SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | કળશ ગાથા-૧ ટબાર્થ: આ પ્રમાણે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, દ્રવ્ય-ગણ-પર્યાયે કરીને જે વાણી દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ તેણે કરીને જે વાણી, વિસ્તારપણાને પામી છે=પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તારપણાને પામી છે. તે વાણી કોનાથી પ્રાપ્ત થઈ છે ? તે બતાવવા અર્થે કહે છે – ગતપાર તે પ્રાપ્તપાર એવા ગુરુ છે. તે ગુરુ કેવા છે? તેથી કહે છે – સંસારરૂપ સાગર, તેનાથી તરણતારણના વિષયમાં=સ્વયં કરવામાં અને બીજાને તારવાના વિષયમાં, વર કહેતાં પ્રધાન, તરીeતાવ, સમાન છે. ‘તરી' એવું નામ જહાજનું છે. આવા ગુરુ પાસેથી ગ્રંથકારશ્રીને જે વાણી પ્રાપ્ત થઈ છે, તે વાણીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વિસ્તારી છે માટે તે વાણી પણ યોગ્ય જીવને તરવાનું કારણ છે. તે મેં ભાખી–ગ્રંથકારશ્રીએ ભાખી. તે વાણી તેના માટે ભાખી ? તે કહે છે – સુજન =જે ભલા અર્થાત્ કલ્યાણના અર્થી લોકરૂપ, સત્સંગતિ=છ દ્રવ્યના ઉપલક્ષણથી આત્મદ્રવ્યના વિષયમાં ઓળખનાર તેમને રમણિક એવા સુરતરુ=જે કલ્પવૃક્ષ, તેની મંજરી સમાન છે અર્થાત્ ગ્રંથકારશ્રીની વાણી છ દ્રવ્યના વર્ણનથી આત્મદ્રવ્યને ઓળખે એવા સુજનોને માટે કલ્પવૃક્ષની મંજરી સમાન છે. શ્રી નયવિજય પંડિતના શિષ્ય ચરણસેવક, સમાન એવા શ્રી જસવિજય બુધને જયકરી=જયને કરનારી જયની કરણહારી, અવશ્ય જસ અને સૌભાગ્યની દાતા છે. એવી મવદ્ વા વિર નીવાભગવાનની વાણી ચિર જય પામો. રૂચાવનએ પ્રકારે આશીર્વાદવચન છે. ભાવાર્થ ભગવાનના શાસનમાં જે ઉત્તમ સુગુરુઓ થયા, તેમના ગ્રંથોને ભણીને ગ્રંથકારશ્રી બોધને પામ્યા. તે ગુરુ કેવા છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – તે ગુરુ સંસારસમુદ્રના પારને પામેલા છે અર્થાત્ (૧) જે સંસારનો પાર પામવાની તૈયારીમાં હોય તે સંસારને પાર પામેલા કહેવાય અને (૨) જે ગુરુ ભગવાનના વચનના સૂક્ષ્મ પરમાર્થને પામેલા છે તેથી સતત સંસારથી પાર પામવા માટે ઉદ્યમશીલ છે, માટે તે ગુરુ સંસારસાગરથી પાર પામેલા છે. વળી, તેઓ સ્વયં તરી રહ્યા છે અને યોગ્ય જીવોને સન્માર્ગ આપીને તારી રહ્યા છે, માટે પોતાના આત્મા માટે અને યોગ્ય જીવો માટે શ્રેષ્ઠ જહાજ સમાન છે. આથી જ તે મહાત્માઓએ
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy