SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन શિંકાઃ તમારી માન્યતા પ્રમાણે પદાર્થ પ્રતિક્ષણ નાશ પામી રહ્યો છે. આથી પ્રત્યક્ષને જે અર્થક્ષણ ગ્રાહ્ય હતી અર્થાત્ પ્રત્યક્ષનો વિષય અર્થક્ષણ હતો, તે તો નાશ પામીગયો હોવાના કારણે પ્રવૃત્તિ કાલે રહેશે જ નહિ. તેથી તે અર્થક્ષણને પ્રાપ્ત કરાવવાદ્વારા કેવી રીતે ઉપદર્શક (પ્રાપક) બનશે ? અને તેથી કેવી રીતે અવિસંવાદક બનશે ? વળી તેથી પ્રત્યક્ષમાં પ્રાપકતા અને પ્રાપકતામૂલક પ્રમાણતા પણ કેવી રીતે આવશે ?] (૨) પ્રતિસંખ્યાનિરોધઃ “પ્રતિસંખ્યાનો અર્થ છે પ્રજ્ઞા અથવા જ્ઞાન પ્રજ્ઞા દ્વારા ઉત્પન્ન સાવધર્મોનો પૃથક-પૃથફવિયોગ. જો પ્રજ્ઞાનો ઉદય થવાથી કોઈ સાસ્ત્રવધર્મના વિષયમાં રાગ કે મમતાનો સર્વથાપરિત્યાગ કરવામાં આવે તો તે ધર્મ માટે પ્રતિસંખ્યાનિરોધ" નો ઉદય થાય છે. જેમ કે સત્કાયદૃષ્ટિ એ સમસ્તકલેશોની જનની છે. આથી જ જ્ઞાન દ્વારા તે ભાવનાનો સર્વથાનિરોધ કરી દેવો તે અસંસ્કૃતધર્મોનું સ્વરૂપ છે. (૩) અપ્રતિસંખ્યાનિરોધઃ એટલે પ્રજ્ઞા વિના જ નિરોધ. પૂર્વનિર્દિષ્ટ નિરોધ જ્યારે પ્રજ્ઞાવિના જ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે, ત્યારે તે અપ્રતિસંખ્યાનિરોધ કહેવાય છે. જે હેત-પ્રત્યયોના કારણે જે ધર્મ ઉત્પન્ન થાય છે, તેને જ દૂર કરી દેવાથી તે ધર્મ સ્વભાવતઃ નિરુદ્ધ થઈ જાય છે. જેમકે ઈન્ધનના અભાવથી અગ્નિ. આ નિરોધની વિશેષતા એ છે કે તે ભવિષ્યમાં ઉત્પન્ન થતો નથી. પ્રતિસંખ્યાનિરોધ'માં આશ્રવક્ષયજ્ઞાન ઉત્પન્ન થાય છે. અર્થાતુસમસ્તમલોનાક્ષીણ થવાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં તેની ઉત્પત્તિની સંભાવનાબની રહી છે. પરંતુ અપ્રતિસંખ્યાનિરોધ"નું ફલ“અનુત્પાદનશાન” છે. ભવિષ્યમાં રાગાદિલેશોની કોઈપણ રીતે ઉત્પત્તિ થતી નથી. જેથી ભવચક્રથી સદા માટે મુક્તિલાભ કરી લે છે. આ ત્રણે ધર્મો સ્વતંત્ર છે અને નિત્ય છે. (૨) ચિત્તઃ આ જગતમાં આત્માનામનો કોઈ સ્થાયી નિત્યપદાર્થ નથી. વસ્તુઓને ગ્રહણ કરનાર કોઈ સ્વતંત્રપદાર્થ નથી. તે કેવલ હેતુ અને પ્રત્યયના પરસ્પરમિશ્રણથી ઉત્પન્ન થાય છે. સાધારણરૂપે આપણે જેને ‘વકહીએ છીએ. બૌદ્ધદર્શન તેના માટે “ચિત્ત' શબ્દનો પ્રયોગ કરે છે. ચિત્તની સત્તા ત્યાં સુધી રહે છે, કે જ્યાં સુધી ઇન્દ્રિય તથા ગ્રાહ્મવિષયોના પરસ્પર ઘાત-પ્રતિઘાતનું અસ્તિત્વ છે. અને જ્યારે ઇન્દ્રિયો અને વિષયોના પરસ્પર ઘાતપ્રતિઘાતનો અંત થઈ જાય છે. ત્યારે ચિત્તની પણ સમાધિ થઈ જાય છે. આ કલ્પના સર્વાસ્તિવાદિ (વૈભાષિક), વિરવાદિ, અને યોગાચાર ત્રણેને માન્ય છે. તેઓ માને છે કે સર્વદા ચિત્ત પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. અને કાર્ય-કારણના નિયમાનુસાર નવીનરૂપ ધારણ કરે છે. બૌદ્ધદર્શનમાં ચિત્ત, મન તથા વિજ્ઞાન સમાનાર્થક માનવામાં આવે છે. જ્યારે આપણે ચિત્તની નિર્ણયાત્મકપ્રવૃત્તિ રાખવવાળા અંશઉપર પ્રધાનતા દેવાની હોય છે, ત્યારે આપણે “મન”નો પ્રયોગ કરીએ છીએ. ચિત્ત વસ્તુઓને ગ્રહણકરવામાં જ્યારે પ્રવૃત્ત થાય છે, ત્યારે ચિત્તની સંજ્ઞા વિજ્ઞાન છે. ચિત્તનો અર્થ છે – કોઈપણ વસ્તુનું સામાન્યજ્ઞાન, આલોચનમાત્ર કે નિર્વિકલ્પજ્ઞાન. ચિત્ત વસ્તુત: એક જ ધર્મ છે. પરંતુ આલંબનની ભિન્નતાને કારણે તેના સાતપ્રકાર આ પ્રમાણે થાય છે. (૧) મનસુ-છઠ્ઠી ઇન્દ્રિયના રૂપમાં વિજ્ઞાનનું અસ્તિત્વ. મન દ્વારા આપણે બાહ્યઇન્દ્રિયોથી અગોચરપદાર્થોને અથવા અમૂર્તપદાર્થોનું ગ્રહણ કરીએ છીએ. મનોવિજ્ઞાનનો ઉદય થછતે પૂર્વેક્ષણનું મન પ્રતીક થાય છે. (૨-) ચક્ષુર્વિજ્ઞાન, ક્ષોત્રવિજ્ઞાન, ધાણવિજ્ઞાન, જિદ્વાવિજ્ઞાન, કાયવિજ્ઞાન - આલોચન જ્ઞાન જ્યારે ચક્ષુઆદિ ઇન્દ્રિયો સાથે સમ્બદ્ધ થાય છે, ત્યારે તેની તે તે વિભિન્ન સંજ્ઞાઓ થાય છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy