SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૨ તેને તેવા જીવતે, આ શાસ્ત્રાર્થ આપવો=પ્રસ્તુત ગ્રંથનો અર્થ આપવો, જેની મતિ કાણી=છિદ્રાળી, નથી. છિદ્રસહિત જે પ્રાણી છે સૂત્રના ગંભીર ભાવોને છોડીને તુચ્છમતિથી ગ્રહણ કરે એવા જે પ્રાણી છે, તેને સૂત્રાર્થ આપવો નહીં. કાણું ભાજન તે પાણીમાં રાખીએ ત્યાં સુધી તેમાં પાણી દેખાય પછી ખાલી થાય. (તેમ કાણા ભાજન જેવા અયોગ્ય જીવો તત્વને સાંભળે ત્યારે આ સમજે છે' એવું જણાય; પરંતુ પાછળથી તે ભાવોને આત્મામાં સ્થિર કરતા નથી તેથી ખાલી થાય છે, માટે તેવાને સૂત્રાર્થ આપવાનો ગ્રંથકારશ્રી નિષેધ કરે છે.) અને લઘુને પણ તુચ્છ મતિવાળાને પણ, તયાર્થ દેતાં=ભગવાનના શાસનના તયોની દૃષ્ટિનો અર્થ દેતાં, અર્થની હાનિ થાય. તે માટે=કાણી મતિવાળા અને લઘુમતિવાળા જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ નહીં તે માટે, સુંદર રુચિવાળા= ભગવાનનું વચન એકાંતે નિરવદ્ય છે તેથી મારે તેના પરમાર્થને જાણવો જોઈએ એવી સુંદર રુચિવાળા, જ્ઞાનના અર્થી જીવોને જ દેવો=પ્રસ્તુત ગ્રંથ ભણાવવો; પરંતુ મૂર્ખતે ન જ દેવો જોઈએ એવી રીત યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં વખાણી છે=શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ વર્ણવી છે. ૧૬/રા ભાવાર્થ - જે જીવો હળુકર્મી છે, સંસારથી ભય પામ્યા છે અને સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં નિર્મળ દૃષ્ટિવાળા છે તેથી સંસારથી તરવાના અત્યંત અર્થી થયા છે તેવા પણ જીવો સ્વમતિ અનુસાર પ્રસ્તુત ગ્રંથને ભણે અને ઉચિત સ્થાને તેનું યોજન કરી શકે નહીં તો વિપરીત બોધ કરીને આત્મહિત સાધી શકે નહીં. વળી, ગીતાર્થ ગુરુ વિદ્યમાન હોવા છતાં તેમની પાસે તેનો અર્થ ગ્રહણ ન કરવામાં આવે તો ગુરુઅદત્ત દોષ લાગે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે, જે ગીતાર્થ ગુરુ છે અને જિનવચનને શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર યથાર્થ બતાવવા સમર્થ છે એવા ગુરુ પાસે પ્રસ્તુત ગ્રંથનો અર્થ લેવો જોઈએ તથા યથાર્થ અર્થનો જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી સમર્થ ગુરુની પાસે પૃચ્છા કરીને પણ અનુભવ અનુસાર તે અર્થને જાણવો જોઈએ, જેથી શાસ્ત્રવચન અને સ્વઅનુભવથી પણ તે પદાર્થ તેમ જ છે તેવો સ્થિર નિર્ણય થાય. આ રીતે જેઓએ પ્રસ્તુત ગ્રંથ પ્રાપ્ત કર્યો છે તેઓએ પણ જીવની યોગ્યતાનો નિર્ણય કરીને તેમને જ આ ગ્રંથ આપવું જોઈએ, પરંતુ જે કોઈ અર્થ છે તે સર્વને આપવો જોઈએ નહીં. કોને આપવો જોઈએ નહીં ? તેથી કહે છે – જેઓની મતિ કાણી છે અને જેઓ લઘુ છે તે બે પ્રકારના જીવોને આ ગ્રંથ આપવો જોઈએ નહીં. જેમ કાણાવાળું ભાજન પાણીમાં રાખીએ ત્યાં સુધી ભરાયેલું દેખાય, ત્યારપછી તે ખાલી થઈ જાય છે; તેમ જ જીવો પ્રસ્તુત ગ્રંથ સાંભળે ત્યારે તે પ્રસ્તુત ગ્રંથના ભાવોથી ભરાયેલા જણાય પરંતુ તે ભાવોની ગંભીરતાને જાણીને આત્મકલ્યાણ માટે ઉપયોગી થાય તે રીતે આત્મામાં સ્થિર કરવા માટે યત્ન કરે નહીં તેવા કાણાભાજન જેવા જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો નહીં. વળી, જેઓની તુચ્છ મતિ છે તેઓને પ્રસ્તુત ગ્રંથમાં ભિન્ન ભિન્ન નયોની દૃષ્ટિ બતાવી છે તે આપવામાં આવે તો તે દૃષ્ટિઓને યથાતથ જોડીને અર્થની હાનિ કરે છે. તેથી જેઓની મતિ ગંભીર છે, માટે ગુરુ વડે પ્રાપ્ત તે તે નયદષ્ટિઓને તે તે ઉચિત રીતે અવધારણ
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy