SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन પ્રાપ્ત થાય છે. આથી સંતાનને વિષયબનાવી અર્થને પ્રદર્શિત કરાવાસ્વરૂપ પ્રાપકત્વ પ્રત્યક્ષનું પ્રામાણ્ય છે. અર્થાત્ પ્રત્યક્ષસંતાનને વિષયબનાવી અર્થનું ઉપદર્શકરૂપ પ્રાપક છે. તેથી પ્રત્યક્ષમાં સંતાનવિષયોપદર્શકરૂપ પ્રાપકત્વ છે અને તે જ પ્રત્યક્ષનું પ્રામાણ્ય છે. ટુંકમાં પ્રત્યક્ષની પ્રમાણતા સંતાનને વિષયને બનાવવાદ્વારા અર્થને પ્રદર્શિત કરવો તે છે. (૨) સૌત્રાન્તિકમત : नीलपीतादिभिश्चित्रैर्बुद्ध्याकारैरिहान्तरैः । સૌત્રાન્તિવમ નિત્યં વાતાર્થત્વનુનીયતે (ગાથાર્થ આગળ આપેલ છે.) સૌત્રાન્તિકમત પણ સર્વાસ્તિવાદિઓની બીજી પ્રસિદ્ધશાખા છે. સૌત્રાન્તિક લોકો સૂત્ર(સૂત્રાત્ત)ને જ બુદ્ધમતની સમીક્ષા માટે પ્રામાણિક માને છે. “તથાગત'નો આધ્યાત્મિકઉપદેશ “સુત્તપિટકના જ કેટલાક સૂત્રોમાં સન્નિવિષ્ટ છે, તે લોકો તેને પ્રમાણિત કરે છે. આથી તેઓનું નામ સૌત્રાન્તિક પડેલ છે. (વૈભાષિક લોકો અભિધર્મની ‘વિભાષાટીકાને જ સર્વત: પ્રમાણિત માને છે. આથી તેઓનું નામ વૈભાષિક પડેલ છે. સૌત્રાન્તિકો અભિધમપિટકને બુદ્ધવચન માનતા નથી.) સૌત્રાનતિકમતના સંસ્થાપકઆચાર્ય કુમારલાત માનવામાં આવે છે. અને તે સંભવત: નાગાર્જુનની સમકાલીન મનાય છે. આ આચાર્ય મહાયાન (હીનયાન અને મહાયાનનું વર્ણન આગળ કરશે. તેમાં મહાયાન)ની પ્રતિ વિશેષ આદરવાળા હતા. સિદ્ધાંત: સત્તાના વિષયમાં સૌત્રાન્તિકો સર્વાસ્તિકવાદી છે. અર્થાતુ તેઓની દૃષ્ટિમાં ધર્મોની સત્તા માન્ય છે. તેઓ કેવલ ચિત્ (કે વિજ્ઞાન) ની જ સત્તા માનતા નથી. પણ બાહ્યપદાર્થોની પણ સત્તા સ્વીકારે છે. (વિજ્ઞાનવાદિઓની એ માન્યતા છે કે વિજ્ઞાન જ એકમાત્ર સત્તા છે. બાહ્યપદાર્થની સત્તા માનવી તે ભ્રાન્તિ તથા કલ્પના પર આશ્રિત છે.) આના પર સૌત્રાન્તિકોનો આક્ષેપ છે કે જો બાહ્ય પદાર્થની સત્તા ન માનીએ, તો તેની કાલ્પનિકસ્થિતિની પણ સમુચિત વ્યાખ્યા નહિ કરી શકાય. વિજ્ઞાનવાદિઓનું કહેવું છે કે “ભ્રાન્તિના કારણે જ વિજ્ઞાન બાહ્યપદાર્થોની સમાન પ્રતીત થાય છે.” અને તે સામ્યની પ્રતીતિ ત્યારે સુયુક્તિક છે કે જ્યારે બાહ્યપદાર્થ વસ્તુત: વિદ્યમાન હોય. નહિ તો જેમ ‘વધ્યાપુત્ર'ની સમાન કહેવું નિરર્થક છે. એ પ્રકારે “અવિદ્યમાન બાહ્યપદાર્થની સમાન છે એમ બતાવવું એ પણ અર્થશૂન્ય છે. વિજ્ઞાન અને બાહ્યવસ્તુની સમકાલિન પ્રતીતિ બંનેની એકતા બતાવે છે. આં કહેવું તે પણ યથાર્થ નથી. કારણકે આરંભથી જ જ્યારે આપણે ઘટનું પ્રત્યક્ષ કરીએ છીએ, ત્યારે ઘટની પ્રતીતિ બાહ્યપદાર્થના રૂપમાં થાય છે. તથા વિજ્ઞાન અનન્તરરૂપમાં પ્રતીત થાય છે. લોક-વ્યવહાર બતાવે છે કે જ્ઞાનના વિષય તથા જ્ઞાનના ફલમાં અંતર છે. ઘટની પ્રતીતિકાલમાં ઘટ પ્રત્યક્ષનો વિષય છે. તથા તેનું ફલ અનુવ્યવસાય (હું ઘટજ્ઞાનવાળો છું અથવા ‘દિવ્યાણઘૂમવન્ત પર્વતમદં નામ' - આવો જે અનુવ્યવસાય) પાછળથી થાય છે. આથી વિજ્ઞાન તથા વિષયનું પાર્થક્ય માનવું ન્યાયસંગત છે. જો વિષય અને વિષયીની અભેદકલ્પના માનવામાં આવે તો “હું ઘટ છું” એવી પ્રતીતિ થવી જોઈએ. વિષયી છે “હું” અને વિષય છે “ઘટ'. બંનેની એકરૂપમાં અભિન્ન પ્રતીતિ થવી જોઈએ. પણ લોકમાં એવું ક્યારેય થતું નથી. આથી ઘટને વિજ્ઞાનથી પૃથક્ માનવો જોઈએ. જો સમગ્રપદાર્થ વિજ્ઞાનરૂપ જ હોય, તો તેઓમાં પરસ્પરભેદ કયા પ્રકારે મનાય ? ઘટ કપડાથી ભિન્ન છે. પરંતુ વિજ્ઞાનવાદમાં તો તે એક વિજ્ઞાનનું સ્વરૂપોવાથી તેઓનું એકાકારપણું હોવું જોઈએ. આથી સૌત્રાન્તિકમતમાં
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy