SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૧૬ ગાથાર્થ : પૂર્વ-અપરપર્યાયરૂપ ઊર્ધ્વતાપ્રચય એહનો કાલાણુ દ્રવ્યનો, સંભવે છે. ખંધનો સ્કંધનો, પ્રદેશના સમુદાય વગર=પરમાણુઓથી બનેલા સ્કંધમાં જેમ પ્રદેશનો સમુદાય છે તેવા પ્રકારના કાલાણુના પ્રદેશના સમુદાય વગર, તિર્યક્ટચય ઘટે નહીં અસંખ્યાત કાલાણુઓમાં પુગલના સ્કંધની જેમ તિર્યકપ્રચય ઘટે નહીં (એ પ્રમાણે દિગંબર કહે છે.) I/૧૦/૧૬ll ટબો: એહ કાલાણ દ્રવ્યનો, ઊર્ધ્વતાપ્રચય સંભવઈં, જે માટઈં, મૃદદ્રવ્યનઈં સ્થાસ, કોશ, કુશૂલાદિ પૂર્વાપરપર્યાય છઈ, તિમ એહનઈં સમય, આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઇં, પણિ બંધ પ્રદેશસમુદાય એહનઈં નથી તે ભણી, ધર્માસ્તિકાયાદિકની પરિ તિર્થપ્રચય નથી તે માટઈં જ, કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિઈ. પરમાણુપુદ્ગલની પરિ તિર્થપ્રચયયોગ્યતા પણિ નથી, તે માટઈ, ઉપચારઈ પણિ કાલદ્રવ્યનઈ અસ્તિકાપણું ન કહવાઈં. ૧૦/૧કા ટબાર્થ : એહ કાલાણુ દ્રવ્યનોગાથા-૧૪માં જે કાલાણ દિગંબરોએ બતાવ્યા એ કાલાણુ દ્રવ્યનો, ઊર્ધ્વતાપ્રચય સંભવે છે. કેમ સંભવે છે ? તેથી કહે છે – જે માટે, જેમ ખૂદ્રવ્યને સ્થાસ, કોશ, કુશલાદિ પૂર્વ-અપર પર્યાય છે=માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે ત્યારે તે માટીદ્રવ્યને પૂર્વમાં સ્થાસપર્યાય પ્રાપ્ત થાય છે, પછી કોશ પર્યાય, પછી કુશૂલાદિ પર્યાય પ્રાપ્ત થાય છે-એ રૂપ પૂર્વઅપર પર્યાય છે, તેમ એને=કાલાણુરૂપ દ્રવ્યને, સમય, આવલિકા વિગેરે પૂર્વઅપર પર્યાય છે; પરંતુ અંધતો પ્રદેશ સમુદાય એહવે કાલાણુઓને, નથી. તે ભણી તેથી, ધમસ્તિકાયાદિની પરિં તિર્યફપ્રચય નથી=ધર્માસ્તિકાયાદિમાં જેમ તિર્થફપ્રચય છે તેમ કાળમાં તિર્યપ્રચય નથી. તે માટે જ=કાળમાં તિર્યપ્રચય નથી તે માટે જ, કાળદ્રવ્યને અસ્તિકાય ન કહેવાય. અહીં પ્રશ્ન થાય કે, લોકમાં પરમાણુઓ પરસ્પર સ્કંધ વગરની અવસ્થામાં રહેલા છે તેમાં પણ તિર્યકુપ્રચય નથી; છતાં પુદ્ગલાસ્તિકાયમાં પરમાણુઓનો સંગ્રહ છે તેથી પરમાણુરૂપ પુદ્ગલને પણ અસ્તિકાય કહેવાય છે તેમ કાલાણુના સમુદાયને પણ અસ્તિકાય કેમ ન કહી શકાય ? તેથી કહે છે પરમાણુ યુગલની જેમ તિર્થફપ્રચયની યોગ્યતા પણ નથી કાલાણુના સમુદાયમાં તિર્લફપ્રચયની યોગ્યતા પણ નથી, તે માટે ઉપચારથી પણ=જેમ પરમાણુમાં તિર્લફપ્રચયની યોગ્યતાને કારણે ઉપચારથી અસ્તિકાય કહેવાય છે તેમ ઉપચારથી પણ, કાળદ્રવ્યને અસ્તિકાયપણું ન કહેવાય, એમ દિગંબરો કહે છે. I૧૦/૧૬il
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy