શનના વિશેષ વાચ્યાર્થને ટીપ્પણી તરીકે સમાવેશ કર્યો. લેખનનો મહાવરો ન હોવાથી ભાષાકીય દૃષ્ટિએ લખાણ જામતું નહોતું. વિ. સં. ૨૦૧૦માં પૂ. ગુરુદેવની ચૈત્ર માસની શાશ્વતી ઓળી લાલબાગમાં નક્કી થઈ. ચૈત્ર સુદ-૧ થી પૂ. ગુરુદેવની પ્રેરણા અને અનુજ્ઞાથી પુનઃ તે લખાણને વ્યવસ્થિત કરવાના કાર્યનો પ્રારંભ કર્યો. ભા. સુદ-૮ના રોજ શ્રીપાલનગરમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ભાવાનુવાદનું આ કાર્ય સંપન્ન થયું. તે દરમિયાન પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શનથી આ ગ્રંથ સન્માર્ગ પ્રકાશનમાં છપાવાનું નક્કી થયું. જૈન દાર્શનિક ગ્રંથોમાં, આગમોમાં તથા અન્ય પ્રકરણ ગ્રંથોમાં આવતી દાર્શનિક ચર્ચાઓના પૂર્વોત્તર પક્ષને સમજવામાં સહાયક થાય તેવો આ અદ્ભુત ગ્રંથ છે. જ્યાં સુધી તે તે દર્શનની મૂળ માન્યતાને સમજવામાં ન આવે, ત્યાં સુધી આપણા ગ્રંથોમાં કરેલું છે તે દર્શનની માન્યતાઓનું ખંડન સમજવું કઠીન પડે છે. આ ગ્રંથમાં તે તે બૌદ્ધાદિ દર્શનની મૂળ માન્યતાઓને મૂળ ગ્રંથકારશ્રીએ માત્ર ૮૭ શ્લોકમાં ગૂંથી લીધી છે. તે તે બૌદ્ધાદિ દર્શનની (મૂળ ગ્રંથકારશ્રીએ નહિ વર્ણવેલી) શેષ માન્યતાઓને ટીકાકારશ્રીએ ટીકામાં ગુંથી લીધી છે. સાથે સાથે ટીકાકારશ્રીએ જૈનદર્શનના વિવરણમાં બૌદ્ધાદિ પ્રત્યેક દર્શનની તે તે મૂળ માન્યતાઓનું ખંડન કરી અભૂત શૈલીથી જૈનદર્શનની સર્વોપરિતા યથાર્થવાદિતા સિદ્ધ કરી બતાવી છે. દરેક દર્શનોને પોતાના શાસ્ત્રકથિત ભાવોને તથા લોકવ્યવહારોને સિદ્ધ કરવા અમારા અનેકાંતવાદનો આશરો લેવો જ પડે છે, તે ટીકાકારશ્રીએ રોચક શૈલીથી જૈનદર્શનના વિવરણમાં સમજાવવાનું કાર્ય કર્યું છે તથા અન્ય દર્શનના ગ્રંથોમાં પરસ્પર વિરુદ્ધ વચનોને
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy