SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાનો રાણા ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૩ કેમ કે “અસ્તિઓ પ્રદેશો-તેનાથી બોલાવાય છે એ પ્રમાણે વ્યુત્પત્તિ છે. કાળદ્રવ્યને અસ્તિકાય ન કહેવાય, જે માટે તેને કાળદ્રવ્યને, પ્રદેશસંઘાત નથી. કેમ પ્રદેશસંઘાત નથી ? તેથી કહે છે – એક સમયે બીજા સમયને મળતો નથી તે વતી=વર્તમાનની ક્ષણ નાશ થાય છે પછી બીજી ક્ષણ ઉત્પન્ન થાય છે, તેથી બે ક્ષણો પરસ્પર અવ્યવધાનથી પૂર્વ-ઉત્તર ભાવવાળી હોવા છતાં એકબીજાને સ્પર્શનો સંશ્લેષ નથી તેથી, એમ બીજાં પણિ=પૂર્વમાં ગાથાનુસાર પાંચ દ્રવ્યોનું સ્વરૂપ બતાવ્યું એમ બીજા પણ. થયÍવાશાધર્મ, અધર્મ, આકાશ એકેક છે. અત: પરં ત્રિશમનન્તઆથી બીજા ત્રણ અનંત છેઃકાળ-યુગલ અને જીવ અનંત છે. શાહ્ન વિના મતિવાયકાળ વિના અસ્તિકાયો=પાંચ દ્રવ્યો અસ્તિકાયો છે. નીવમૃત વાણાિ =વળી, જીવ વગર અકર્તા છે=જીવ કર્તા છે અને બીજાં દ્રવ્યો અકર્તા છે. ર૧૪ (પ્રશમરતિ પ્રકરણ, શ્લોક-૨૧૪) ઇત્યાદિ ઉપર્યુક્ત ગાથામાં બતાવ્યું એ વગેરે, સાધચ્ચે-વધર્મ==ણ દ્રવ્યો એકેક છે એ રૂપ સાધર્મ અને (૧) ત્રણ દ્રવ્યો એકેક છે તથા બીજાં ત્રણ દ્રવ્યો અનંત છે એ રૂપ વૈધર્મ અને (૨) કાળ વિના અન્ય દ્રવ્યો અસ્તિકાય છે એ રૂપ કાળ તથા અન્ય દ્રવ્યો વચ્ચેનું વૈધર્મ અને (૩) જીવ વગર અન્ય દ્રવ્યો અકર્તા છે એ રૂપ જીવ અને અન્ય દ્રવ્યો વચ્ચેનું વૈધર્મ, પ્રશમરતિ આદિ મહાગ્રંથોમાંથી જાણવું. II૧૦/૩ ભાવાર્થ જિનવચનાનુસાર દ્રવ્યો કેટલાં છે ? તેનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ભગવાનના શાસનમાં છ દ્રવ્યો કહ્યાં છે. તેમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાયરૂપ છે અને કાળદ્રવ્ય, જેનું બીજું નામ અદ્ધાસમય છે તે અસ્તિકાયસ્વરૂપ નથી. વસ્તુતઃ કાળદ્રવ્ય ધર્માસ્તિકાય આદિની જેમ સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ જીવ, અજીવના પર્યાયસ્વરૂપ છે; છતાં ઉપચારથી તેને દ્રવ્યરૂપે સ્વીકારેલ છે તેમ સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં કહેશે. આમ છતાં પ્રસ્તુતમાં જિનવચનાનુસાર તત્ત્વના ભાવન અર્થે છ દ્રવ્યોનો વિચાર કરી રહ્યા છે, તેથી દ્રવ્યોના ચિંતવનમાં ઉપકારક એવા કાળને અહીં દ્રવ્યરૂપે કહેલ છે. કાળને છોડીને પાંચ દ્રવ્યો અસ્તિકાય કેમ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – અસ્તિ શબ્દનો અર્થ પ્રદેશો થાય છે અને પ્રદેશોથી ધર્મ આદિ દ્રવ્યોને બોલાવાય છે અર્થાતુ ધર્મ નામનું દ્રવ્ય પ્રદેશના સમૂહરૂપ છે, તે પ્રકારે બોલાવાય છે તેથી ધર્માસ્તિકાય કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મ નામનું દ્રવ્ય સંખ્યાથી એક હોવા છતાં પ્રદેશના સમૂહરૂપ છે; પરંતુ કાળની જેમ એક પ્રદેશરૂપ નથી અને કાળ નામનું દ્રવ્ય પ્રદેશના સંઘાતરૂપ નથી; કેમ કે પ્રતિક્ષણ સમય પસાર થાય છે તેથી વર્તમાનનો
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy