SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ક षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन (કહેવાનો આશય એ છે કે અર્થક્રિયાના યોગે જણાતી વસ્તુને સાક્ષાત્ વિષય બનાવી પ્રત્યક્ષ તે વસ્તુનું ઉપદર્શક બને છે. તેથી તેમાં પ્રાપકત્વ આવે છે.) પરંતુ અનુમાન સાક્ષાત્ લિંગના દર્શન કરી, તેની સાથે અવિનાભાવે (અવ્યભિચરિતપણે) રહેલા લિંગીનો અધ્યવસાય કરીને, લિંગીનું યથાર્થ પ્રદર્શન કરે છે. (અર્થાતુ અનુમાન પર્વત વર્ણાત્મકશબ્દ. (૪) અસાગ : વાયુ-વનસ્પતિના સંતાનજન્ય ધ્વન્યાત્મકશબ્દ. પ્રત્યેકના મનોજ્ઞ અને અમનોજ્ઞ બે ભેદ છે. આ રીતે આઠ પ્રકાર છે. (૮) ગંધઃ ચાર પ્રકારે છે. (૧) સુગંધ, (૨) દુર્ગધ, (૩) ઉત્કટ, (૪) અનુત્કટ. સમગંધ અને વિષમગંધ એમ બે ભેદ પણ અન્યત્ર ઉપલબ્ધ થાય છે. જેમાં સમગન્ધ શરીરનું પોષક છે અને વિષમગંધ શરીરને પોષક નથી. (૧૦) સ્પષ્ટવ્ય = સ્પર્શ કાર્યન્દ્રિયથી સ્પર્શની પ્રતીતિ થાય છે. તેના પ્રકાર ૧૧ છે. પૃથ્વી, અપુ, તેજ, વાયુ આ ચાર મહાભૂતોનો સ્પર્શ તથા ૭ ભૌતિકસ્પર્શ. લક્ષ્મ (ચિકાશ), કર્કશ, લઘુ (હલ્કા), ગુરુ (ભારે), શીત, બુભક્ષા (ભૂખ) તથા પિપાસા (૧૧) અવિજ્ઞપ્તિ કર્મનો આ એક વિશિષ્ટ પ્રકાર છે. કર્મ બે પ્રકારે છે. (૧) ચેતના (૨) ચેતનાજન્ય. (વેતન મન વર્ષ તને વાવ વાળી)- ચેતનાનો અર્થ માનસકર્મ. તથા “ચેતનાજન્ય'નો અર્થ કાયિક અને વાચિકકર્મ છે. ચેતનાજન્ય પ્રકારના બે કર્મ છે. (૧) વિજ્ઞપ્તિ, (૨) અવિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિનો અર્થ છે પ્રકટ કર્મ. અવિજ્ઞપ્તિનો અર્થ અપ્રકટ-અનભિવ્યક્ત કર્મછે. કર્મનુ ફલ અવશ્ય મળે છે. કોઈક કર્મોનું ફલ પ્રકટ હોય છે, કોઈક કર્મોનું ફલ તુરત અભિવ્યક્તિ થતું નથી. પણ તે કાલાન્તરમાં ફલ આપે છે. આ બીજા પ્રકારના કર્મોની સંજ્ઞા “અવિજ્ઞપ્તિ છે. તે વસ્તુત: કર્મ ન કહેતાં કર્મનું ફલ છે. દા. ત. કોઈ વ્યક્તિ કોઈ વ્રતનું અનુષ્ઠાન કરે, તે વિજ્ઞપ્તિકર્મ થયું. પરંતુ એના અનુષ્ઠાનથી તેનું વિજ્ઞાન ગૂઢરૂપથી શોભન બની જાય છે તે અવિજ્ઞપ્તિકર્મ. આ પ્રકારના અવિજ્ઞપ્તિને(કર્મને) જ વૈશેષિકો ગર' અને મીમાંસકો અપૂર્વ કહે છે. વૈશેષિકમતમાં કોઈ ઘટનાઓ એવી હોય છે કે જેના કારણો આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી, એથી “અદૃષ્ટ' કારણ કહેવાય છે. મીમાંસકો માને છે કે કરેલા યજ્ઞ-યાગનું ફલ તાત્કાલિક ઉત્પન્ન થતું નથી. પરંતુ તે “અપૂર્વ ઉત્પન્ન કરે છે. જે કાલાન્તરમાં તે તે કર્મના ફળની પ્રતિ કારણ બને છે. અવિજ્ઞપ્તિને રૂપનો પ્રકાર માનવો યોગ્ય છે. કારણ કે જે પ્રકારે છાયા પદાર્થની પાછળ-પાછળ સદા ચાલે છે, તે પ્રકારે અવિજ્ઞપ્તિ પણ ભૌતિકકર્મનું અનુસરણ સર્વદા કરે છે. (૨) ચિત્ત: ૧ પ્રકારે છે. (૩) ચૈતસિક ૪૦ પ્રકારે છે - તેનું અસંસ્કૃતધર્મ પછી વર્ણન છે. (૪) ચિત્તવિપ્રયુક્ત ધર્મઃ (૧૪ પ્રકારે) આ ધર્મોનો ન તો ભૌતિકધર્મોમાં સમાવેશ થાય છે કે ન ચત્તધર્મોમાં. (૧) પ્રાપ્તિ :- ધર્મોને સંતાનરૂપમાં નિયમિત રાખવાની શક્તિ. (૨) અપ્રાપ્તિ પ્રાપ્તિનો વિરોધી ધર્મ. (૩) નિકાય - સભાગતા પ્રાણીઓમાં સમાનતા ઉત્પન્નકરનારો ધર્મ. તે વૈશેષિકોના “સામાન્ય'નું પ્રતીક છે. (૪) આસંશિક : આ શક્તિ જે પ્રાચીનકર્મોના ફલાનુસાર મનુષ્યને ચેતનાહીન સમાધિમાં પરિવર્તિત કરે છે. (૫) અસંશી સમાપતિ માનસપ્રયત્ન, જેનાદ્વારા સમાધિની દશા ઉત્પન્ન થાય છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy