SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ . [૪] હીરા વગેરે ઝવેરાતનો અનાવેલો નવો મનોહર મુગટ પૂ॰ આચાર્ય મની નિશ્રામાં શેઠશ્રી મણીલાલ ચુનીલાલે આદેશ લઈ શ્રી ઋષભદેવ પ્રભુને પહેરાવ્યો. [૫] ‘ શ્રી ઋષભદેવ કેશરાદિ મંદિર પ્રસાદ”, ‘શ્રી પુંડરીક સ્વામી મંદિર ’, શ્રી ઋષભ-ચરણ પાદુકા દેવકુલિકા ’ અને ‘ શ્રી પદ્માવતી મંદિર” વગેરેનો મહામંગલકારી શાસન પ્રભાવક અભૂતપૂર્વે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ. જેમાં વી॰ સં૦ ૨૪૮૦ અને વિક્રમ સં૦ ૨૦૧૦ ના વૈશાખ શુદ ત્રીજના દિવસે ૨૫૦ નૂતન જિનમિોની તથા પરિકર-યક્ષ-યક્ષિણી સિદ્ધચક્રાદિક યંત્ર-પાદુકા વગેરેની અંજનશલાકા, અને પાંચમને દિવસે પ્રાચીન – અર્વાચીન ૫૧ જિનાઓ વગેરેની પ્રતિષ્ઠા ઘણા જ સમારોહ-મહામહોત્સવ પૂર્વક થઈ હતી. એ સમયે શ્રી સંભવનાથ પ્રભુ, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી પુંડરીક સ્વામી આદિ અનેક જિનમૂત્તિઓમાંથી તથા શ્રી ઋષભદેવ પ્રભુના પ્રતિષ્ઠા કરેલ પરિકરાદિકમાંથી એક સરખું અમી લગભગ દોઢ કલાક સુધી ઝર્યું હતું. એ દિવસની નોકારશીમાં લગભગ ૫૦૦૦૦૦ માનવો સવાર-સાંજ જમ્યા છતાં, એ સ્વામીવાત્સલ્ય થાય એટલો બધો માલ કુદરતે વધી પડ્યો. જે પૂનાની જૈનતર જનતાને પ્રસાદી તરીકે આપવામાં આવ્યો હતો. છઠ્ઠને દિવસે સત્તર ભેદી પૂજા ભણાવતાં બારમી ફલ પૂજાએ ‘જિમ કુસુસનો મેઘ વસે” એ ખોલતાં મેઘરાજાએ પણ જળવૃષ્ટિ કરી હતી. પાંચે કલ્યાણકની ભવ્ય રચનાઓ, ઈલાયચી કુમારનું સુંદર દૃશ્ય, શ્રી ઋષભદેવ પ્રભુને શ્રેયાંસકુમાર વહોરાવતા ઈરસ ઇત્યાદિ ચલ રચનાઓ શ્રી લાલજી મહારાજના ઉપાશ્રયમાં લાખો માણસોને આકર્ષી રહી હતી. બહાર આવેલ દાદાવાડીમાં તીર્થાધિરાજ શ્રીશત્રુંજયની કાયમી અનુપમ રચના અને મેરુપર્વતની રચના પણ સુંદર થઈ હતી. અંજનશલાકા-પ્રતિષ્ઠાનો વિશાલકાય ભવ્ય મંડપ, જમાવાના સ્થળે ઉભું કરેલ સુંદર વર્ધ્વમાન નગર, અને પાર્શ્વનાથ ચોકમાં ધજાઓ-કમાનો ઓર્ડો અને ઈલેકટ્રીક વગેરેથી શોભતા મંડપ વગેરે આકર્ષક કરાયા હતા.
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy