SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ५, बोद्धदर्शन एकनवते कल्पे शक्त्या मे पुरुषो हतः । तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ।।" ત્તિ | ટીકાનો ભાવાનુવાદ: પ્રશ્નઃ દુઃખ અર્થાત્ દુઃખતત્ત્વ શું છે ? ઉત્તર : એકસ્થાનથી બીજા સ્થાને અથવા એકભવથી બીજાભવમાં સરકે છે = જાય છે, તે સંસારિ કહેવાય છે. અચેતન કે સચેતન પરમાણુના સમુહવિશેષને અંધ કહેવાય છે. તે સ્કંધો પાંચ કહેલા છે. (તે પાંચ સ્કંધો સંસારીજીવનું દુ:ખ છે.) સર્વ દિ વર્ષે સાવધારામામનન્તિ–અર્થાત્ સર્વવાક્યો સાવધારણ માનેલા છે. અર્થાત્ વાક્યનો અવધારણપૂર્વક જ પ્રયોગ થાય છે. આ ન્યાયથી શ્લોકમાં “તે પ્રદર્તિતા:' વાક્યમાં ‘વ’ ન હોવા છતાં પણ ‘વ પ્રકીર્તિતા=ાધ્યાતા' એ રીતે સમજી લેવું. એટલે કે પાંચ જ સ્કંધો છે, પરંતુ તેનાથી અપરઆત્મા નામનો કોઈ અંધ નથી. પ્રશ્ન: તે સ્કન્ધો કયા છે ? ઉત્તર : વિજ્ઞાનસ્કન્દ, વેદનાસ્કન્ધ, સંજ્ઞાસ્કન્ધ, સંસ્કારસ્કન્ધ અને રૂપસ્કન્ધ આ પાંચ સ્કન્ધો છે. શ્લોકના ઉત્તરાર્ધમાં ‘વ’ શબ્દ પૂરણાર્થક છે અને ‘’ શબ્દ સમુચ્ચયાર્થક છે. તેમાં રૂપવિજ્ઞાન, રસવિજ્ઞાન, સ્પર્શવિજ્ઞાન, ગંધવિજ્ઞાન અને શબ્દવિજ્ઞાન વિષયક નિર્વિકલ્પકજ્ઞાનને વિજ્ઞાનસ્કન્ધ કહેવાય છે. નિર્વિકલ્પજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. સૌ પ્રથમ “આ છે” તેવા પ્રકારનું નિર્વિકલ્પક આલોચનાત્મકજ્ઞાન થાય છે. તે મૂકબાળકાદિના વિજ્ઞાનની જેમ શુદ્ધવસ્તુથી ઉત્પન્ન થાય છે. સુખ, દુ:ખ કે અસુખદુઃખ (સુખ-દુઃખના અભાવસ્વરૂપ ઉદાસીનતા) એ ત્રણ વેદનાસ્કન્ધ છે. વેદના પૂર્વેકરેલા કર્મના વિપાકથી થાય છે. (તેની પુષ્ટિ માટે કહે છે કે.) ક્યારેક સુગત ભિક્ષા માટે ફરતા હતા, ત્યારે તેમના પગમાં કાંટો વાગ્યો, તે સમયે તેમણે કહ્યું કે.. “હે ભિક્ષુઓ ! આ કલ્પથી (આ ભવથી) પૂર્વેના ૯૧માં કલ્પમાં (ભવમાં) શક્તિથી છરીથી) મેં પુરૂષ હણ્યો હતો. તે કર્મના વિપાકથી હું પગમાં વિંધાયો છું.” (આથી સિદ્ધ થાય છે કે પૂર્વસંચિત કર્મના વિપાકથી વેદના થાય છે.)
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy