SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन તેથી નક્કી(સિદ્ધ)થાય છે કે પ્રદર્શિતઅર્થને પ્રાપ્ત કરવાની શક્તિને અવિસંવાદકતા કહેવાય છે. અને તે જ પ્રામાણ્ય છે. આવુંપ્રામાણ્ય પ્રત્યક્ષ અને અનુમાન બેમાં જ છે. પ્રમાણની પ્રાપણશક્તિ અર્થ-અવિનાભાવિ હોય છે અને તેનો નિશ્ચય નિર્વિકલ્પજ્ઞાનની પછી થનારા વિકલ્પજ્ઞાનથી થાય છે. તે આ રીતે છે – દર્શન જેનું અપર નામ છે તે પ્રત્યક્ષ બૌદ્ધદર્શનનો આ ચરમવિકાસ મનાય છે. સિદ્ધાંત : (૪) જ્ઞાનમીમાંસા: નાગાર્જુને પોતાની તાર્કિકશક્તિ દ્વારા અનુભવની એક વિશાળ માર્મિક વ્યાખ્યા કરી છે. તેમનું કહેવું છે કે આ જગત માયિક (માયાથી યુક્ત) છે. સ્વપ્નમાં દેખાયેલા પદાર્થોની સત્તાની સમાન જ જગતના સમગ્રપદાર્થની સત્તા કાલ્પનિક છે. જાગ્રત અને સ્વપ્નમાં કોઈ અંતર નથી. કેવલ વ્યવહારના નિમિત્તે જગતની સત્તા માનનીય છે. વિશ્વ વ્યવહારિકરૂપથી સત્ય છે. પારમાર્થિક રૂપથી અસત્ય છે. જગત અસિદ્ધસંબંધોનો સમુચ્ચયમાત્ર છે. જે પ્રકારે પદાર્થોની, ગુણોને છોડીને સ્વતંત્ર સત્તા નથી. તે પ્રકારે આ જગત પણ સંબંધોનો સંઘાતમાત્ર છે. આ જગતમાં સુખ-દુ:ખ, બંધમોક્ષ, ઉત્પાદ-નાશ, ગતિ-વિરામ, દેશ-કાલ જેટલી ધારણાઓ માન્ય છે, તે કેવલ કલ્પનાઓ છે. માનવોએ પોતાનો વ્યવહાર ચલાવવા આ રીતે કલ્પનાઓ ઊભી કરી છે. પરંતુ તાર્કિકદષ્ટિથી વિશ્લેષણ કરવાથી તે કેવલ અસત્ સિદ્ધ થાય છે. સત્તાપરીક્ષા: સત્તાની મીમાંસા કરતાં કરતાં માધ્યમિક આચાર્યો એ પરિણામ ઉપર પહોંચ્યા છે કે આ શુન્યરૂપ છે. વિજ્ઞાનવાદિઓનું વિજ્ઞાન અર્થાત્ ચિત્ત પરમતત્ત્વ નથી. ચિત્તની સત્તા પ્રમાણોથી સિદ્ધ થઈ શકતી નથી. સમગ્ર જગત સ્વભાવ-શૂન્ય છે. ચિત્તના અસ્તિત્વનું પ્રમાણ શું છે ? જો એમ કહેશો કે ચિત્ત જ પોતાને દેખવાની ક્રિયા સ્વયં કરે છે. તો તે વિશ્વસનીય નથી. કારણકે બુદ્ધનું સ્પષ્ટ કથન છે કે દિ વિત્ત વિત્ત પતિ = ચિત્ત ચિત્તને દેખતું નથી. સુતીક્ષ્ણ પણ તલવારની ધાર જે પ્રમાણે પોતાને કાપવા માટે અસમર્થ છે, તે પ્રકારે ચિત્ત પોતાને દેખવામાં સમર્થ નથી. કહ્યું છે કે – ૩ ર ોનાથેન ચિત્ત ચિતં ન પતિ ! રઝિત્તિ યાત્માનમસિધારા તથા મનઃ બોધિચર્યાવતાર ૯/૧૭ll વેદ્ય, વેદક અને વેદન; તથા શેય, જ્ઞાન અને જ્ઞાન આ ત્રણેવસ્તુઓ પૃથક-પૃથક છે. એક જ વસ્તુ (જ્ઞાન) ત્રિસ્વભાવ કેવી રીતે થઈ શકે ? આ વિષયમાં આર્યરત્નચૂડસૂત્રની એક ઉક્તિ છે કે ચિત્તની ઉત્પત્તિ આલંબન હોતે છતે થાય છે. તો પ્રશ્ન થાય કે આલંબન ભિન્ન છે કે ચિત્ત ભિન્ન છે ? જો આલંબન અને ચિત્તને ભિન્નભિન્ન માનીએ તો બેચિત્ત હોવાનો પ્રસંગે ઉપસ્થિત થાય. અને તો તો વિજ્ઞાનાદ્ધયવાદની વિરુદ્ધ થશે. અને જો આલંબન અને ચિત્તની અભિન્નતા માનીશું, તો ચિત્ત ચિત્તને દેખી શકતું નથી. આથી ચિત્ત ન તો આલંબનથી ભિન્ન સિદ્ધ થાય છે કે ન અભિન્ન અને આલંબનના અભાવમાં ચિત્તની ઉત્પત્તિનો સંભવ નથી. વિજ્ઞાનવાદિ આના ઉત્તરમાં ચિત્તની સ્વપ્રકાશ્યતાનો સિદ્ધાંત લાવે છે. તેઓનું કહેવું છે કે જે પ્રકારે ઘટ-પટાદિ પદાર્થોને પ્રકાશિત કરવાના સમયે દીપક સ્વયં પોતાને પણ પ્રકાશિત કરે છે. તે પ્રકારે ચિત્તસ્વયં પોતાને પ્રકાશિત કરશે. પરંતુ (શૂન્યવાદના મતે) આ પણ ઠીક નથી. પ્રકાશનનો અર્થ છેવિદ્યમાનસ્થાવરચા નયનં પ્રવેશનમ્-વિદ્યમાન આવરણનું અપનયન. ઘટપટાદિ પદાર્થોની સ્થિતિ પૂર્વકાળથી છે. આથી તેના આવરણનું અપનયન ન્યાયપ્રાપ્ત થાય છે. પરંતુ ચિત્તની પૂર્વસ્થિતિ છે જ નહીં, તો ચિત્તનું પ્રકાશન કયા પ્રકારે સંભવિત થઈ શકે ? સાત્મભાવ યથા શ્રી સંકારીયતીતિ ઘેર્ નૈવ પ્રાથને રીપો વત્રતમસા વૃત્તઃ શાબોધિ ચર્યાવતાર -ઉ/૧૮.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy