SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ४, बोद्धदर्शन तत्रशब्दो निर्धारणार्थः, तावच्छब्दोऽवधारणे । तेषु दर्शनेष्वपराणि दर्शनानि तावत्तिष्ठन्तु, बौद्धमतमेव प्रथमं निर्धार्योच्यत इत्यर्थः । अत्र चादौ बौद्धदर्शनोपलक्षणार्थं मुग्धशिष्यानुग्रहाय बौद्धानां लिङ्गवेषाचारादिस्वरूपं प्रदर्श्यते । चमरो मौण्ड्यं कृत्तिः कमण्डलुश्च लिङ्गम् । धातुरक्तमागुल्फ परिधानं वेषः । शौचक्रिया बढी । "मृद्वी शय्या प्रातरुत्था पेया भक्तं मध्ये पानकं चापराह्ने । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ।।१।। मणुनं भोयणं भुचा मणुनं सयणासणं । मणुन्नंमि अगारंमि मणुनं जायए मुणी ।।२।।" भिक्षायां पात्रे पतितं सर्वं शुद्धमिति मन्वाना मांसमपि भुञ्जते, मार्गे च जीवदयार्थं प्रमृजन्तो व्रजन्ति । ब्रह्मचर्यादिस्वकीयक्रियायां च भृशं दृढतमा भवन्ति । इत्यादिराचारः । ટીકાનો ભાવાનુવાદ: શ્લોકમાં તત્ર' શબ્દ નિર્ધારણ અર્થમાં છે. તાવ' શબ્દ અવધારણમાં છે. (ભાવાર્થ એ છે કે) તે દર્શનોમાં અપરદર્શનો હમણાં બાજુ પર રહે, બૌદ્ધમત જ પ્રથમનિર્ધારીને કહેવાય છે. અહીં પ્રારંભમાં બૌદ્ધદર્શનના લિંગ-વેષ-આચારાદિ સ્વરૂપ (૩ઉપલક્ષણાર્થને મુગ્ધશિષ્યના અનુગ્રહ માટે બનાવાય છે. તે આ પ્રમાણે છે – ચામરનું ધારણ કરવું, મસ્તકે મુંડન કરાવવું, બેસવા મૃગચર્મનું આસન અને કમંડલને ધારણ કરવું, તે લિંગ છે. ઢીંચણ સુધી લાલરંગનું વસ્ત્ર પહેરવું, તે વેષ છે. શૌચક્રિયા વારંવાર કરવી, તે આચાર છે. વળી. “કોમળ શય્યા, સવારે ઊઠીને પીણું પીવું, મધ્યાહુને ભોજન, અપરામાં ચા-પાણી અને અર્ધરાત્રીએ દ્રાક્ષના ટૂકડા અને શર્કરા લેવા અને (આ બધું આચરણ કરતાં) અંતે બુદ્ધવડે મોક્ષ જોવાયો છે.” “તથા (મનને ગમે તેવું) મનોજ્ઞભોજન, મનોજ્ઞશયા, મનોજ્ઞઆસન અને મનોજ્ઞ ઘર હોતે છતે મુનિ મનોજ્ઞને પ્રાપ્ત કરે છે.” ભિક્ષા લેતી વખતે ભિક્ષાના પાત્રામાં પડેલું સર્વશુદ્ધ છે. (તેથી માંસ પડે તો પણ માંસને શુદ્ધ માની) માંસને પણ ખાય છે. માર્ગમાં જીવદયાર્થે પ્રમાર્જના કરતાં કરતાં ચાલે છે. બ્રહ્મચર્યાદિ પોતાના ધર્મનીક્રિયામાં અત્યંત દઢ હોય છે - ઇત્યાદિ તેમના આચારો છે. (૩૧) વેષાદિમાં જ (બૌદ્ધ) ધર્મ રહ્યો નથી, પણ તે વેષાદિ ધર્મનું કારણ છે. તે તે ધર્મસંબંધી વિચારોને લાવવા માટેનું માધ્યમ આચારાદિ છે. આથી ઉપલક્ષણથી વેષાદિના જ્ઞાનની સાથે સાથે તેના ધર્મતત્ત્વનું પણ જ્ઞાન થઈ જાય છે. આમ તો શુદ્ધઅધ્યાવસાયોની પ્રાપ્તિ એ જ ધર્મ છે. પણ તેને લાવવા માટે ઉપચારથી વેષાદિ પણ કારણ છે. આથી ઉપલક્ષણથી પણ ધર્મનું કારણ છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy