SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૨ બેનું પણ પૃથગ્રગુણપણું છેઃચેતનત્વ અને મૂર્તત્વનું તો પૃથગ્રગુણપણું છે પરંતુ અચેતનત્વ અને અમૂર્તત્વનું પણ ચેતતત્વ અને મૂર્તત્વ કરતાં પૃથગુણપણું છે. અહીં પ્રશ્ન થાય કે અચેતનમાં અને અમૂર્તત્વમાં રહેલ “અ” શબ્દ અભાવનો વાચક છે અને ‘અભાવ ગુણ હોઈ શકે નહીં, તેથી અચેતનત્વ અને અમૂર્તત્વને ગુણ કઈ રીતે કહી શકાય? તેમાં હેતુ કહે છે – ન = નવું=ન' પદનું=અચેતતત્વમાં અને અમૂર્તત્વમાં રહેલ “અ' શબ્દનું પર્ફકાસાર્થરુત્વા= પથુદાસાર્થકપણું છે=પ્રસજ્યપ્રતિધાર્થકપણું નથી પરંતુ પથુદાસાર્થકપણું છે. નવાતાવાડ્યુ=અને ‘ત' પદવાણ્યતાનું, અનુષ્કાશીતસ્પર્શ ત્યારે મારેT='અનુગ્ગાશીતસ્પર્શ' ઇત્યાદિમાં વ્યભિચાર હોવાથી=અભાવઅર્થક “અ પદ નથી પરંતુ વિપરીત ગુણાર્થક ‘અ પદ છે તેથી ‘અનુણાશીતસ્પર્શ ઈત્યાદિમાં અભાવ અર્થ સ્વીકારમાં વ્યભિચાર હોવાથી, પરેષામમાવત્વનિથાનત્વ=પર એવા તૈયાયિકને પણ અભાવત્વનું અલિયામકત્વ હોવાથી=ન' પદનું અભાવત્વની સાથે નિયત વ્યાતિપણું નહીં હોવાથી, “યાત્તિ વ્યવેક્ષા=વળી કોઈક વ્યપેક્ષાથી કોઈક અપેક્ષાથી, ભાવાત્તરમાવો દિ=ભાવાત્તર ખરેખર અભાવ છે", તિ નયાશ્રયોન તોષામાવી =એ પ્રમાણેના નયના આશ્રયથી દોષનો અભાવ છે. ત્તિ’ શબ્દ અચેતતત્વને અને અમૂર્તત્વને ગુણરૂપે સ્થાપતના કથનથી સમાપ્તિ અર્થ છે. એ દસ સામાન્યગુણ છે=ગાથા-૧ અને પ્રસ્તુત ગાથામાં બતાવ્યા એ સર્વ સામાન્યગુણ છે. મૂર્ત-અમૂર્તત્વ અને ચેતનત્વ-અચેતતત્વ પરસ્પર પરિહારથી રહે છે, તે માટે પ્રત્યેકને આશ્રયીને અર્થાત્ જગતમાં જીવ, અજીવ જે સર્વ દ્રવ્યો છે તે સર્વ દ્રવ્યોને આશ્રયીને, એક એક દ્રવ્યોને વિશે ૮-૮ ગુણ થાય છે એ પ્રમાણે ભાવો=વિચારી લ્યો. ll૧૧/રા ભાવાર્થ : ગાથા-૧માં દ્રવ્યોના પાંચ ગુણો બતાવ્યા, તે પાંચે ગુણો સર્વ દ્રવ્યોમાં સદા ઉપલબ્ધ હોય છે જ્યારે પ્રસ્તુત ગાથામાં અન્ય પાંચ ગુણો – પ્રદેશત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ અને અચેતનત્વ બતાવ્યા તેમાંથી મૂર્તદ્રવ્યોમાં મૂર્તિત્વગુણ હોય છે અને અમૂર્તદ્રવ્યોમાં અમૂર્તત્વગુણ હોય છે. વળી, ચેતનદ્રવ્યોમાં ચેતનત્વગુણ હોય છે અને અચેતનદ્રવ્યોમાં અચેતનત્વગુણ હોય છે. તેથી પ્રસ્તુત ગાથામાં બતાવેલા પાંચ ગુણોમાંથી પ્રદેશત્વ, મૂર્તત્વ-અમૂર્તત્વમાંથી એક અને ચેતનત્વ-અચેતનત્વમાંથી એક, એમ ત્રણ ગુણો પ્રત્યેક દ્રવ્યોમાં અવશ્ય મળે છે. તેથી દરેક દ્રવ્યોમાં કુલ આઠ ગુણો અવશ્ય પ્રાપ્ત થાય છે. હવે પાંચ ગુણો ક્રમસર ગ્રંથકારશ્રી બતાવે છે – (૯) પ્રદેશત્વગુણ - પુદ્ગલદ્રવ્ય સ્કંધરૂપ પણ હોય છે અને પરમાણુરૂપ હોય છે. જ્યારે પુદ્ગલદ્રવ્ય પરમાણુરૂપે હોય ત્યારે તેના વિભાગ થાય નહીં, તેથી અવિભાગી એવું પુદ્ગલદ્રવ્યરૂ૫ પરમાણુ જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહે તેટલા ક્ષેત્રનું વ્યાપીપણું તે દ્રવ્યનું પ્રદેશપણું છે. વળી જીવના પ્રદેશો કેવલી સમુદ્યાત વખતે સંકોચાયેલા નથી હોતા પરંતુ જીવદ્રવ્ય પોતાના સર્વ પ્રદેશોથી ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં અવગાહીને રહી શકે તેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત હોય છે. તે વખતે જીવદ્રવ્ય સાથે એક ક્ષેત્રમાં રહેલો
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy