SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ - २२८ संक्षिप्त भावार्थ ભૂતની પ્રત્યેક દશામાં અપ્રગટ જે ચેતના તેનું નામ જ શક્તિ છે, અને તે અપ્રગટ હોવાથી દેખાતી નથી, અર્થાત નથી એમ નહિં એવો નાસ્તિકનો જે પરિહાર તે ઉચિત નથી; કારણ કે – આ અપ્રગટતા યુક્તિથી ઘટી શક્તિ નથી. પ્રગટતાને રોકનાર દોષને લઈને સ્વ સ્વરૂપનું જે આવરણ તે અપ્રગટતા કહેવાય. આ આવરણ, ભૂત સિવાયની વસ્તુથી માનવું પડશે; કારણકે-પોતે પોતાની પ્રગટતાને રોકી શકે નહીં. હવે ભૂતથી ભિન્ન વસ્તુ વડે કરીને આવરણ માનવામાં આવે તો તે ભિન્ન વસ્તુ અને ચાર ભૂત એમ તત્ત્વની પાંચ સંખ્યા થઈ અને નાસ્તિક મતમાં તે જગતમાં ચાર જ વસ્તુ-તત્ત્વ કહેલ છે તેનો વિરોધ આવશે. (૫) દોષથી ચૈતન્યનું આવરણ થાય છે. આ દોષનો ભૂતસામાન્યમાં અથવા ભૂતવિશેષમાં સમાવેશ કરી શું, જેથી દોષને પૃથર્ માનવો નહીં પડે, અને તેથી તત્ત્વસંખ્યાને વિરોધ પણ આવી શકશે નહીં. આ રીતે નાસ્તિક કદાચ સમાધાન કરે તો તે વ્યાજબી નથી. એ વાત અત્રે જણાવે છે – न चासौ तत्स्वरूपेण, तेषामन्यतरेण वा। व्यञ्जकत्वप्रतिज्ञानात् , नावृतिय॑ञ्जकं यतः ॥ ३६॥ ભૂત સામાન્યરૂપે–ભૂતત્વસ્વરૂપે અથવા વિશેષરૂપે–પૃથ્વીત્વાદિપે ચૈતન્યનું આવરણ કરી શક્તા નથી, કારણ કે-નાસ્તિકે ભૂતને તો ચૈતન્યના વ્યંજક–પ્રકાશમાં લાવનાર માનેલા છે. અર્થાત્ જે પ્રકાશમાં લાવનાર હોય તે પ્રતિબંધક હોઈ શકે નહિં. (૩૬) કાયાસ્વરૂપે પરિણામ પામેલ જે ભૂત તે ચૈતન્યના વ્યંજક છે, અને કાયાસ્વરૂપે પરિણામને જે અભાવ તે ચૈતન્યનું પ્રતિબંધક છે. આ રીતે માનવામાં કોઈ પણ જાતનો દોષ આવતો નથી, એમ નાસ્તિક કદાચ કહે તો તે યુક્ત નથી. એજ વાત અત્રે જણાવે છે– विशिष्टपरिणामाभावोऽपि यत्रावृतिर्न वै। भावताऽऽप्तेस्तथा नाम-व्यञ्जकत्वप्रसङ्गतः ॥ ३७॥ કાયા સ્વરૂપે પરિણામને જે અભાવ તે ચૈતન્યનું આવરણ કરનાર છે એમ માની શકાય નહીં, કારણ કે-જે જે આવરણ કરનાર હોય તે તે ભાવસ્વરૂપ જ હોય છે. આ તે અભાવ છે અને આને આવરણ કરનાર માનીએ તો અભાવ મટીને ભાવ થઈ જાય. તથા જેને અભાવ કારણ હોય તે વ
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy