SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ संक्षिप्त भावार्थ કર્તભેદ દેશભેદ કાળભેદ અને અદ્રુષ્ટભેદ વગેરે નાસ્તિક મતમાં અભાવ હોવાથી વિશ્વને ભૂતમાત્રપણું જ માને છતે, ભૂત સંઘાતના ભેદરૂપ જે દેહ અને ઘટાદિ, તેને ભેદકનો અભાવ હોવાથી ભેદ ઘટી શકતો નથી. આ રીતે હે નાસ્તિક ! તું વિચાર કર. (૬૦) ચાર્વાકના મતમાં એકબૂતસંઘાતને દેહરૂપત્ય અને અપરને ઘટાદિક્યત્વ એમ વિશેષતા સંભવતી નથી, કારણ કે–ભૂત સિવાયનું કોઈ નિમિત્ત નથી. એજ વાત હવે સ્પષ્ટ કરે છે– एकस्तथाऽपरो नेति, तन्मात्रत्वे तथाविधः । यतस्तदपि नो मिनं, तत्स्तुल्यं च तत् तयोः ॥६॥ વસ્તુમાત્રને ભૂતસંઘાતરૂપ જ માને તે પણ એક ભૂતસંઘાત દેહરૂપ છે, અને અપર ભૂતસંઘાત દેહરૂપ નથી અર્થાત્ ઘટાદિ રૂપ છે, એવો વિભાગ હોઈ શકતો નથી. જે નિમિત્તથી તે વિભાગ બતાવો છો તે પણ ભૂતથી ભિન્ન નથી, કારણકે ભૂતથી ભિન્ન માનવામાં સ્વમાન્ય સંખ્યાનો વિરોધ આવે છે; તેથી કરીને દેહ અને ઘટાદિકને ભૂતમાત્રપણું તુલ્ય જ છે. (૬૧) નાસ્તિકતું કથન અને તેને જવાબ स्यादेतद् भूतजत्वेऽपि, ग्रावादीनां विचित्रता। लोकसिद्धेति सिद्धैव, न सा तन्मात्रजा न तु ॥१२॥ પાષાણ વગેરે ભૂતમાત્રથી જન્ય છે, છતાં પણ પાષાણાદિકની ઘટાદિકથી વિચિત્રતા દેખાય છે, તેનો અપલોપ થઈ શકતો નથી; તેવી રીતે ભૂતસમુદાયમાત્રપણું હોવા છતાં પણ ઘટાદિકથી શરીરની વિચિત્રતા ઘટી શકે છે. આવા નાસ્તિકના કથનનો જવાબ આપે છે– પાષાણાદિકની વિચિત્રતા તો લોકસિદ્ધ જ છે, તેથી તેનો અપલાપ હોઈ શકતો નથી, પરંતુ પાષાણાદિકની વિચિત્રતા ભૂતમાત્રથી જ જન્ય નથી.(૨) શાથી પાષાણાદિકની વિચિત્રતા ભૂતમાત્ર જન્ય નથી ? એવી જીજ્ઞાસાની નિવૃત્તિને માટે નીચેનો શ્લોક કહે છે – अदृष्टा-ऽऽकाश-कालादिसामग्रीतः समुद्भवात् । तथैव लोकसंवित्तेरन्यथा तदभावतः ॥६३॥ અદ્રષ્ટ આકાશ કાળ અને નિયતિ વગેરેના સમવધાનથી પાષાણાદિકની વિચિત્રતા સ્વીકારાય છે; કારણ કે આ જ રીતે બુદ્ધિમાન લોકના
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy